નવસારીના જલાલપોર ખાતે વસેલા મૂળ અમરેલીના સુવાગીયા પરિવાર પુત્રની જાન લઈને અમરેલી ગયા હતા. બસમાં પરત નવસારી આવ્યા પણ લગ્નની ખુશીમાં રોકડ દાગીના ભરેલું પાકીટ ભુલી ગયા હતા. સવારે બસ માલિકને ફોન કર્યો તેણે ડ્રાઈવરને જાણ કરતા બસમાં મુકેલા 8થી 9 લાખના દાગીના-રોકડનું પાકીટ હેમખેમ તેમના સગાસંબંધીઓને પહોંચાડ્યું હતું. પુરસ્કાર આપવા જતા સામાન્ય પરિવારના ડ્રાઈવરે રોકડ નહીં આશિર્વાદ આપો તેમ જણાવી પ્રમાણિકતા આજના યુગમાં જીવે છે તે સાબિત કરી આપ્યું હતું.

નવસારીના જલાલપોરના ગૌરીશંકર મહોલ્લા ખાતે રહેતા ઘનશ્યામ ગોવિંદ સુવાગીયા (મૂળ ચાંદગઢ, જિ. અમરેલી)ના પુત્ર દર્શનના લગ્ન અમરેલીના વાંઝીયા ગામે નક્કી થયા હોય ત્યાં જાન લઈને ગયા હતા. લગ્ન લેવાયા ખુશીઓ વહેંચાઈ અને અમરેલી-સુરત ખાતે ચાલતી શ્રી સ્વસ્તિક ટ્રાવેલ્સની બસમાં જાનૈયાઓ પરત નવસારી આવ્યા હતા.

લગ્નબાદ સુવાગીયા પરિવારની વહુના કન્યાદાનના દાગીના-રોકડ રકમનું પાકીટ તેમની બેઠક નીચે જ મુક્યું હતું તે લેવાનું ભુલી ગયા હતા. સવારે તેમને ખબર પડતા તુરંત જાન જે બસમાં ગઇ હતી તે સ્વસ્તિક ટ્રાવેલ્સની ઓફિસે ફોન કર્યો હતો.

ટ્રાવેલ્સના માલિક દિપુભાઈ માણેકે બસના ડ્રાઈવર અશોકભાઈ વાળંદનો સંપર્ક કર્યો હતો. સદભાગ્ય બસ સુરત ખાતે જ રાત્રિ રોકાણ કરતા ડ્રાઈવર અશોકભાઈએ બસમાં શોધખોળ કરી હતી અને સીટ નીચેથી આ પાકીટ મળી આવ્યું હતું. આ અંગેની જાણ સુવાગીયા પરિવારને કરી હતી. તેમણે સુરત ખાતે રહેતા તેમના સગાસંબંધીઓને આ પાકીટ લેવા મોકલ્યા અને દાગીના રોકડ રકમ મળી ગયાની ખાતરી કરી પાકિટમાં ક્યાંય ઓછુ ન હતું. જેની જાણ નવસારી પરત આવેલા સુવાગીયા પરિવારને થતા ગમગીનીનું વાતાવરણ ઉલ્લાસમાં ફેરવાયું હતું. સામાન્ય વાળંદ પરિવારના પ્રમાણિક ડ્રાઈવર એવા અશોકભાઈને રૂ. 2 હજારનો રોકડ પુરસ્કાર આપવા જણાવ્યું પરંતુ અશોકભાઈએ તે ન સ્વીકારી કહ્યું કે મને જીવનમાં સદકાર્યો થતા રહે એવા આશિર્વાદ શુભેચ્છા આપો અને તેમ કહીં પુન: ફરજ પર ચડી ગયા હતા. તેમણે આજના યુગમાં પ્રમાણિકતા જીવે છે તે સાબિત કરી આપ્યું હતું. પ્રમાણિકતાની આ ઘટનાએ આખા સમાજમાં અજવાળુ પાથર્યું સાથે જાનૈયાઓમાં પણ ફરી ખુશી ફેલાઇ ગઇ હતી.

કન્યાદાનનું 9 લાખના દાગીનાનું પર્સ બસમાં ભુલાયું, બસ ડ્રાઈવરે શોધી પરત કર્યું

Share Your Views In Comments Below