નવસારીના સમૃદ્ધ જીવન ગ્રુપના ત્રણ ઠગબાજ ડિરેક્ટરોને અત્રેની અદાલતે છ દિવસના રિમાન્ડ પર રાખવા હુકમ કર્યો હતો. કંપનીએ ભારતભરમાં વિવિધ નામે થાપણ ઉપર ઊંચા વ્યાજની લાલચે રૂપિયા 3500 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યું છે. આ પૈકી ગુજરાતમાં 50 હજારથી વધુ રોકાણકારોને તો ભારતમાં 4 લાખથી વધુ ઈન્વેસ્ટર્સને ફસાવ્યા હોવાનું કોર્ટના ધ્યાન ઉપર મુકાયું હતું.

દેશના વિવિધ રાજ્યોમાં ઓસ્કાર ગ્રુપ ઓફ કંપનીનું કરોડો રૂપિયાનું ભોપાળું બહાર આવ્યું છે. ઓરિસ્સા બેઈઝ આ કંપનીના મુખ્ય ડિરેક્ટર મહેશ મોતેવાર, પુત્ર અભિષેક મહેશ મોતેવાર, પત્ની વૈશાલી મોતેવાર અને ભાણેજ પ્રસાદ પારશ્વાર દક્ષિણ ગુજરાતના નવસારીમાં ઓસ્કાર ગ્રુપની અન્ય એક કંપની શરૂ કરી હતી. સમૃદ્ધ જીવન મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પઝ કો. ઓ. સોસાયટીના નામથી શરૂ થયેલી કંપનીમાં સંખ્યાબંધ લોકોએ બેંક કરતા ઊંચા વ્યાજ અને વળતરની અપેક્ષાએ રોકાણ કર્યું હતું. દરમિયાન કંપનીના કોઠાકબાડા વિશે ગંધ આવતા નવસારી સ્થિત પરિસિમા એપાર્ટમેન્ટમાં રહેતા ભરત સુરેશભાઈ ખત્રીએ નવસારી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ ઉપર સીઆઈડી ક્રાઈમના પોલીસ ઈન્સ્પેક્ટર પી. જી. નરવાડેએ તપાસ શરૂ કરી હતી. પી.આઈ. નરવાડેએ ત્રણેય ઠગબાજ ડિરેક્ટરની ધરપકડ કરી હતી. ત્રણેયને અત્રેની પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં દસ દિવસના રિમાન્ડ મેળવવા રજૂ કર્યા હતા. રિમાન્ડ અરજી ઉપર એપીપી રિન્કુ પારેખે ધારદાર દલીલો કરતા કોર્ટે છ દિવસની કસ્ટડી મંજૂર કરી હતી. દેશવ્યાપી કરોડોના કૌભાંડમાં નવસારી પોલીસ સ્ટેશનમાં રૂપિયા 65.40 લાખની ફરિયાદ નોંધાઈ છે.

કોર્ટમાં ત્રણેયના રિમાન્ડ માટે રજૂ કરાયેલા ગ્રાઉન્ડ
 • આરોપીઓની રોકાણની રકમ ક્યાં સગેવગે કરી તેની પૂછપરછ કરવાની છે.
 • સમૃદ્ધ જીવન સોસાયટીની સ્થાવર જંગમ મિલકતોની તપાસ કરવાની છે.
 • મુખ્ય આરોપીઓ વિશાલ ચૌધરી તથા સંબંધી ડિરેક્ટરો પૂજા રમેશ કામલે, સુવર્ણા મોતેવાર હાલ ક્યાં છે તેનું સરનામું મેળવી તપાસ કરવાની છે.
 • આરોપીઓએ કંપનીના મહત્વના હોદ્દા ઉપર રહી શું લાભ મેળવ્યા છે. આર્થિક લાભ ક્યાં સગેવગે કર્યા છે તેની તપાસ કરવાની છે.
 • સોસાયટીના બેંક એકાઉન્ટ અને આરોપીઓના બેંક ખાતાનું ક્રોસ વેરિફિકેશન કરવા આરોપીની કસ્ટડી જરૂરી છે.
 • આરોપીઓએ અન્ય કઈ કઈ કંપની શરૂ કરી છે? તે કંપનીઓમાં શું કામગીરી કરવામાં આવતી હતી? કંપની શરૂ કરવા માટે આપવામાં આવેલા ફંડિગ વિશે તપાસ કરવાની છે.
 • આરોપી અભિષેક મોતેવારના બેંક ખાતામાં રૂપિયા 85 કરોડના ટ્રાન્જેક્શન બાબતે તથા તેને પાવર ઓફ એટર્નીને આધારે વેચાણ કરેલા ફ્લેટ પેટે મળેલી રકમ ક્યાં સગેવગે કરી છે તેની તપાસ કરવાની છે.
 • આરોપી પ્રસાદ પારશ્વાર સમૃદ્ધ જીવન ગ્રુપની અન્ય ડઝનબંધ કંપનીઓમાં ડિરેક્ટર રહ્યાં હોય આ કંપનીઓ વિશે માહિતી મેળવી આરોપીએ ભજવેલી ભૂમિકા તથા મેળવેલા આર્થિક લાભ વિશે તપાસ કરવાની છે. બેંક એકાઉન્ટમાં તેઓ જ સાઈનિંગ ઓથોરિટી હોય આર્થિક વ્યવહારો કોની કોની સાથે કરવામાં આવ્યા તે વિશે પૂછપરછ કરવાની બાકી છે.
 • આરોપીઓની અન્ય કેટલીક કંપનીઓમાં વૈશાલી મહેશ મોતેવાર તથા મુખ્ય આરોપી મહેશ મોતેવારની બેંક એકાઉન્ટમાં સહી ચાલતી હોય તેમની પણ પોલીસ કસ્ટડીમાં પૂછપરછ જરૂર છે.

નવસારીના સમૃદ્ધ જીવન ગ્રુપના ગફલેબાજ ત્રણ ડિરેક્ટરો છ દિવસના પોલીસ રિમાન્ડ પર

Share Your Views In Comments Below