જલાલપોર તાલુકાના માણેકપોર ટંકોલી ગામે આવેલી માણેકપોરના એનઆરઆઈની અંદાજિત 4 કરોડની 10 વીઘા જેટલી જમીન પોતાના નામે કરી લેવા ખોટા સોગંદનામુ અને ખોટા દસ્તાવેજો તૈયાર કરી મૃતકોને પણ જીવિત બતાવી તે જમીન પચાવી પાડવાનો કારસો રચનારા 9 સામે મરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.

જલાલપોર તાલુકાના માણેકપોર ટંકોલીના મૂળ વતન અને હાલ ન્યુઝીલેન્ડ રહેતા એનઆરઆઈ ઈબ્રાહીમ અહમદ દાદાભાઈની ખાતા નં. 272, બ્લોક સરવે નંબરની જમીન 51,143,159,204 તથા 206વાળી આશરે 10 વીઘા જેટલી જમીન આવેલી છે. આ બાબતે હાલ વહીવટ કરતા ઈકબાલ યુસુફ ભામજી (રહે. ટાંકી ફળિયા, માણેકપોર ટંકોલી, જલાલપોર)ને ગત સપ્ટેમ્બર 2018મા તેમના મહોલ્લામાં રહેતા પિયુષ આહીર અને અહમદ મહમદ દાદાભાઈ નામના ઈસમો આવ્યા હતા અને જણાવ્યું કે તેના મિત્ર ઈબ્રાહીમ મોતારાના વડીલોપાર્જીત જમીનનું પેઢીનામુ કર્યું છે. તેમાં તેઓ બંને સાક્ષી તરીકે રહ્યા હતા. ઈકબાલ ભામજીને આ ઘટના અંગે જાણ થતા તેણે આ બાબતે ન્યુઝીલેન્ડ ખાતે રહેતા તેમના મિત્ર ઈબ્રાહીમ દાદાભાઈને માહિતગાર કર્યા હતા. મામલતદારમાં તપાસ કરતા બારડોલી ખાતે રહેતા યુસુફ તરાજીયાએ પેઢીનામુ બનાવ્યું હતું.

આ અંગે ન્યુઝીલેન્ડ ખાતે જમીનના વારસદારોને જાણ કરી તેમણે યુસુફ તરાજીયાને આવા કોઈ પાવર ઓફ એટર્ની આપી હતી કે કેમ તેની પૃષ્ટિ કરી હતી પરંતુ જમીનના વારસદારોએ આ અંગે નન્નો ભણી દઈ યુસુફ તરાજીયાને ઓળખતા પણ ન હોવાનું જણાવ્યું હતું, જેથી જમીનના વહીવટદાર ઈકબાલભાઈએ જલાલપોર મામલતદારમાં વાંધા અરજી કરી હતી. 17મી જાન્યુઆરીએ જમીનના મૂળ માલિકો ન્યુઝીલેન્ડથી ઈબ્રાહીમ દાદાભાઈ અને સાઉથ આફ્રિકાથી ઈબ્રાહીમ મોતારા નવસારી આવ્યા હતા અને જલાલપોર મામલતદારને વાંધા અરજી આપી અને 22 જાન્યુઆરીએ ઈ ધરામાં એન્ટ્રી નં. 1607 કઢાવતા તે 18મી જાન્યુઆરીએ નામંજૂર થયાની હકીકત સામે આવી હતી.

જલાલપોર મામલતદારની કચેરીએ જઈ બારડોલીના યુસુફ સાદીક તરાજીયાએ રજૂ કરેલુ પેઢીનામુ, પાવર ઓફ એટર્ની, જમીનના મૂળ માલિકનો મરણ દાખલા તથા 7-12ની નકલ અને નમૂના નં. 8ના ઉતારાની નકલો મેળવતા ઈકબાલભાઈ ભામજીને સત્યતાની જાણ થઈ હતી, જેમાં ખોટા દાખલાઓ, પાવર ઓફ એટર્ની રજૂ કરી હતી . આ સમગ્ર ઘટનામા છેતરપિંડી સામે આવતા આજરોજ મરોલી પોલીસ મથકે જમીનના પાવરદાર ઈકબાલ ભામજીએ યુસુફ તરાજીયા , ઈસ્માઈલ ટંકોલીયા, મોહમદ રાજા, અમીદ આદમ, અબ્દુલ સમદ મોતારા, અહમદ ઈબ્રાહીમ મોતારા, અહમદ ઈસુપ મોતારા અને ઝેબુનીશા મોતારા વિરૂદ્ધ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

સાક્ષીઓએ વાંધો લેતા કૌભાંડ બહાર આવ્યું
ખાતા નં. 272વાળી 10 વીઘાની જમીનના માલિક વિદેશ હોય તેની જાણકારી બારડોલીના જમીનદલાલ યુસુફ તરાજીયાને થઈ હતી. તેના કાગળીયા માણેકપોર ટંકોલીના તલાટી પાસે મેળવ્યા હતા અને તેણે બોગસ પેઢીનામા, દાખલા, વારસો બનાવીને જલાલપોર મામલતદાર કચેરીએ નોંધ કરવા આપી હતી અને 1607 નંબરની 7-12ના ઉતારામાં કાચી નોંધ પણ મામલતદાર કચેરી દ્વારા થઈ હતી પરંતુ પેઢીનામામાં સાક્ષી રહેલા બે ઈસમોએ વાંધો લેતા આ કૌભાંડ બહાર આવ્યું હતું.

એનઆરઆઈઓએ ફ્રોડથી બચવા રાખવાની તકેદારી  - એક્સપર્ટ વ્યુ પ્રતાપસિંહ મહિડા, એડવોકેટ

 • એનઆરઆઈએ સ્થાવર મિલકતના રેકર્ડ ઉપર નજર રાખવા કે તેનું ધ્યાન રાખવા માટે સંબંધીઓ કે ગ્રુપના વ્યક્તિ સાથે કોન્ટેકટમાં રહેવું. 
 • સમયાંતરે રેકર્ડની નકલ કઢાવતા રહેવું. 
 • જો કોઈ રેકર્ડમાં હિલચાલ કે તજવીજ જણાય તો તેનાથી તાત્કાલિક પગલાં ભરવા, જે તે સંબંધિત વ્યક્તિનો સંપર્ક કરવો. 
 • પેપર નોટીસ આપી આ જમીન કે મિલકત અંગે કોઈપણ વ્યવહાર થાય તો એનઆરઆઈ માલિકે પોતાનું સરનામુ અને કોન્ટેક્ટ આપી વેરીફાઈ કરી લેવા તાકિદ કરવી. 
 • એનઆરઆઈએ પોતાની તમામ મિલકત અંગે તલાટીને લેખિતમાં જાણ કરી. કોઈપણ વ્યવહાર કરતા પહેલા ધ્યાન દોરવા અનુરોધ કરવું અને ગામમાં હોય તો તલાટી, સિટીમાં મિલકત હોય તો સિટી સર્વેમાં નોંધ કરાવવી. 
 • પાવર એટર્ની હોય તો પણ તલાટી કે સિટી સર્વે, સબરજીસ્ટ્રારને તેની જાણ કરવી. 
 • સરકારે પણ એનઆરઆઈ મિલકત બાબતે વેરીફિકેશન માટેની જોગવાઈઓ અમલમાં લાવવી જોઈએ. 
 • એનઆરઆઈની પ્રોપર્ટીનો તલાટી, સિટી સર્વે અને સબ રજીસ્ટ્રારમાં અલાયદો રેકર્ડ બનાવવામાં આવે તે જરૂરી છે. 

પેઢીનામામાં ગામના જ બે શખ્શોએ સહી કરી
માણેકપોર ટંકોલી ખાતે આવેલી ખાતા નં. 272વાળી જમીનના માલિકો વિદેશ સ્થાયી થયા હતા અને મને મિત્રના નાતે દેખરેખ રાખવા જણાવ્યું હતું. પેઢીનામામાં ગામના જ બે ઈસમોએ સહી કરી હતી. તેમણે મારા ઘરે આવી જાણ કરી અને ત્યારબાદ જમીન પચાવી પાડવાનો કૌભાંડ બહાર આવ્યું. -ઈકબાલ ભામજી, હાલ જમીનના પાવરદાર

NRIની કરોડોની 10 વીઘા જમીન પચાવી પાડવાનો કારસો

Share Your Views In Comments Below