નવસારીમાં ગણદેવી રોડ ઉપર આવેલા સેન્ટ્રલ મોલમાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર ઉપર મધરાત્રિના સમયે એલસીબી પીઆઈ એસ.એફ. ગૌસ્વામીની ટીમ બાતમીના આધારે રેડ કરીને માસ્ટર માઈન્ટ સાથે 10 ઈસમોની અટક કરી હતી અને કુલ રૂ. 3.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ તપાસ એલસીબીએ હાથ ધરી છે. આ કોલ સેન્ટર ચલવાનાર પ્રણય બોરડે અગાઉ પણ આજ ગુનામાં પકડાયો હતો અને ફરી એજ ધંધો શરૂ કર્યો હતો.

નવસારી એલસીબીને બાતમી મળી હતી કે વિદ્યાકુંજ શાળાની સામે આવેલા સેન્ટ્રલ મોલના ત્રીજા માળે આવેલા પ્રોટોક ઈન્ફોટેક પ્રા.લિ. નામની ઓફિસમાં રાત્રિના સમયે પ્રણોય બોરડે તથા ડેનીસ સિંગ પાર્ટનરશીપમાં ટેલીકોલરોને નોકરી પર રાખી રિલેટેડ સ્ક્રિપ્ટ, સેલ્સ માર્કેટીંગ, સ્ક્રિપ્ટ, ડીસીસ ડાયરેકટર સ્ક્રીપ્ટ મેળવવા માટેના ગ્રાહકોના ડેટાબેઝ મેળવીને ફોનથી સંપર્ક કરી મનિગ્રામ મારફતે નાણાં ભરાવીને છેતરપિંડી કરી રહ્યાની બાતમી મળી હતી. મુખ્ય આરોપી પ્રણોય બોરડે તથા તેનો પાર્ટનર ડેનિસ સિંગ તથા સહઆરોપીઓમાં મેનેજર આદિત્ય ત્રિપાઠી, રેનિસ સમનાણી, પંકજ તિવારી, વિનય પારેખ, સિદ્ધેશ મહેતા, ઋત્વિજ પટેલ, એઝાઝ ખલીફા, કેતન પરમાર મળી 10 ઈસમોની પોલીસે અટક કરી હતી. પોલીસે કમ્પ્યૂટર નંગ 15 કિંમત રૂ. 1.50 લાખ, લેપટોપ નંગ 2 કિંમત રૂ. 50 હજાર, રાઉટર નંગ 2, પ્રિન્ટર-1 તથા 10 મોબાઈલ, રોકડા રૂ. 17,330, 14 નંગ ખુરશીઓ ઉપરાંત વિવિધ સ્ક્રિપ્ટ, એપોઈન્ટમેટ લેટર મળી કુલ રૂ. 3,84,280નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ગ્રાહકોની અંગત માહિતી માંગી ન શકાય પરંતુ તેનો ઉપયોગ કરી ભારત સરકારના બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગનું સર્ટી. રજૂ નહીં કરી ગુનો કર્યો હોય નવસારી ટાઉન પોલીસમાં છેતરપિંડી, આઈટી તથા ટેલિગ્રાફની કલમ હેઠળ ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું હતું. નવસારીના છાપરા રોડ ખાતે આવેલા ઓમ રેસિડેન્સી સોસાયટીના મકાન નં. 25-26માં 4 ઓગસ્ટ 2017માં રેડ કરતા ગેરકાયદે ચાલતી મની લોન્ડરીંગ કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. જેમાં મુખ્ય આરોપી પ્રણોય બોરડે (મૂળ મહારાષ્ટ્ર, હાલ. વિજલપોર)ની અટક કરી હતી. તેઓ પીનેકલ બીપીઓની આડમાં 7 વર્ષથી કોલ સેન્ટર ચલાવતા હતા. તેની પૂછપરછ કરવાથી પોલીસે બીજા કોલ સેન્ટર ચલાવનારા ફિરોઝ બંગડીવાળા, તેજસ કુહાડીયા, રાગેશ નાયકની અટક તે વખતે કરી હતી.

કોલ સેન્ટરમાં કામ કરતા યુવકોના સ્વજનો દોડ્યા
નવસારીમાં બોગસ કોલ સેન્ટરમાં કામ કરી રહેલા 8 યુવકો જે કોલર તરીકે રૂ. 8 હજારના માસિકની નોકરી કરતા હતા. તેમની પોલીસે રંગેહાથે કોલિંગ કરતા ઝડપી લીધા હતા. રાત્રિના સમયે પકડાઈ ગયેલા યુવકોના વાલીઓને ખબર પડતા સવારે એલસીબી કચેરીએ દોડી આવ્યા હતા અને જણાવ્યું કે કોલ સેન્ટરના સંચાલકોએ પોતાનું કોલ સેન્ટર લિગલ છે અને તેમને એપોઈન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા. જેથી વિશ્વાસમાં લઈ તેમના પુત્રો કામ કરતા હતા. તેઓએ ઉચ્ચ અધિકારી સમક્ષ પોતાના સંતાનોને ફસાવ્યાની ફરિયાદ કરીશું તેમ પણ જણાવ્યું હતું.

કેવી રીતે ઓનલાઈન છેતરપિંડી કરાતી હતી
બોગસ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવવા માટે ભેજાબાજો પ્રણોય બોરડે અને ડેનીસ સિંગની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો કરતા પોલીસે જણાવ્યું હતું કે કમ્પ્યૂટરોમાં લિંકડ ઈન એકાઉન્ટ ઓપરેટ કરવા માટે આઈપી વેનિસ નામનું કમ્પ્યૂટર સોફટવેરની મદદથી ઈન્ડિયાનું આઈપી એડ્રેસ બદલીને યુએસએનું આઈપી એડ્રેસ રાખી તેનો ઉપયોગ કરીને એક વેબસાઈટ પરથી બીડીંગ (બોલી) લગાવીને ફાયનાન્સ, હાઉસ લોન, મિલકત વેચાણ, ગ્રાહકોની જે કંપની સાથે પ્રોજેકટના કરાર થયેલા હોય તેની વિગતો મેળવીને નોકરી પર રાખેલા ટેલીકોલરો ગ્રાહકોને ફોન કરતા હતા. જો કોઈ ગ્રાહક સહમતિ દર્શાવે તો તેના ડેટા તેમજ બેંક એકાઉન્ટની માહિતી મેળવી કામ આપનાર કંપની કે માણસને આપતા તે ગ્રાહકની રૂબરૂ મુલાકાત લઈ તેની પાસેથી પૈસા મેળવી ડીલ કલોઝ થયેથી કમિશન મેળવી લઈને ગ્રાહકોની અંગત માહિતીનો ઉપયોગ કરી છેતરપિંડી કરાતી હતી.

પ્રણોય બોરડે હાઈકોર્ટમાંથી જામીન મેળવી ફરી કોલ સેન્ટર શરૂ કર્યું હતું
2017માં એસઓજીએ પીનેકલ બીપીઓ ચલાવનારા પ્રણોય બોરડેની અટક કરી હતી. બોરડેએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન લઈને છેલ્લા 6 માસ પહેલા છૂટ્યો હતો અને સેન્ટ્રલ મોલમાં પ્રોટોક ઈન્ફોટેક પ્રા.લિ. નામનું કોલ સેન્ટર શરૂ કર્યું હતું અને પોલીસે આજે ઝડપી લીધો હતો.

નવસારીમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવનાર ફરી પકડાયો, 10ની અટક

Share Your Views In Comments Below