નવસારીના પારસી સમાજનો ઈતિહાચ સચવાઇ રહે અને ભવિષ્યની પેઢી તેનાથી માહિતગાર બને એ હેતુથી બનાવાયેલી ડિરેક્ટરી ઑફ પારસી ઝોરાષ્ટ્રીયનનું નવસારીમાં વિમોચન કરાયું હતું.

લોકલ કમિટી ઓફ The WZO Trust, નવસારી દ્વારા આયોજીત કાર્યક્રમમાં મોબેદ સાહેબનો સત્કાર સમારંભ પૂર્વે The WZO Trust, ના ચેરમેન દિનશા તંબોલીએ જણાવ્યું હતું કે ધર્મ અને સમાજમાં મોબેદ સાહેબો (દસ્તુરજી)નું સન્માન જરૂરી છે. આજે નવસારીમાં ૧૯ પૂર્ણકાલીન (ફૂલ ટાઈમ) મોબેદો જેમાં ૭ મોબેદ સાહેબો છેલ્લા ૨૫ વર્ષ કરતા વધુ વર્ષોથી કાર્યરત છે અને ૧૩ અંશ:કાલીન (પાર્ટ ટાઈમ) મોબેદો અને બીજા હાલમાં નવા બનેલા ૩ મોબેદ (બચ્ચાંઓ) કે જેઓએ હમણાં પોતાના શાળા અભ્યાસ સાથે મોબેદ કાર્યને પણ અનુસરે છે.

નવસારીના રહેવાસી પારસી જરથોસ્તીઓની એક ડિરેક્ટરી ઈ.સ. ૧૯૭૪માં છેલ્લી પ્રકાશિત થયેલી હતી, ત્યાર બાદ The WZO Trust, નવસારી લોકલ કમિટિ મેમ્બરોએ એક વ્યાપક ડિરેક્ટરી તૈયાર કરી છે. આ ડિરેક્ટરીનું વિમોચન એ. અસ્પન્દીયાર દાદાચાનજી, વડા દસ્તુરજી કેખશરુ એન. દસ્તુર મહેરજી રાણા, એ ખુરશેદ હોમી દેસાઈ, દિનશાહ તંબોલી, મરઝબાન ગ્યારા, અસ્પી આંબા પારડીવાલા અને સાયરસ વાંદરીવાલાએ કર્યું હતું. મરધબાન જમશેદજી ગ્યારા ડિરેક્ટરી તૈયાર કરવામાં સક્રિય રીતે જોડાયા તે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

સમાજની નારી શક્તિને અને પ્રતિભાને બિરદાવવા સ્પેશિયલ એચિવમેન્ટ તરીકે કુ. મીથેમ બોમી જાગીરદારનું રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ બોક્સિંગ અને અન્ય રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ સન્માન કરાયું હતું. ડૉ. જુલી એમ. પારડીવાલાએ ઓરો યુનુર્વસિટી, સુરત ખાતે પ્રેઝન્ટેશનમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ તથા કુ. શહેનાઝ ઈરાની નવસારીના પ્રથમ મહિલા એન.સી.સી. લેફટેનન્ટ બનવા બદલ ગ્વાલિયર મુકામે જે સિદ્ધિ હાંસલ કરી તે બદલ તેમનું સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન ગુલશન ખુશરુ વાંદરીવાલાએ કર્યું હતું અને આભાર વિધિ સાયરસ વાંદરીવાલાએ કરી હતી.

નવસારીમાં પારસીઓના ઈતિહાસને જીવંત કરતી ડિરેક્ટરીનુ વિમોચન

Share Your Views In Comments Below