10 January 2019

'ડીજીટલ ડસ્ટબીન' નો પ્રોજેક્ટ જિલ્લામાં પ્રથમ


નવસારી પાલિકા સંચાલિત મિશ્ર શાળા નં.8 નાં વિદ્યાર્થી ઓમ ગુપ્તા તથા માર્ગદર્શક શિક્ષક મેહુલ પટેલની બેલડી દ્વારા ‘ડીજીટલ ડસ્ટબીન’ પ્રોજેક્ટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે રજૂ કરતાં તેને 116 કૃતિઓમાંથી પ્રથમ આવતા ઇન્સપાયર એવોર્ડ માનાંક પ્રદર્શન-2018 માટે પસંદગી થઇ હતી. હવે આ કૃતિ રાજ્યકક્ષાની સ્પર્ધા કચ્છ ખાતે થનાર છે ત્યાં ભાગ લેવા જશે.

ઘેલખડી મિશ્ર શાળા નં.8 નાં વિદ્યાર્થી ઓમ ગુપ્તા તથા મેહુલ પટેલ શિક્ષકની જોડી દ્વારા આજનાં સમયમાં કચરાના નિકાલ વાતાવરણ પ્રદૂષિત ન થાય. મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય તથા દવાઓનો ઉપયોગ ઘટાડી શકાય અને રાષ્ટ્રનો આર્થિક બોજો ઘટાડી શકાય તે માટેનાં શુભ હેતુથી ‘ડીજીટલ ડસ્ટબીન’ પ્રોજેક્ટ બનાવી રજૂ કર્યો હતો.

ડીજીટલ ડસ્ટબીનની કાર્ય પદ્ધતિ
ડીજીટલ ડસ્ટબીન બે પ્રકારની કચરાપેટી છે. પ્લાસ્ટિક અને બીજી કાગળની કચરાપેટી જેમાં ડીજીટલ ડસ્ટબીન માટે એક સ્વચ્છતાં કાર્ડ આપવામાં આવશે. તમારે જે કચરો નાંખવો હોય તે કચરાપટીમાં આ કાર્ડ નાષતા કચરાપેટી આપોઆપ ખુલે છે. ત્યારબાદ તેમાં કચરો નાંખવો કચરો નાંખતાની સાથે કચરાનું વજન થશે. વજન પ્રમાણે તેનાં પૈસા કાર્ડમાં જમા થશે. ત્યારબાદ કાર્ડ કાઢીલેતા કચરાપેટી આપોઆપ બંધ થઇ જશે. ત્યારબાદ કચરાપેટીને ટ્રક દ્વારા રીસાયકલીંગ ફેક્ટરીમાં લઇ જવામાં આવશે. જ્યાંતેની પર્યાવરણ બચાવવાનાં સિધ્ધાંત પ્રમાણે પ્રક્રિયા થશે.

કૃતિ ઓનલાઇન મોકલવાની હોય છે
ઇન્સપાયર એવોર્ડ 2019માં ઓનલાઇન કૃતિ મોકલવાની હોય છે અને કૃતિ પસંદગી થયા બાદ તેને બનાવવા રૂ.10 હજાર આપવામાં આવે. નવસારીમાં 116 કૃતિમાંથી 12 કૃતિ રજૂ થઇ હતી. નિર્ણાયકો દ્વારા તાલીમાર્થી દ્વારા ઓપીનીયન અપાયો હતો. જેમાં ઘેલખડીની મિશ્ર શાળા નં.8 નાં વિદ્યાર્થી ઓમ ગુપ્તાની કૃતિ પ્રથમ આવી હતી. - મેહુલ પટેલ,-માર્ગદર્શક શિક્ષક