4 January 2019

નવસારીથી ગ્રીડ વચ્ચે આવતી કલ્પના સોસાયટી પાસે CNG વાનમાં આગ


નવસારીથી ગ્રીડ જતાં રસ્તા પાસે આવેલ કલ્પના સોસાયટી પાસે મોડી સાંજે એક સીએનજી વાન પસાર થતી હતી ત્યારે એન્જીનમાં ધુમાડો નીકળતાં વાનમાં બેસેલા 2 ઇસમો ઉતરી જતાં તેમનો બચાવ થયો હતો.

નવસારીથી ગ્રીડ રસ્તા ઉપર આજરોજ મોડી સાંજે ખાદ્ય ચીજવસ્તુથી ભરેલ મારૂતિવાન પસાર થતી હતી ત્યારે કલ્પના સોસાયટી નજીક આવતા અચાનક વાનમાં ધૂમાડો નીકળ્યો હતો જેથી વાનમાં બેસેલા બે ઇસમો તુરંત નીકળી જગયા હતા. આગ લાગ્યાની ખબર પડતાં સ્થાનિક યુવાન પરીમલ પટેલે તેનાં મિત્રોની મદદથી આગ બૂઝાવી દીધી હતી.