નવસારી કોર્ટ કેમ્પસમાં આવેલ ઝાડ ઉપર ઉતરાયણ પર્વે દોરા ભેરવાયા હતાં. જેમાં ચામડચીડીયા રહેતા હોય રાત્રિના સમયે ઘરે પરત ફરતાં ત્રણ ચામડચીડીયા આ દોરામાં ભેરવાયા હતાં. આ બાબતે યુવા એડવોકેટ અને વાઇલ્ડ લાઇફ સંસ્થાના કાર્યકરને જાણ થતાં તેમણે આજરોજ નવસારી પાલિકામાંથી ક્રેઇન મંગાવીને બચાવ્યા હતાં.

નવસારીમાં જુનાથાણા ખાતે કોર્ટ કેમ્પસમાં જુનાં વિશાળ ઝાડો આવેલા છે. જેના પર ચામડચીડીયા, કાગડા, કબુતરનું રહેઠાણ છે. તાજેતરમાં ઉતરાયણ પર્વે પતંગ કપાઇને ઝાડ ઉપર આવેલ હોય અને દોરા આ ઝાડમાં ફસાયેલા હતાં. જેમાં રાત્રિનાં સમયે ત્રણ ચામડચીડીયા અકસ્માતે ફસાયા હતાં. ત્રણ દિવસથી દોરામાં ફસાયેલા ચામડચીડીયાને કોર્ટ કેમ્પસમાં આવનારા લોકો જોતા હતાં પણ ઉપર જઇને દોરામાંથી કાઢવાની હિમ્મત કોઇની ન હતી.

યુવા એડવોકેટ તથા વાઇલ્ડલાઇફ વેરફેલ ફાઉન્ડેશનના સભ્ય બિપીન પરમારને આ ઘટનાની જાણ થઇ હતી. આજરોજ સવારે તેમણે નવસારી પાલિકાનો સંપર્ક કર્યો હતો. ક્રેઇન મંગાવીને બિપીન પરમાર તથા કર્મચારીઓ જાતે ક્રેઇનમાં ચઢીને ઝાડમાં જ્યાં દોરામાં પક્ષીઓ ભેરવાયા હતાં. તેને દોરામાંથી મુક્ત કર્યા હતાં.

નવસારી કોર્ટ કેમ્પસમાં ઝાડ પર દોરામાં ફસાયેલા ચામાચીડિયા મુક્ત કરાયા

Share Your Views In Comments Below