સમગ્ર ગુજરાત રાજ્યમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મગુરૂઓની મદદ લઈને ગરીબ હિન્દુ લઈને ગરીબ હિન્દુ પ્રજાને પ્રલોભનો આપીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનું પ્રલોભન આપીને ધર્માંતરણ કરવાનું મોટુ ષડયંત્ર ચલાવી રહ્યાના આક્ષેપ સાથે આવા લોકો સામે પગલાં લેવા નવસારપી વિશ્વ હિન્દુ પરિષદે સોમવારે મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદન કલેકટરને સુપરત કર્યું હતું. ધર્માંતર બંધ થાય તેવા પગલાં માટે આદેશ કરવા અપીલ કરી હતી.

નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં ગરીબ હિન્દુ પ્રજાને પ્રલોભનો, ભય દેખાડીને ખ્રિસ્તી ધર્મ અંગીકર કરાવી રહ્યા બાબતે નસારી વિશ્વ હિન્દુ પરિષદ આક્રમક બનીને આ બાબતે ઘટતું કરવા અને ધર્માંતરણ રોકવા સોમવારે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું કે નવસારી જિલ્લાના 175-વિધાનસભા વિસ્તારમાં આવેલા ગણદેવા ગામે હજારથી વધુ લોકોએ હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે. ખ્રિસ્તી મશીનરીઓ દ્વારા હિન્દુ ધર્મની ભોળી-ગરીબ પ્રજાને વિવિધ પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવે છે. ઉપરાંત બિમારીના બહાના હેઠળ ગરીબ પ્રજાને ગેરમાર્ગે દોરી ધર્મપરિવર્તન કરાવી રહ્યા છે. વિવિધ ગેરમાન્યાઓમાં ફસાવીને ધર્માંતરણનું મોટુ ષડયંત્ર ચાલી રહ્યું છે. કેન્દ્ર, રાજ્યમાં હિન્દુત્વની વિચારધારાવાળી સરકાર છે ત્યારે હિંદુ ધર્મ લોકો અન્ય ધર્મમાં વળી રહ્યા છે તે ખેદજનક છે. આ બાબતે મુખ્યમંત્રીને આવેદન આપીને યોગ્ય સૂચનો આપીને આવી ધર્મપરિવર્તનની પ્રવૃત્તિ બંધ થાય તે માટે જણાવ્યું હતું.

ગણદેવાના હરિપુરા ખાતે 100થી વધુ પરિવારોએ ધર્મ પરિવર્તન કરી રહ્યાની ઘટના પ્રકાશમાં આવી
તાજેતરમાં ગણદેવાના હરિપુરા ખાતે 15થી વધુ હિન્દુ હળપતિ પરિવારો દ્વારા અન્ય ધર્મ પરિવર્તિત કર્યો હોય તેવા એક ઈસમનું મૃત્યુ થતા તેને દફનાવવા બાબતે હળપતિ આગેવાનો તથા ધર્મપરિવર્તન કરેલા ઈસમો વચ્ચે સંઘર્ષ થયો અને ખ્રિસ્તી ધર્મ અપનાવેલા લોકોએ મહોલ્લામાં પ્રવેશ ન કરવો તે અંગેના બોર્ડ લાગ્યા હતા ત્યારબાદ ધર્મ પરિવર્તનની ઘટના સામે આવી હતી.

આદિવાસીઓને ભોળવી પ્રલોભન અપાય છે
ખ્રિસ્તી બનેલા વ્યક્તિ બીજા ભોળા હળપતિ લોકોને ભોળવી પ્રલોભનો આપીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી રહ્યા છે. બીમાર વ્યક્તિને એવું ઠસાવે કે તમારા ભગવાન તમને સાજા નહીં કરી શકે માત્ર ઈશામસીહ જ સાજા કરવાનું જણાવતા ગરીબ લોકો ધર્મપરિવર્તન કરી લે છે. -અશ્વિન બારોટ, પ્રમુખ, નવસારી વિહિપ-બજરંગદળ

ધર્મ પરિવર્તન કરવાનારા સામે પગલાં લેવા માંગ

Share Your Views In Comments Below