14 March 2019

ગુરૂહરિના દર્શનથી હરિભક્તો હિલોળે ચડ્યા


બ્રહ્મસ્વરૂ પ. પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુયાયી સંત શિરોમણી પ્રગટ ગુરૂહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પૂ. મહંતસ્વામી મહારાજ મંગળવારે રાત્રે 7.40 કલાકે નવસારી આવી પહોંચતા સંતવૃંદ અને હરિભક્ત ભાઈઓ-બહેનો બાળકો આનંદના હિલોળે ચડ્યા હતા.

પૂ. મહંતસ્વામી પધારતા નવસારી મંદિરના મહંત પૂ. આચાર્યસ્વામી પણ ભાવવિભોર બની નાચી ઉઠયા હતા. પૂ. આચાર્યસ્વામી, પૂ. પુરૂષોત્તમચરણ સ્વામી, પૂ. ડો. પૂર્ણકામસ્વામી તથા પૂ. આત્મસ્વરૂપ સ્વામીએ પૂ. મહંત સ્વામીને પુષ્પમાળા અર્પણ કરી અભિવાદન કર્યું હતું. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે પ્રથમ ભગવાન સ્વામિનારાયણની આરતી ઉતારી હતી. સૌ હરિભક્તોએ આરતીમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. પૂ. મહંતસ્વામીએ દીપ પ્રગટાવીને તથા સાહિત્ય ઉપર પુષ્પ વર્ષાવી અક્ષરપત્રિકાની પ્રસ્તુતિ કરાવી હતી.

નિજનિવાસે પધારતા પૂ. મહંતસ્વામીએ નવનિર્મિત સંત આશ્રમનું રિબિનની ગાંઠ છોડીને તથા પુષ્પો છાંટીને ઉદઘાટન કર્યું હતું. શ્રીજી મહારાજની પરાવાણીના ગ્રંથ વચનામૃતનું દ્વિશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે તેમ જણાવી પૂ. કૃષ્ણપ્રિયદાસસ્વામીએ ભગવાન અને સંતની સેવા કરનારાના જીવનમાં સુખ-શાંતિ છવાય જાય છે તેમ કહ્યું હતું.

નવસારી મંદિરના કોઠારી પૂ. પૂર્ણકામ સ્વામીએ નિર્માણાધીન નૂતન મંદિરના બાંધકામ અંગે વિગતવાર વાતો કરી હતી. તેમણે અક્ષરપત્રિકા દ્વારા જનસંપર્ક કેવી રીતે કરવો અને સત્સંગનો વ્યાપ, પ્રસાર-પ્રચાર વધારવા શું શું કરવું જોઈએ તેની વિગતવાર સમજ આપી હતી.