ભારત વર્ષના 70માં પ્રજાસત્તાક પર્વની લુન્સીકુઇ, નવસારી ખાતે જિલ્લાકક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાએ રાષ્‍ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્‍ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર ડો. મોડીયાએ પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડ્યા સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કરી સ્વાતંત્ર્ય સેનાની દિનકરભાઇ દેસાઇ અને હિરાભાઇ પટેલનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.

જિલ્લા કલેક્ટર ડો. મોડીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તા. 30 મી જાન્યુઆરીના રોજ ઐતિહાસિક દાંડી ખાતે રાષ્ટ્રીય નમક સ્મારકને રાષ્ટ્રને સમર્પિત કરશે. નવસારીની એક વૈશ્વિક ઓળખ વિશ્વના નકશા પર અંકિત થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું પુ. મહાત્માને સાચી શ્રધ્ધાંજલિ આપવાનું સપનું સાકાર થઇ રહ્યું છે. રૂ. 110 કરોડથી વધુ ખર્ચે તૈયાર થયેલા સ્મારકમાં સત્યાગ્રહીઓ અને આઝાદીના જંગમાં ભાગીદાર થનારાઓની સ્મૃતિઓ જીવંત સ્વરૂપે જોવા મળશે.

પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી પ્રસંગે પ્રાયોજના વહીવટદારની કચેરી, વનવિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આરોગ્ય વિભાગ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ, પાણી પુરવઠા સહિતના વિવિધ વિભાગની કામગીરીને પ્રદર્શિત કરતા ટેબ્લોઝ તથા દેશભક્તિના ગીતોની ધૂન સાથેના વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ થયા હતાં. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો. એમ. ડી. મોડીયા તથા મહાનુભવોના હસ્‍તે જિલ્લાની સ્વચ્છ શાળાઓ, પોલીસ જવાનો, આરોગ્ય તથા 108નાં કર્મચારીઓનું તેમજ રમતવીરોનું પ્રમાણપત્ર આપીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા. જશુભાઇ નાયકે કર્યુ હતું. વડાપ્રધાન મોદી તા. 30 મી જાન્યુઆરીના રોજ ઐતિહાસિક દાંડી ખાતે રાષ્ટ્રીય નમક સ્મારકને રાષ્ટ્રને સમર્પિત કરશે. રૂ. 110 કરોડથી વધુ ખર્ચે તૈયાર થયેલા સ્મારકમાં સત્યાગ્રહીઓ અને આઝાદીના જંગમાં ભાગીદાર થનારાઓની સ્મૃતિઓ જીવંત સ્વરૂપે જોવા મળશે.

Image Source: GujaratMitra

લુન્સીકુઇમાં જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉજવાયું

Share Your Views In Comments Below