નવસારી નગર પાલિકા અને નવસારી જિલ્લા બોડી બિલ્ડીંગ એસો.નાં સંયુક્ત ઉપક્રમે 11મી નવસારી જિલ્લા બોડી બિલ્ડીંગ સ્પર્ધા લુન્સીકુઇનાં મેદાન ખાતે યોજાઇ હતી. જેમાં 47 સ્પર્ધકો પૈકી ડીલાઇટ જીમનાં ક્રિશ સરૈયા એ મિ.નવસારી 2019 નું ટાઇટલ મેળવી ચેમ્પિયન બન્યા હતાં, જ્યારે જીમનેશીયનમાં ચેમ્પિયન તરીકે નવસારીની એએમ ફીટનેશ હબ વર્ષ-2019 માટે ઉભરી આવી હતી.

નવસારી જિલ્લાનાં યુવાધનને પ્રોત્સાહિત કરવા માટે અને રમત-ગમત પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે નવસારી પાલિકા તથા નવસારી બોડી બિલ્ડીંગ એસો.નાં સંયુક્ત ઉપક્રમે નવસારી ડીસ્ટ્રીક્ટ બોડી બોલ્ડીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ તરીકે ધારાસભ્ય પિયુષ દેસાઇ, નગરપાલિકા પ્રમુખ કાંતિલાલ પટેલ, ચીફ ઓફિસર ચીફ એન્જીનિયર રાજુ ગુપ્તા, ઇલ્યાસ શેખ ઉપસ્થિત રહ્યાં હતાં. સંસ્થાનાં મંત્રી ડો. મયુર પટેલે આવકાર આપ્યા બાદ વિવિધ ગ્રુપોમાં બોડી બિલ્ડીંગ સ્પર્ધા શરૂ થઇ હતી.

જેમાં નવસારી જિલ્લાનાં નવસારી, વિજલપોર, મરોલી, ગણદેવી, બીલીમોરા ચીખલી જીમનેશિયમનાં 47 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં 55 કિગ્રાથી લઇને 85 કિ.ગ્રા સુધીનાં વજન કિ.ગ્રામાં યુવાનોએ વિવિધ મુદ્રામાં પોઝ આપીને આકરી મહેનતનું પ્રદર્શન કર્યુ હતું. જેમાં ફાઇનલમાં ઇલાઇટ ફિટનેશનો ક્રિશ સરૈયાએ મિ.નવસારી-2019 નું બિરૂદ મેળવ્યું હતું. રનર્સઅપ તરીકે સુલતાન ખ્યાતને વિજેતા ઘોષિત કર્યો હતો. મોડી રાત સુધી ચાલેલી આ બોડી બોલ્ડીંગ સ્પર્ધાને માણવા નવસારી જિલ્લાનાં અન્ય તાલુકાઓનાં યુવાનો પણ વાહનો લઇને આવ્યા હતાં. 11 મી જિલ્લા બોડી બોલ્ડીંગ ચેમ્પીયનશીપ-2019 એ એમ ફીટનેશ હબ-નવસારીએ મેળવી હતી. તો દ્ધિતિય ક્રમે જે.સી.ફિટનેશ નવસારી આવ્યા હતાં.

11મી નવસારી ડીસ્ટ્રીક્ટ બોડી બિલ્ડીંગ સ્પર્ધાનાં પરિણામો
55 કિ.ગ્રાથી વધુ પ્રથમ વિજેતા હસન વલસાડી, દ્ધિતિય રાહુલ રાઠોડ, તૃતીય ભાવદીપ પટેલ, 60 કિ.ગ્રાથી વધુ પ્રથમ વિજેતા રાજન પટેલ, દ્ધિતિય અનિલ પટેલ, તૃતીય મુઝાહીર કામત, 65 કિ.ગ્રાથી વધુ પ્રથમ સુલતાન ખ્યાત, દ્ધિતિય અજય પટેલ, તૃતીય ઇમરાન શેખ, 70 કિ.ગ્રાથી વધુ પ્રથમ વિજેતા ક્રિશ સરૈયા, દ્ધિતિય અંકિત પટેલ, તૃતીય વિજય સરદાર, 75 કિ.ગ્રાથી વધુ પ્રથમ વિજેતા અમીન ખટીક, દ્ધિતિય દિવ્યેશ પટેલ, જીતેન્દ્ર પરમાર, 80 કિ.ગ્રાથી વધુ પ્રથમ વિજેતા આશીય પઠાન, દ્ધિતિય ચેતન પટેલ, તૃતીય ચેતન કહાર, 85 કિ.ગ્રાથી વધુ પ્રથમ ફ્રેડી તાડવાલા, દ્ધિતિય રવિ ભરવાડ, 85 કિ.ગ્રાથી વધુ પ્રથમ વિજેતા મોહમદ શેખ, દ્ધિતિય ઉમેશ રાઠોડ વિજેતા રહ્યાં હતાં.

બોડી બિલ્ડીંગમાં મિસ્ટર નવસારી બનતા ક્રિશ સરૈયા

Share Your Views In Comments Below