સત્યાગ્રહ માટે જાણિતા દાંડી ખાતે ૧૫૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા સ્મારકનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહયા છે. તેનું એક અઠવાડિયું બાકી છે, ત્યારે ઘણું કામ બાકી છે, જે સ્મારકની ગુણવત્તા અંગે શંકા પ્રેરે એવું છે. રાત ઝાઝીને વેશ ઘણા એ ન્યાયે જે કામો થઇ રહયા છે, તેમાં ખર્ચ પણ વધી ગયો છે.

દાંડી ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ તરીકે વિશ્વભરમાં જાણીતું છે. અહીં મીઠાના સત્યાગ્રહનું સ્મારક બનવું જાઇએ એવી માંગ વર્ષોથી થતી રહી છે. પરંતુ એક પણ સરકારે અંગ્રેજાના શાસનને લૂણો લગાડવાનું કામ કરનાર આ સત્યાગ્રહના સ્મારક અંગે ખાસ ઉકાળ્યું ન હતું. ખૂદ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે પણ આ કામ અંગે ઉદાસીનતા દેખાડી હતી. ખાસ તો તેમણે મુખ્યમંત્રી તરીકે ત્રણ ટર્મ મેળવી પરંતુ તેમની દાંડી મુલાકાત ઉદાસીન જ રહી છે, તે પણ નોંધવાની જરૂર છે.

વેલ, મોડે મોડે પણ ગાંધીજીને હાંસિયામાં ધકેલી દઇ ન શકાય એ સમજાયા પછી, હવે દાંડી ખાતે ૧૫૦ કરોડના ખર્ચે મીઠાના સત્યાગ્રહનું સ્મારક તૈયાર થઇ રહયું છે. હવે તેના ઉદ્ઘાટનનું અઠવાડિયું જ બાકી છે, છતાં હજુ ઘણું કામ બાકી છે, તે જાતાં ઉતાવળે થતાં કામમાં  ગુણવત્તાનો ભોગ લેવાઇ જશે એવી શંકા જાગે છે.

વિવિધ વિભાગોનું માળખું તૈયાર પરંતુ અંદરના ઘણા કામો બાકી
એક તરફ ગાંધીજીની મુખ્ય પ્રતિમા છે, એ પ્રતિમાની ફરતેનું કામ હજુ ચાલુ છે. એ જ રીતે વિવિધ વિભાગો બની રહ્નહયા છે, એ વિભાગોમાં પણ માળખું તૈયાર થઇ ગયું છે. પરંતુ હજુ અંદરના ઘણા કામો બાકી છે અને અત્યારે કેટલાય કારીગરોને કામે લગાડીને હવે એ કામ પૂરા કરવા માટે દિવસ રાત કામ ચાલી રહયું છે, એ સંજાગોમાં કામની ગુણવત્તા જળવાઇ રહે એ જરૂરી છે.

તૈયાર લોન પાથરી દેવાશે, જે મોંધી સાબિત થશે
નવા સ્મારકમાં ઘણી હરિયાળી લાવવા માટે પ્રયાસ થઇ રહયો છે. બાગ વિકસાવવા કે માઉન્ટ વિકસાવવાનું કામ ચાલુ છે. પરંતુ ટૂંકા ગાળામાં એ કામ પૂરૂ કરવાનું હોવાથી ઊંચી કિંમતે એ વૃક્ષો કે છોડ લાવવા પડ્યા હશે, એમાં કોઇ શંકા રહેતી નથી. પ્રતિમાઅો જયાં છે, નાળિયેરી પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે. એ સહેજે જણાઇ આવે છે, એમ ત્રણ-ચાર વર્ષના છોડ લાવવામાં આવ્યા હશે. એ કારણથી તેની કિંમત વધી ગઇ છે. એ જ રીતે નાગ ચંપો પણ મોટો જ લવાઇને રોપાયા હોય એમ લાગે છે, તેને કારણે તેની પણ કિંમત વધી ગઇ હશે. ગુજરાતમિત્રના પ્રતિનિધિની મુલાકાત દરમ્યાન ઘણા સ્થળોએ લોન તૈયાર કરાશે, એવું લાગતું હતું. પરંતુ ત્યાં લોન ઉગાડાઇ નથી. મતલબ કે ત્યાં તૈયાર લોન પાથરી દેવાશે, જે મોંધી સાબિત થશે. આ કામગીરી જાતાં જા કામને ઝડપથી કરવાને બદલે તેને સમયસર થાય એ પ્રકારનું આયોજન કરાયું હોત તો તેનો ખર્ચ થોડો ઘટી શક્યો હોત.

દાંડી સ્મારકનું ૩૦મીએ મોદીના હસ્તે ઉદ્દઘાટન, જો કે હજુ ઘણી કામગીરી બાકી

Share Your Views In Comments Below