નવસારી શહેરમાં એક લેક ફ્રન્ટ અગાઉ તૈયાર થયું, બે પૂર્ણ થવાના આરે છે અને હવે ચોથું લેક ફ્રન્ટ બનાવવાનું આયોજન કરાતા નાના શહેરમાં ચાર-ચાર લેક ફ્રન્ટ બનતા શહેર ‘લેક ફ્રન્ટ સિટી’ બની જશે. આ ચારેય લેક ફ્રન્ટ શહેરના ત્રણેય વિભાગો પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભાગને કવર કરશે!

નવસારી શહેરમાં અનેક તળાવો આવેલા છે, જેમાં બે તળાવ પાણી પુરવઠા યોજનામાં વપરાયેલા છે. જોકે, ભૂતકાળમાં આ તળાવોની આસપાસ ખાસ સુવિધાઓ ઉભી કરાઇ ન હતી. સૌપ્રથમ વખત શહેરની મધ્યે આવેલા દુધિયાતળાવની આસપાસ સુવિધાઓ ઉભી કરી લેક ફ્રન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત એકાદ વર્ષ અગાઉ આ પ્રથમ લેક ફ્રન્ટ તૈયાર થઇ શહેરીજનોને સમર્પિત કરાયો હતો. આ લેકફ્રન્ટનો મોટી સંખ્યામાં લોકો લાભ લે છે. ત્યારબાદ લુન્સીકુઇ નજીકના સરબતિયા તળાવ અને જલાલપોરના થાણા તળાવ ફરતે પણ લેક ફ્રન્ટની કામગીરી હાથ ધરાઇ, જે લગભગ પૂર્ણતાને આરે છે.

જ્યાં ત્રણ લેકફ્રન્ટ બની ગયા છે ત્યાં હવે ચોથો લેક ફ્રન્ટ શહેરમાં ટાટા હોલને લગોલગ આવેલ ‘ટાટા તળાવ’ બનાવવાનું પણ આયોજન પાલિકાએ કર્યુ છે. આ આખોય લેકફ્રન્ટ રાઉન્ડ (ગોળાકાર) હોવાની જાણકારી મળી છે તથા તેનો ખર્ચનો અંદાજ હાલ 1.84 કરોડ રૂપિયાનો મુકવામાં આવ્યો છે. આમ મહાનગરોની તુલનામાં નાના કહેવાતા નવસારી જેવા શહેરમાં ચાર-ચાર લેકફ્રન્ટ બનતા શહેર 'લેકફ્રન્ટ સીટી' બની જશે એમ કહીએ તો ખોટું નથી. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આ ચારેય લેકફ્રન્ટ શહેરના અલગ-અલગ ભાગમાં છે એક પૂર્વ, એક પશ્ચિમ અને બે લેકફ્રન્ટ મધ્ય વિભાગમાં થશે. જેથી ચારેકાર રહેતા શહેરીજનોને નજીકમાં લેકફ્રન્ટનો લાભ મળશે.

લેકફ્રન્ટમાં મળશે આ સુવિધાઓ
 • તળાવની ફરતે વોક-વે ઉપર ચાલી શકાય છે. (તમામ તળાવ) 
 • તળાવના નૈસર્ગિક વાતાવરણ નજીક બેસી સમય ગાળી શકાય છે. (તમામ તળાવ) 
 • લેકફ્રન્ટમાં કસરત કરી શકાય છે. (દુધિયા તળાવ) 
 • સીનીયર સીટીઝનના પાર્કમાં વૃધ્ધોની અલગ વ્યવસ્થા (દુધિયા તળાવ) 
 • આકર્ષક પેન્ટીંગની જગ્યાએ 'સેલ્ફી પોઇન્ટ' (સરબતિયા તળાવ) 
 • નાના મનોરંજક કાર્યક્રમ માટે મીની ઓપન થિયેટર. (દુધિયા તળાવ)  

અલીફનગર તળાવ ફરતે પણ બનાવાશે 
નવસારીમાં આમ તો ચાર તળાવો ફરતે ચાર લેકફ્રન્ટ બની જશે. શહેરનો જે હાલનાં સમયમાં વિકસીત થયેલ વિસ્તાર છે એ પૂર્વ શાંતિવન વગેરે વિસ્તાર નજીક પણ ‘અલીફ તળાવ’ છે. આ તળાવનો થોડાં વર્ષ અગાઉ વિકાસ કરાયો હતો પરંતુ માવજત ન થતાં પડતર છે. પાલિકા શું આ અલીફનગર તળાવ ફરતે પણ ‘લેક ફ્રન્ટ’ બનાવવાનું વિચારશે.

મનોરંજન સાથે જળ સંચયનો હેતુ સિદ્ધ થશે
લેકફ્રન્ટ બનાવવાનો ઉદ્દેશ શહેરીજનો સારા સ્થળે હરી ફરી શકે, આનંદની પળો વિતાવી શકે એ તો છે જ સાથે તળાવ ડેવલપ થવાથી ‘જળ સંચય’ નો ઉદ્દેશ પણ પૂરો પાડી શકાય છે. પ્રેમચંદ લાલવાણી ચેરમેન, એક્ઝી, કમિટી, નવસારી પાલિકા

ચાર લેકફ્રન્ટનો અંદાજિત ખર્ચ 
 • 2.37 કરોડ - દુધિયાતળાવ લેકફ્રન્ટ 
 • 1.50 કરોડ - થાણા તળાવ લેકફ્રન્ટ 
 • 1.50 કરોડ - સરબતિયા તળાવ લેકફ્રન્ટ 
 • 1.84 કરોડ - ટાટા તળાવ લેકફ્રન્ટ 

નવસારી હવે બની રહ્યું છે ‘લેક ફ્રન્ટ સિટી’ ત્રણ લેકફ્રન્ટ તૈયાર અને ચોથાનું આયોજન

Share Your Views In Comments Below