પગારની વિસંગતા સહિતની કેટલીક માંગણીઓ સરકારે ન સ્વીકારતા નવસારી જિલ્લાનાં અંદાજિત 650 આરોગ્ય કર્મીઓ આજે 15મીથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર જતાં આરોગ્ય સેવા અસરગ્રસ્ત થઇ હતી.

પગારની વિસંગતતા સહિતની કેટલીક માંગણીઓનાં સમર્થનમાં રાજ્યકક્ષાએથી મળેલ આદેશ અંતર્ગત નવસારી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યુ છે. જે અંતર્ગત ગત 6 ફેબ્રુઆરીએ ‘માસ સીએલ’ નો કાર્યક્રમ આપ્યો હતો. જોકે સરકારે તેમની માંગ ન સ્વીકારતા આજે 15 મીથી અચોક્કસ મુદતની મુદતની હડતાળ શરૂ કરી છે. આ હડતાળમાં જિલ્લાનાં અંદાજે 650 આરોગ્યકર્મી જોડાયા છે.

હડતાળના પ્રથમ દિવસે આજે 15 મીએ જિલ્લા પંચાયત કચેરી નજીક આરોગ્યકર્મીઓ ભેગા થયા હતાં. શહીદો માટે મૌન પાળી માંગના સમર્થનમાં દેખાવ કર્યા હતાં. મોટી સંખ્યામાં કર્મચારીઓ એક સાથે હડતાળ ઉપર જતા જિલ્લાની આરોગ્ય સેવાને અસર થઇ હતી. ગામડાંમાં ઘરે ઘરે જઇ થતી સર્વેલન્સની કામગીરી, રસીકરણ સહિતની કામગીરી ઉપર મોટી અસર પડી હતી. આરોગ્ય કેન્દ્રો ઉપર પણ કેટલાય કર્મચારીઓની ગેરહાજરીથી અસર થઇ હતી.

સરકારે આજદિન સુધી ઉદાસીનતા દાખવી
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરનાં નેજા હેઠળ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનાં આરોગ્ય કર્મચારી મંડળનાં કર્મીઓ દ્વારા તેઓની વિવિધ પડતર માંગણીનાં સંદર્ભે સરકારે આજદીન સુધી ઉદાસીનતા દાખવતા આજરોજ 15.2.2019 નાં શુક્રવારથી તેઓ અચોક્કસ મુદતની હડતાળ ઉતરી ગયા છે. જેમાં આ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયેલ ડાંગ આરોગ્ય મંડળનાં કર્મીઓએ ગતરોજ પૂલવામાં આંતકીઓનાં હુમલામાં દેશ માટે બલિદાન આપનાર 44 શહીદો માટે ડાંગ ધારાસભ્ય મંગળભાઇ ગાવીતની ઉપસ્થિતિમાં બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

નવસારી જિલ્લામાં આરોગ્ય કર્મીઓની અચોક્કસ મુદતની હડતાળ, દર્દીઓનો મરો

Share Your Views In Comments Below