દાંડી ખાતે બનેલા સ્મારકમાં વિશ્વભરના કલાકારોનો ગાંધી પ્રેમ પણ જાવા મળશે. અત્યારે તો પોલેન્ડના ચિત્રકારે બ્લેક વ્હાઇટ ચિત્ર બનાવીને પોતાનો ગાંધી પ્રેમ દેખાડ્યો છે. પરંતુ અન્ય ઘણા ચિત્રકારો પોતાની પીંછીની કમાલ દેખાડશે.

ગાંધીજીના મીઠાના સત્યાગ્રહના ૭૯ વર્ષ થઇ રહયા છે, ત્યારે ગાંધીજીના ૧૫૦મા જન્મ વર્ષને અનુલક્ષીને દાંડી ખાતે ગાંધીજીના મીઠાના સત્યાગ્રહનું સ્મારક વિકસાવાયું છે. ગાંધીજીની વિશાળ પ્રતિમાની સાથે સાથે અહીં અન્ય સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. ‘ગુજરાતમિત્ર’ના પ્રતિનિધિએ જયારે દાંડીની મુલાકાત લીધી હતી, ત્યારે ત્યાં પોલેન્ડના ચિત્રકારે કાળા રંગે એક વિશાળ ચિત્ર ભીંત ઉપર દોર્યું છે. એમ કહેવાય છે કે વિશ્વના ઘણા ગાંધી પ્રેમી ચિત્રકારો દાંડી આવીને પોતાની કળાથી ગાંધીજીની આ ૧૫૦ના જન્મ વર્ષે અંજલિ આપશે. આ ચિત્રકળા પણ દાંડી સ્મારકનું એક અનોખું અંગ બની જશે, એમાં કોઇ બેમત નથી.

દાંડી ખાતે આ પ્રકારનું અનોખું કામ પણ થઇ રહયું છે, ત્યારે વિવિધ ઇમારતો બની છે, તેની દિવાલને પણ ગાંધી ચિત્રોથી સુશોભિત કરાઇ હોત તો એ આકર્ષણનું કેન્દ્ર બની શકી હોત. વળી નજીકમાં જ અમલસાડ ખાતે ચાલતી ફાઇન આર્ટ્સ કોલેજમાંથી અનેક સારા ચિત્રકારો આજે દેશભરમાં તેમની કમાલ દેખાડે છે, ત્યારે તેમના સથવારે દાંડી સ્મારકને વધુ ગાંધીમય બનાવી શકાયું હોત, એમાં બેમત નથી. જો કે ફક્ત સ્મારક જ નહીં, નવસારીથી દાંડી સુધીના વિસ્તારને ગાંધીમય બનાવી શકાય એવું આયોજન સોનામાં સુગંધ ભેળવી શકયું હોત.

વિશ્વભરના ચિત્રકારો દાંડીમાં ‘ગાંધીપ્રેમ’ દેખાડશે

Share Your Views In Comments Below