વિજલપોર પાલિકામાં ઘરવેરો, લાઈટવેરો, પાણીવેરો, સફાઈ વેરો, ગટરવેરો અને શિક્ષણ ઉપકર મળી કુલ ચાલુ વર્ષનું વેરામાંગણુ 2.68 કરોડ જેટલુ છે અને પાછલી બાકી રૂ. 1.84 કરોડ મળી કુલ માંગણું 4.52 કરોડ રૂપિયાનું છે. શહેરમાં અંદાજે 25700 જેટલા મિલકતધારકો છે. જેમાં રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક તમામ પ્રકારના મિલકતધારકોનો સમાવેશ થાય છે. આ મિલકતધારકો પૈકી કુલ 4.52 કરોડ રૂપિયાના માંગણા થકી 2.33 કરોડ રૂપિયાની જ વસૂલાત 15 માર્ચ સુધીમાં જમા થઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો કુલ માગણા સામે 51.54 ટકાની જ વસૂલાત જમા થઈ છે.

રાજ્યમાં મોખરાનું સ્થાન પણ મેળવ્યું હતું
વિજલપોર પાલિકાનો વેરાનો ટ્રેકરેકર્ડ કાયમ ખરાબ રહ્યો નથી. આજથી ચારેક વર્ષ અગાઉ જ્યારે પાલિકામાં સીઓ તરીકે વિજય પરીખ હતા ત્યારે આજે પાલિકાએ 90 ટકાથી વધુ વેરા વસૂલાત કરી સમગ્ર રાજ્યની ‘બ’ વર્ગની પાલિકામાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું.

આ છે કારણો | દર વર્ષ કરતાં ઓછી વસૂલાત પાછળ આ વખતે નવું શું
 • નપાલિકાનું તંત્ર વેરો ભરાવવા બાબતે લોકજાગૃતિ કેળવવામાં સદંતર નિષ્ફળ નિવડ્યું. 
 • અન્ય પાલિકાઓમાં વેરા વસૂલાત માટે રીતસરની ઝૂંબેશો ચલાવવામાં આવે છે, જે વિજલપોરમાં અદૃશ્ય 
 • જાગૃત કેળવવાની તો દૂર વેરા ન ભરનારા લોકો સામે કોઈ પણ જાતની કડકાઈ દાખવવાનો પ્રયાસ પણ ન કરાયો 
 • નગરપાલિકાના વેરા ખાતામાં માંડ 25 ટકા જ સ્ટાફ છે જે દિશામાં સત્તાધિશોએ કોઈ જ કામગીરી કરી નથી. 
 • શહેરના મહત્તમ રહેવાસીઓ કામદાર વર્ગના છે અને હાલમાં ઔદ્યોગિક મંદીને કારણે આર્થિક મુશ્કેલીમાં છે. 
 • આકારણી તો કરી દેવામાં આવી છે પરંતુ વેચાયેલા નહીં હોય તેવા ઘણાં ફલેટનો વેરો ભરવામાં આવ્યો નથી. 

કરોડોની ગ્રાંટ મળે છે તેથી બેદરકારી?
વિજલપોર પાલિકામાં સતત બીજા વર્ષે વેરાની વસૂલાત ખુબ જ નબળી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે, કરોડો રૂપિયાની ગ્રાંટ સરકારમાંથી આવે છે તે પણ પૂરતી વપરાતી નથી, જેથી મુદ્દો એ છે કે શું પાલિકાનું ધ્યાન વેરા વસૂલાત તરફ નથી ? જોકે સ્વભંડોળની મુખ્ય આવક પણ વેરો જ છે એ ભૂલવું ન જોઈએ.

ગત વર્ષે પણ 53 ટકા જ વસૂલાત કરાઈ હતી
પાલિકાની ગત 2017-18ના વર્ષની વસૂલાત પણ ખુબ ઓછી 53 ટકા જ થઈ હતી. જોકે, ગત વર્ષે પાલિકાની સામાન્ય ચૂંટણી હોઈ મહત્તમ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં ઘણો સમય રહ્યો હોઈ ઓછી વસૂલાત થયાનું જણાવાયું હતું.

પાલિકા તંત્ર નીતિ બદલે તે આવશ્યક છે 
છેલ્લા ત્રણ વર્ષથી નગરપાલિકા વેરા વસૂલાતમાં ઢીલી નીત અપનાવી રહી છે. કારણ એ આપવામાં આવે છે કે શહેરમાં જગ્યા ન હોવાથી આવકની ફીકર નથી. પાલિકા આ નીતિ બદલે તે જરૂરી છે. એક જાગૃત નાગરિક

તમામ બાકીદારોના નળ-પાણીના જોડાણો કપાશે
શહેરમાં વેરો નહીં ભરનારા તમામ બાકીદારોને ઘરે ઘરે ફરીને વેરાની નોટિસ આપવા આવશે. ત્યાર બાદ પણ જેનો વેરો બાકી હશે તેવા મિલકતધારકોના ઘરના નળ, ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવશે. આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જગદીશ મોદી, પ્રમુખ, વિજલપોર પાલિકા

અડધા વિજલપોરનો વેરો બાકી, 4.5 કરોડમાંથી માંડ 2.3 કરોડ રૂપિયા પાલિકાની તિજોરીમાં પડ્યા

Share Your Views In Comments Below