દાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલમાં પ્રવાસીઓ આવવાનો ધસારો યથાવત રહ્યો છે. શરૂઆતમાં મોટે ભાગે સ્થાનિક દક્ષિણ ગુજરાતના લોકો જ વધુ આવતા હવે દૂરનાં શહેરોમાંથી પણ આવતા પ્રવાસીઓ ક્રમશ: વધી રહ્યાં છે.

મહાત્મા ગાંધીએ 1930માં અંગ્રેજો વિરૂધ્ધ કરેલ ‘મીઠા સત્યાગ્રહ’થી પ્રસિધ્ધ થયેલ અહીંના ઐતિહાસિક દાંડી ખાતે વરસો બાદ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ 30મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતું. 30મીએ લોકાર્પણ થયાનાં બીજા જ દિવસેથી પ્રવાસીઓ મેમોરિયલ જોવા આવતા શરૂ થયા હતાં.

શરૂઆતના દિવસોમાં દાંડી મેમોરિયલ જોવા આવનારા પ્રવાસીઓમાં સ્થાનિક દક્ષિણ ગુજરાતનાં જ મોટે ભાગના હતાં.જેમાં નવસારી ઉપરાંત વલસાડ, બીલીમોરા, સુરત વગેરેનો સમાવેશ થાય છે. જોકે છેલ્લાં કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતની બહારના કર્મચારીઓની સંખ્યા પણ વધી રહી છે. આ બહાર ગામના પ્રવાસીઓમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મુંબઇ વગેરે શહેરના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.

અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા સોમથી શનિવાર 4થી 7 હજારની વચ્ચે રહે છે પરંતુ રવિવારે જાહેર રજાના દિવસો પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થાય છે. મેમોરિયલનું લોકાર્પણ થયાને આજે 17 મીએ ત્રીજો રવિવાર હતો. આ ત્રીજા રવિવારે પણ પ્રવાસીઓ લગભગ આખો દિવસ ભરચક આવતા રહ્યા હતા. સતત ત્રીજા રવિવારે 20 હજારથી વધુ પ્રવાસી આવ્યાની અંદાજ છે. 

સ્ટેચ્યુ સાથે દાંડીની ચેઇન બનાવાશે?
છેલ્લાં કેટલાક મહિનાઓમાં ગુજરાતમાં બે મહત્વના ટુરીસ્ટ મથકો ઊભાં થયાં છે. એક છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા બીજુ દાંડી મેમોરિયલ છે. દાંડી મેમોરિયલના લોકાર્પણના દિવસોમાં દાંડીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસી મથક સાથે જોડવાની વાત કરાઇ હતી. જો આમ થાય તો દાંડીમાં પ્રવાસી હજુ વધી શકે છે.

રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાએથી પબ્લિસિટી કરાશે?
દાંડી તો ઐતિહાસિક સ્થળ તરીકે વર્ષોથી જાણીતું છે પરંતુ તેની પબ્લિસિટી પ્રવાસી મથકની રીતે પૂરતી કરાઇ ન હતી. જેને લઇને હાલ સુધી અહીં મોટા ભાગના દ.ગુજરાતનાં જ લોકો વધુ આવતા રહ્યાં છે. શું હવે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએથી ટુરીસ્ટ પ્લેસ તરીકે પબ્લિસિટી કરાશે? જોકે, તે માટે અહીં હજુ કેટલીક આનુષંગિક સુવિધા વધારવી પણ જરૂરી છે.

દૂરના પ્રવાસીઓ પણ આવે છે 
દાંડી મેમોરિયલમાં આજે સતત ત્રીજા રવિવારે હજારો પ્રવાસીઓ આવ્યા હતાં. મેમોરિયલમાં શરૂઆતના દિવસોમાં સ્થાનિકો જ મોટા ભાગના હતાં. છેલ્લાં કેટલાક દિવસોથી હવે દૂરના વિસ્તારોમાંથી પણ પ્રવાસીઓ આવતા થયા છે.

દાંડીમાં સતત ત્રીજા રવિવારે 20 હજારથી વધુ પ્રવાસી ઉમટ્યા

Share Your Views In Comments Below