નવસારી શહેરમાં હાલ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યું છે છતાં ઘણાં વિસ્તારોમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. ઘણાં ખરા પોશ વિસ્તારમાં નવસારી પાલિકા દ્વારા સાફસફાઈ વ્યવસ્થિત થતી ન હોય તેવું લાગી રહ્યું છે. ઝવેરી સડક, લુન્સીકૂઈ જેવા વિસ્તારમાં કચરાના ઢગલા થઈ રહ્યા છે. સ્વચ્છતા સંદર્ભે આ વિસ્તારોને જોતા પાલિકા સત્તાધીશો ગંભીર હોય તેવું જણાયું નથી. જેની અસર સ્વચ્છતા સર્વેક્ષણ ઉપર પડે તેવી શક્યતા છે. એક તરફ પાલિકાના સત્તાધીશો નવસારી શહેરને પેરીસ બનાવવાની વાતો કરે છે ત્યાં બીજી તરફ શહેરને પેરીસ કેવી રીતે બનાવી શકાશે તે માટે પણ સત્તાધિશોએ વિચારવું પડે તેવી નોબત ઉભી થઈ છે. નવસારી શહેર ચોખ્ખુ રહે તે માટે નવસારી પાલિકા દ્વારા કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર વાહનની વ્યવસ્થા, સુકા અને ભીના કચરા માટે અલગ ડસ્ટબીન શહેરીજનોને વિતરણ કરવામાં આવ્યા છે. જાહેર માર્ગો ઉપર કચરો ન ફેલાય તે માટે ડસ્ટબીન પણ મૂકવામાં આવી છે.

નવસારીના ઘણાં વિસ્તારોમાં કચરાપેટી મૂકવામાં આવી છે ત્યારે કચરો કચરાપેટીમાં નાંખવાને બદલે મહત્તમ લોકો કચરો કચરાપેટીની બહાર જ ફેંકી દેતા તે વિસ્તાર ગંદકીયુક્ત બની રહ્યો છે. જેમાં નવસારીના ઝવેરી સડક વિસ્તાર, આશાનગર, લુન્સીકૂઈ જેવા વિસ્તારમાં કચરો જાહેરમાં જ નાંખવામાં આવતા ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. આ કચરાના નિકાલ માટે નગરપાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા ત્યાંથી પસાર થતા લોકોને મોં ઉપર રૂમાલ ઢાંકવાની ફરજ પડી રહી છે.

નવસારીના ઝવેરી સડક વિસ્તારમાં રાત્રિ દરમિયાન લોકો કચરાપેટીમાં કચરો નાંખવાને બદલે કચરાપેટીની આસપાસ નાંખીને જેતે વિસ્તારનો માહોલ અસ્વચ્છતાભર્યો બનાવી રહ્યા છે. નવસારીના આશાનગર ખાતે આવેલી એક વાડીની સામે પણ કચરાપેટીની અંદર ઓછો પણ બહાર વધુ કચરો હોય છે. લુન્સીકૂઈ સરબતિયા તળાવ વિસ્તારમાં પણ પાલિકા દ્વારા યોગ્ય સફાઈ ન થતા વાતાવરણમાં દુર્ગંધ ફેલાઈ રહી છે.

નવસારી શહેરને ચોખ્ખુ ચણાંક રાખવા માટે પાલિકાના જવાબદાર સત્તાધિશો યોગ્ય કાર્યવાહી કરી લોકોને કચરો કચરાપેટીમાં જ નાંખવા માટે અભિયાન છેડવું જોઈએ. તેની શરૂઆત તેમના વિસ્તારથી જ કરાય તો સોને પે સુહાગા બની રહે. અત્રે ઉલ્લેખનીય છે કે 4થી 30 જાન્યુઆરી સુધી સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યું છે. 

સ્વચ્છતા એપની કામગીરી
નવસારી શહેર સ્વચ્છતામાં આગળ રહે તે માટે પાલિકા દ્વારા સ્વચ્છતા એપ બનાવવામાં આવી છે. જેમાં લોગઈન કરીને જે તે ગંદકીવાળો વિસ્તાર દેખાય તેના ફોટા અપલોડ કરીને મોકલવામાં આવે તો પાલિકા દ્વારા ગણતરીના સમયમાં આ વિસ્તાર સ્વચ્છ કરી દેવામાં આવતો હોય છે. નવસારીની સ્વચ્છતા એપમાં છેલ્લા 3 માસથી 390 જેટલી ફરિયાદ આવતા તમામનું નિરાકરણ કરી દેવાયું છે.

દિવસે સફાઈ ને રાત્રે લોકો કચરો ઠાલવે છે
નવસારી પાલિકા દ્વારા દિવસમાં બેવાર સફાઈકર્મીઓ ટ્રેકટર લઈને સફાઈ કરવા માટે ઝવેરી સડક વિસ્તારમાં આવે છે પરંતુ રાત્રિના સમયે બીજા વિસ્તારના લોકો આવીને કચરો બારોબાર બહારની બાજુએ ફેંકી જાય છે. ડોર ટુ ડોર કચરા નિકાલની વ્યવસ્થાના સમયમાં ફેરફાર કરીશું. આ વિસ્તારમાં બ્લોકપેવિંગ કરીને જગ્યા સુશોભિત બનાવવાનું આયોજન છે. સ્થાનિકોને સમજાવીને આ સ્થળે કચરો ન નાંખવા અમો મુલાકાત લઈશું. -જિગીશ શાહ, નગરસેવક, નવસારી પાલિકા

નવસારી શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણની ઐસીતૈસી

Share Your Views In Comments Below