નવસારીનાં રેલવે સ્ટેશન ઉપર આવ-જા કરતાં મુસાફરોની વિવિધ તકલીફો લીફ્ટનાં કામ પૂર્ણ થાય તેમજ અગત્યની ટ્રેનોનાં સ્ટોપેજ મળે તે માટે નવસારી રેલવે કમીટીનાં સભ્યો દ્વારા વેસ્ટર્ન રેલવેનાં જી.એમ એ.કે.ગુપ્તાને રજૂઆત કરી હતી.

રેલવે કમીટીનાં સદસ્યોએ સ્ટેશન પર મુસાફરોને પડતી તકલીફોની રજૂઆત કરી હતી. જેમાં ચેમ્બર ઓફ કોમર્સનાં રેલવે કમીટી કન્વીનર અને ડી.આર.યુ.સી.સી નાં મેમ્બર સંજય શાહ તથા ટીમે રજૂઆત કરી હતી. જેમાં મુખ્યત્વે નવા રેલવે સ્ટેશને ફુટ ઓવરબ્રીજથી પ્લેટ ફોર્મ નં.1 અને 2 ઉપર જવા આવવા માટેનાં સ્લોપની ઉંચાઇ વધુ હોવાને કારણે અને ટાઇલ્સ લીસી હોય મુસાફરો સ્લીપ થઇ રહ્યા છે, જેનાં માટે તુરંત ઘટતું કરવા રજૂઆત કરી હતી. નવી લીફ્ટનું કામ વહેલી તકે પૂર્ણ થાય ઉપરાંત નવસારી સ્ટેશને અગત્યની ટ્રેનોનાં સ્ટોપેજમાં બાંદ્રા-જયપુર એક્ષપ્રેસ, બાંદ્રા-ઉદયપુર અજમેર એક્ષપ્રેસ ઉપરાંત અન્ય ટ્રેનોનાં સ્ટોપેજ મળે તે માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી.

એન્ટીસ્લીપ ટાઇલ્સ તાત્કાલિક લગાવો
નવા ફુટ ઓવર ઉપર સ્લોપની ઉંચાઇ વધી છે. જેના કારણે આ લપસી શકાય તેવી ટાઇલ્સને દૂર કરીને એન્ટીસ્લીપ ટાઇલ્સ તાત્કાલિક લગાવો જેથી સ્લીપ થઇને ઇજા થવાનાં બનાવોમાં ઘટાડો થાય. ઉપરાંત લીફ્ટ બનાવવાનું કામ એક મહિનાની અંદર પૂર્ણ થાય. સંજય શાહ, મેમ્બર-D.R.U.C.C-રેલવે કમીટી કન્વીનર, નવસારી

ફૂટ બ્રિજનો સ્લોપ ઊંચો, સ્લીપ થવાનાં બનાવો

Share Your Views In Comments Below