નવસારીમાં રહેતા છુટાછેડા થયેલ પિતાની સગીર દિકરીની કાયમી કસ્ટડી મેળવવાની અરજી નવસારીની ફેમીલી કોર્ટે રદ કરી નવસારીની શાળાને સગીરાનું એલ.સી કાઢી સુરત રહેતી તેની માતાને સુપરત કરવાનો, આદેશ આપ્યો છે.

આ અંગેની વિગતો જોતાં નવસારી નજીક રહેતા મહેન્દ્ર (નામ બદલ્યું છે) નાં લગ્ન સુરતની આશા (નામ બદલ્યું છે) સાથે 2008 માં થયા હતાં લગ્ન કરી તેઓને 2009 માં દિકરી રીના (નામ બદલ્યું છે) નો જન્મ થયો હતો. બંને વચ્ચે સને 2015માં છુટાછેડા થયેલા અને છુટાછેડાના લેખ થકી રીનાનો કબજો માતા આશાને આપવાનું નક્કી થયું હતું. જોકે મે-2018 નાં અરસામાં રીના પિતાના ઘરે નવસારી રહેવા આવી હતી અને તે દરમિયાન નવસારીની શાળામાં રીનાનું એડમીશન પણ લેવાયું હતું. ત્યારબાદ સપ્ટેમ્બરમાં રીના પૂન: પોતાની માતા આશાને ત્યાં સુરત જતી રહી હતી. આ દરમિયાન પિતા મહેન્દ્રએ નવસારીની ફેમીલી કોર્ટમાં પુત્રી રીનાની કસ્ટડી મેળવવાની અરજી દાખલ કરી હતી. આ કેસમાં માતા આશા તરફે કોર્ટમાં એડવોકેટ પ્રિતી જોષીએ દલીલો કરી હતી બંને પક્ષની દલીલો, હકીકતો વિગેરે સાંભળી નવસારીની ફેમીલી કોર્ટનાં પ્રિન્સિપલ જજ પી.જે.ડાંગરે ચુકાદો આપ્યો હતો.

આ ચુકાદા અંતર્ગત કોર્ટે પિતાની અરજી આ અદાલતમાં ચલાવવા પાત્ર ન હોય રદ કરી હતી. સાથોસાથ નવસારીની શાળાનાં પ્રિન્સીપાલને હુકમ કર્યો કે સગીરા રીનાનું એલ.સી માતા આશાબેનને કાઢીને સુપરત કરી તથા હુકમ થયાના 10 દિનમાં સર્ટી માતાને આપેલ તે બાબતનો અદાલતને રીપોર્ટ કરવા પણ જણાવ્યું હતું. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, સગીરા રીના માત્ર ટેમ્પરરી વેકેશનના સમયમાં નવસારી આવેલ હોય તેટલા માત્રથી આ કોર્ટ (નવસારીની ફેમીલી કોર્ટ) ને હકુમત પ્રાપ્ત થતી નથી અને હાલ પણ રીના માતા આશાબેન પાસે જ રહે છે.

સગીરાની કસ્ટડીની પિતાની અરજી ફેમિલી કોર્ટે રદ કરી

Share Your Views In Comments Below