નવસારી પાલિકાની ઘેલખડી રોડની ડ્રેનેજની લાઇન ફાટી જતાં ઘેલખડી વિસ્તારની ડ્રેનેજની સેવા અસરગ્રસ્ત થઇ હતી. સાથોસાથ મુખ્ય રોડ ઉપર રીપેરીંગ કરાતા રોડ ઉપર વાહનોની અવરજવર પણ અસરગ્રસ્ત થઇ હતી.

નવસારીનાં પશ્ચિમ છેવાડે શહેરનો ઘેલખડી વિસ્તાર આવેલો છે. આ વિસ્તારને જોડતી પાલિકાની ડ્રેનેજ લાઇન વિજલપોર પાલિકા કચેરીથી પસાર થતાં ઘેલખડી રોડથી પસાર થાય છે. મળતી માહિતી મુજબ આ ડ્રેનેજની રાઇઝીંગ લાઇન વિજલપોર પાલિકા કચેરી નજીક જ બે જગ્યાએ ફાટી ગઇ હતી. આ લાઇન ફાટી જતાં ઘેલખડીનાં કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાયાનું જાણવા મળે છે. ફાટી ગયેલ રાઇઝીંગ લાઇનને રીપેર કરવા શુક્રવારે દિવસ દરમિયાન પાલિકા તંત્રએ કામગીરી કરી હતી. રોડ ઉપરની જ લાઇન ફાટતાં રીપેરીંગની કામગીરી દરમિયાન ઘેલખડી માર્ગ અવરોધાયો હતો અને ત્યાંથી પસાર થતાં વાહનોને મુશ્કેલી પડી હતી.

આ અંગે પાલિકાનાં ડ્રેનેજ અધિકારી રાજેશ ગાંધીએ જણાવ્યું કે 'બે જગ્યાએ રાઇઝીંગ લાઇન તૂટી હતી, જેનું મરામત કામ ચાલે છે અને રાત્રે કામગીરી પૂરી થઇ જશે.'

નવસારીના ઘેલખડી રોડ પર ડ્રેનેજ લાઇનમાં ભંગાણથી માર્ગ પર અવરોધ

Share Your Views In Comments Below