નવસારીમાં ગણેશ સીસોદ્રા જીઆઇડીસીમાં પ્લોટ નં.170 માં અરીહંત ફુડ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં ખાદ્ય સામગ્રીમાં વપરાતા મસાલામાં ભેળસેળ કરાતી હોવાની રેકેટ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડી રૂ.16,20,365/- નો મુદ્દામાલ કબજે કરી ડુપ્લીકેટ મસાલો બનાવતા 2 ને ઝડપી લીધા હતાં. પોલીસે આ પ્રકરણમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી તપાસ હાથ ધરી છે. આ જથ્થો સિઝ કરાયો છે.

નવસારીમાં લોકલ ક્રાઇમ બ્રાંચના હે.કો.નિલેશભાઇ જયસિંગ અને કોન્સટેબલ નિમેષ કાંતીલાલને બાતમી મળી હતી કે નવસારીના ગણેશ સીસોદ્રા જીઆઇડીસીમાં પ્લોટ નં.170 માં આવેલા અરીહંત ફુડ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં મસાલામાં ભેળસેળ કરાઇ રહી છે. ભેળસેળવાળા મસાલાનો જથ્થો વલસાડ, વાપી, સેલવાસ, દાદરનગર અને હવેલી ખાતે અલગ અલગ દુકાનોમાં વેચાણ કરે છે. આ બાતમીના આધારે એલસીબી પીઆઇ એસ.એફ.ગોસ્વામી તથા તેમની ટીમે ઘટનાસ્થળે રાત્રે રેડ કરી હતી. એ દરમિયાન ત્યાં હાજર દિનેશકુમાર ઇશ્વરલાલ ગજ્જર (ઉ.વ.35,રહે.ઓમકાર સોસાયટી બી.5-સીટી ગાર્ડન મંકોડિયા, વિજલપોર, (મૂળ. બનાસકાંઠા) તથા પંકજકુમાર કાંતિલાલ શાહ (ઉ.વ.25), રહે.કિનારા એપાર્ટમેન્ટ, નવસારી (મૂળ. પ્રા.શાળાની બાજુમાં-તા.જી.બનાસકાંઠા) ની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી રૂ.16,20,365 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ એક ગુનો નોંધાય તેવી શક્યતા
અરિહંત ફુડ પ્રોડક્ટ્સનાં સંચાલકો દ્વારા નંદુરબાર સ્થિત અર્થ નામની પ્રોડક્ટનું લેબલ લગાવી વેચાણ કરતા હતાં. જેને લઇ આગામી દિવસોમાં નંદુરબારનાં અર્થ પ્રોડક્ટનાં સંચાલકો દ્વારા છેતરપીંડી કે કોપીરાઇટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ તેવી શક્યતા છે.

ધાણા પાવડરમાં ધાણાનાં છોડની દંડી મળી આવી
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે અરિહંત ફુડ પ્રોડક્ટ્સમાં તપાસ કરતા ધાણા પાવડરના પેકેટમાંથી ધાણાનાં છોડની દંડીઓ મળી આવી હતી. જેની ફુડ વિભાગે નોંધ લીધી હતી.આ ઉપરાંત મરચું અને હળદરમાં પણ ચકાસણી કરાઇ હતી. જોક તેમાં ખાદ્ય સામગ્રી જ મીક્ષ કરાઇ હોવાનું માલૂમ પડ્યું હતું.

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 6 સેમ્પલ લીધા
એલસીબીની રેડ બાદ વધુ તપાસ માટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લીધી હતી. ટીમે મરચું પાવડર, ધાણા પાવડર, હળદર, ગરમ મસાલાના સેમ્પલો મેળવ્યા હતાં. જેનું પૃથ્થકરણ કરાશે. - એ. જી. પટેલ, ફુડ અધિકારી

નવસારી જીઆઇડીસીમાંથી મસાલામાં ભેળસેળનું રેકેટ ઝડપાયું, 2 ની ધરપકડ

Share Your Views In Comments Below