રમતપ્રેમીઓએ પાલિકાના આ નિર્ણય સામે આક્રોશ ઠાલવ્યો છે. 'ખેલો ઈન્ડિયા'ની જોરશોરથી જાહેરાતો થઈ રહી છે. યુવાધન રમતમાં આગળ વધે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્યશીલ છે અને તેથી જ ખેલ મહાકુંભ જેવા મોટા આયોજન પણ થતા રહ્યા છે. નવસારીમાં રમત સાથે જ રમત રમાઈ રહી છે. શહેરનું એકમાત્ર લુન્સીકૂઈ મેદાનને પણ સત્તાધિશો છીનવી રહ્યા છે. આગામી દિવસોમાં પાલિકા સત્તાધિશો જો ગ્રાઉન્ડની અંદર સાઈડે 6 ફૂટ વોકવે બનાવવાનો નિર્ણય કર્યો છે. રૂ. 72 લાખનો ખર્ચ કરાશે. તે માટે પાલિકાની મંજૂરી મહોર પણ મારી દેવાઈ છે. શહેરમાં સમખાવા પૂરતું એકમાત્ર રમતગમતનું મેદાન છે. તેને પણ આ સત્તાધિશોની નજર લાગી છે પાલિકાના આ તઘલખી નિર્ણયનો રમત પ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને લેખિતમાં આ બાબતે ફેરવિચારણા કરવા તાકિદ કરી છે. લુન્સીકૂઈ મેદાનમાં આજે મંગળવારે વોકવે બનાવવાની તૈયારી શરૂ કરાતા રમતપ્રેમીઓ લાલધુમ થયા હતા.

શહેરના એકમાત્ર મેદાનનો વિકાસના નામે વિનાશનો કારસો
નવસારીમાં રમતગમતને પ્રોત્સાહન આપવાની જગ્યાએ પાલિકા દ્વારા એકમાત્ર લુન્સીકૂઈ મેદાનને ખેદાનમેદાન કરી તે માત્ર દેખાડા પૂરતું જ રહી જાય તેવો કારસો રચાયો હોય તેવું જણાઈ રહ્યું છે. મેદાનની અંદર 6 ફૂટ વોક વે બનાવવા તજવીજ કરાતા રમતપ્રેમીઓમાંં આક્રોશ છે. પાલિકા સત્તાધિશો રમત સાથે જ રમત રમી રહ્યા હોય તેમ મેદાનને નેસ્તનાબૂદ કરવા ઉપર હોય તેવો માહોલ ઉભો થઈ ગયો છે.

નગરપાલિકા પાસે વિકલ્પ છે જ
લુન્સીકૂઈ મેદાનની ફરતે સવારથી જ મોર્નિંગ વોક માટે શહેરીજનો આવે છે. ગ્રાઉન્ડમાં 6 ફૂટનો વોક વે બને તો ગ્રાઉન્ડ નાનુ થઈ જાય. ક્રિકેટ રમતા બાળકો આ સિમેન્ટના બનનારા વોકવે ઉપર પડે તો દુર્ઘટના થઈ શકે. હાલ સામે સરબતિયા તળાવની ફરતે વોકિંગ વે બનાવાયો છે વિકલ્પ છે તો લોકોને ત્યાં જવાની ફરજ પાડે અને લુન્સીકૂઈ મેદાનની ફરતે પગદંડીને વિસ્તારે તેવું સૂચન છે અને ખાણીપીણીની લારી ત્યાંથી હટાવી દેવી જોઈએ. -શૈલેષભાઈ પટેલ, સિનિયર સિટીઝન, લુન્સીકૂઈમાં જોગીંગ કરનાર

આ મેદાનને ડેવલપ કરવું જોઈએ નહીં કે તેનો નાશ કરવા તરફ પગલાં ભરવા જોઇએ
નવસારીમાં 400 મીટર ટ્રેક બને તેવું મેદાન નથી. નવસારીમાં એકમાત્ર મેદાન છે. રમતગમત માટે અહીં કોઈ વિકલ્પ નથી તો રમતપ્રેમીઓ માટે આ મેદાનને તો રાખવામાં આવે ! ક્રિકેટનું મેદાન આ વોકવેથી મટી જવાની શક્યતા છે ત્યારે અન્ય રમતો અહીં જ રમી શકાય અને જિલ્લા ઉપરાંત રાજ્યકક્ષાની વિવિધ રમતની સ્પર્ધા થઈ શકે તે રીતે આ મેદાનને ડેવલપ કરવું જોઈએ નહીં કે તેનો નાશ કરવા તરફ પગલાં ભરવા.   બોમી જાગીરદાર, રમતવીર, નવસારી

વોક વે બનાવવું દુ:ખદાયક છે
લુન્સીકૂઈ મેદાનની અંદર વોકવે બનાવવું દુ:ખદાયક છે. ભવિષ્યમાં આ વોક વે રમતપ્રેમી માટે નડતરરૂપ અકસ્માત સર્જનાર બની રહેશે. તેના કરતા મેદાનની ફરતે દરવાજા અને દિવાલો કોર્ડન કરીને જુદી જુદી રમતોના મેદાન બનાવી કોચિંગ કેમ્પનું આયોજન થાય અને શ્રેષ્ઠ ખેલાડીઓ તૈયાર થાય તે માટે એક્સપર્ટને બોલાવી શકાય, તે માટે અમો સજ્જ છે.  ડો. મયુર પટેલ, મંત્રી, નવસારી ડિસ્ટ્રિકટ સ્પોર્ટસ એસો.

વલસાડ નાનુ હોવા છતાં ક્રિકેટનું મેદાન છે
નવસારી શહેર કરતા વલસાડ વિસ્તાર અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ નાનુ છે છતાં ક્રિકેટ માટે સરસ મજાનું મેદાન છે, જેમાં રણજી ટ્રોફી મેચ પણ રમાય છે. જ્યારે નવસારી પાસે એકમાત્ર લુન્સીકૂઈ મેદાન છે છતાં તેમાં વોકવે બનાવવાની કાર્યવાહી કરાઈ રહી છે.

નવસારીમાં મેદાન સાથે રમત : લુન્સીકૂઇ ગ્રાઉન્ડમાં વોક વે તજવીજનો ભારે વિરોધ

Share Your Views In Comments Below