નવસારી સિવીલ હોસ્પિટલનું નવું મકાન અંદાજે 20 કરોડ રૂપિયાનાં ખર્ચ નવું બનાવાયું પરંતુ છેલ્લા પોણા બે વર્ષથી નવી શબવાહિની ખરીદવાનાં નાણાં સરકાર પાસે નથી. સિવીલમાં ઘણા સમયથી પોતાની શબવાહિની જ કાર્યરત નથી.

જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ એવી સિવીલ હોસ્પિટલ નવસારીમાં આવેલી છે. અહીં હજારોની સંખ્યામાં ખાસ કરીને ગરીબ વર્ગના લોકો સારવાર મેળવે છે. આશરે દોઢેક વર્ષ અગાઉ જ નવસારી સિવીલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં જ હોસ્પિટલનું નવું મકાન અંદાજે 20 કરોડના ખર્ચે બનાવાયું હતું. મકાન માટે તો કરોડો રૂપિયા સરકારે ફાળવ્યા પરંતુ પોણા બે વર્ષથી આ મોટી સરકારી હોસ્પિટલમાં શબવાહિની જ કાર્યરત નથી તે માટે નવી લાવવામાં આવી નથી.

સિવીલ હોસ્પિટલમાં શબવાહિની જે છે તે ઘણા સમયથી બગડેલી છે. રીપેર થાય તો પણ વધુ સમય ચાલે એવી ખરાબ હાલતમાં હોય રીપેર કરાવાઇ નથી. આ સ્થિતિમાં હોસ્પિટલમાં મૃત્યુ પામનારા દર્દીઓ માટે હોસ્પિટલની પોતાની શબવાહિની મળી શક્તી નથી. ભંગાર હાલતમાં બગડેલી શબવાહિની શોભાના ગાંઠિયાની જેમ સિવીલ પટાંગણમાં પડી રહી છે. ઉલ્લેખનીય છે કે સિવીલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગનાં નોટિસ વોર્ડ ઉપર ‘શબવાહિની કાર્યરત નથી’ એમ ઘણા સમયથી લખાણ જોવા મળી રહ્યું છે.

જરૂર પડે નવસારી પાલિકાની શબવાહિની મેનેજ કરીએ છીએ
અમારી પાસે શબવાહિની કાર્યરત નથી એ સાચી વાત છે. પરંતુ અમે જરૂર પડે અમે નવસારી પાલિકાની શબવાહિની મેનેજ કરી આપીએ છીએ. નવી શબવાહિની અંગે સરકારમાં રજૂઆત કરી છે જે આ બજેટમાં 99 ટકા મળી જવાની આશા છે.’ - ડો. ‘કોડનાની, સિવીલ સર્જન, નવસારી

નવસારીમાં સિવિલ નવી બનાવાઇ પરંતુ શબવાહિની માટે પૈસા નથી

Share Your Views In Comments Below