રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે 2018-19 સ્વામી વિવેકાનંદ હિલ્ડ-શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અગ્રવાલ કોલેજ ગ્રાઉન્ડ ઉપર યોજવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની 8 ટીમોએ ભાગ લઇ ફાઇનલ મેચ આશ્રમશાળા ભક્તાશ્રમ અને ટાટા બોઇઝ હાઇસ્કૂલ વચ્ચે રમાઇ હતી. જેમાં ભક્તાશ્રમ શાળા ચેમ્પિયન બની હતી.

ભક્તાશ્રમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 40 ઓવરમાં 6 વિકેટે 212 રન બનાવ્યા હતા. ટાટા બોઇઝની ટીમને અંતે 165 રનમાં ઓલ આઉટ કરી ભક્તાશ્રમ ચેમ્પિયન થઇ હતી. અંતે અગ્રવાલ સ્કૂલના પ્રિન્સીપાલ મીનાક્ષીબેન અગ્રવાલ, ટ્રસ્ટી મુકેશભાઇ અને સિનિયર કોચ રાજેશભાઇ માલવીના હસ્તે વિવિધ ટ્રોફી આપવામાં આવી હતી. ફાઇનલ મેચમાં આશ્રમશાળાનો કેપ્ટન મિસ્ત્રી મોહિત બેસ્ટ બોલર, મેન ઓફ ધી મેચ, ચૌધરી ઉત્સવ 82 રન, જ્યારે પટેલ ધ્રુવ ફાઇનલ મેચમાં 82 રન સાથે સમગ્ર મેચમાં 187 રન બનાવી બેસ્ટ બેટ્સબેન અને મેન ઓફ ધી સીરીઝનો એવોર્ડ અપાયો હતો. વિદ્યાર્થીઓને ટુર્નામેન્ટમાં વ્યાયામ શિક્ષક રઘુવીર ચૌધરીએ તાલીમ અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

હિલ્ડ-શિલ્ડ ટુર્નામેન્ટમાં ભક્તાશ્રમ ચેમ્પિયન

Share Your Views In Comments Below