નવસારી પોલીસને બાતમી મળી હતી કે બે ઈસમો સફેદ વર્ના કાર (નં. જીજે-21-એએચ-5833)માં ચોરીનો મુદ્દમાલ લઈને ફરે છે. તેઓ કાર લઈને પારસી હોસ્પિટલ તરફ આવતા પોલીસે કારચાલકને અટકાવી તપાસ કરતા આ શખ્સોએ તેમના નામ દેવાંગ ઉર્ફે દેવો ભુવા (ઉ.વ. 25, રહે. અમરોલી) અને સાગર શંભુ પડસાળા (ઉ.વ. 23, સરથાણા, , સુરત) જણાવ્યું હતું. પોલીસે શંકાને આધારે અટક કરી તેમની પાસેથી સોનાની વીટી રૂ. 18560, બંને યુવકો પાસેથી રોકડા 1, 53,240 લાખ તથા આઈફોન નંગ 2 રૂ. 70 હજાર, કાર રૂ. 5 લાખ મળી કુલ રૂ. 7.44 લાખનો મુદ્દામાલ મળ્યો હતો. તેમની પાસે આધાર પુરાવા ન હોય પોલીસે અટક કરી હતી. પોલીસે પૂછપરછ કરતા તેઓએ નવસારીમાં 3, સુરતમાં 5, કચ્છમાં 1 મળી કુલ 9 ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

નવસારીમાં આરોપીએ આ ત્રણ સ્થળે ચોરીને અંજામ આપ્યો
  • કિસ્સો 1:  નવસારીમાં 14મી ઓકટોબર 2018એ લુન્સીકૂઈ પાસે આવેલા લક્ષ્મીનગર બંગલોઝમાં ઘર નં. 38માં 13 તોલા સોનાની ચોરી કુલ કિંમત રૂ. 2.50 લાખ. 
  • કિસ્સો 2: 23મી ઓકટોબર 2018 એ અભિલાષા સોસાયટી તીઘરા રોડ ખાતે આવેલા બંગલોઝમાં 122 ગ્રામ સોનુ, 52 હજાર રોકડા મળી કુલ રૂ. 8 લાખની ચોરી. 
  • કિસ્સો 3: 11મી માર્ચ 2019એ નવસારીમાં આવેલા શૈલેષ પાર્ક ખાતે આવેલા અનાવિલ પરિવારને ત્યાંથી 24 તોલા સોનું કિંમત રૂ. 4.80 લાખની ચોરી. 

સીસીટીવીમાં વર્ના કાર દેખાઈ અને આરોપી પકડાયા
નવસારીના ત્રણેય વિસ્તારોમાં ચોરી એક જ પ્રકારે થઈ હોય અને 11 માર્ચે થયેલી ચોરીની ઘટનામાં રાત્રિએ સફેદ વર્ના કાર ઘટનાસ્થળે સીસીટીવીમાં દેખાતી હોય અને ટેકનિકલ સર્વેલન્સને આધારે માહિતી એકત્ર કરી હતી. નવસારીમાં ગતરોજ વર્ના કાર દેખાઈ અને શંકાના આધારે ચાલકની પૂછપરછ કરી અને 9 ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. ત્રણ ચોરીના કુલ 14.52 લાખના મુદ્દામાલ પૈકી 100 ટકા રિકવર કરવાની કોશિશ કરી રહ્યા છે. - ડો. ગિરીશ પંડ્યા, પોલીસવડા, નવસારી જિલ્લા

અન્ય જિલ્લામાં ચોરી કર્યાની કબૂલાત
નવસારી સિવાય દેવાંગ અને સાગર બંનેએ સુરતના કામરેજ કતારગામ વિસ્તારમાં 5 જગ્યાએ ઘરફોડ ચોરી કરીને રૂ. 25 લાખથી વધુ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ગાંધીધામ જિલ્લામાં પણ રૂ. 1.95 લાખના સોનાના દાગીનાની ચોરી કરી હતી.

ચોરીને આ રીતે અંજામ અપાતો હતો
સુરતના યુવાનો જે સ્થળે ચોરી કરવા આવવાના હોય તે સ્થળે રાત્રે 8થી 10 વાગ્યા પહેલા આવી જતા હતા અને બંધ ઘરમાં જઈને ડીસમીસ વડે સ્ટોપરની બાજુમાં નાનકડો હોલ પાડીને લોખંડના તાર વડે પ્રયુક્તિ કરી સ્ટોપર ખોલીને તેઓ ઘરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપતા હતા.

ટીપ આપનાર કોણ?
નવસારીના ત્રણ વિસ્તારમાં ચોરી થઈ હતી. તે ઘરો બંધ હતા અને પૈસાદાર કુટુંબ રહેતા હતા. આ માહિતી આપનારો ત્રીજો વ્યક્તિ કોણ? તેના ઉપર પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે.

ચોરીનું સોનું ખરીદનારાનાં નામ ખૂલ્યાં
દેવાંગ અને સાગરે ઘરફોડ ચોરી દરમિયાન મેળવેલા સોનાના દાગીના સુરતના બે સોનીને સસ્તા ભાવે આપી દેતા હતા, જેમાં વરાછા રોડના જયેશ ઉર્ફે ભગત તથા તુર્કીવાડના મોહમદ સોની નામના ઈસમને આપતા તેઓ તુરંત જ ચોરીના સોનાને ભઠ્ઠીમાં ગાળીને પાટો બનાવી દેતા હતા.

આરોપી ચોરીના સ્થળે આ રીતે જતા આવતા
દેવાંગ ભુવા રેતીનું કમિશન પર કામ કરતો હતો અને સાગર પડસાળા બાંધકામના ઓર્ડર લેતો હતો. દેવાંગનો મામાનો દીકરો સાગરને ચોરી કરવાનો વિચાર આવ્યો હતો. તેઓ અવરજવર ઓછી થતી હોય તેવા વિસ્તારને ટાર્ગેટ બનાવી 3થી 4 કલાક વહેલા આવતા અને પોલીસની પેટ્રોલિંગવાળી કાર જાય ત્યારબાદ સિક્યુરિટી મજબૂત ન હોય તેવા બંધ ઘરને ટાર્ગેટ બનાવતા હતા. વહેલી સવારે કોઈ વાહન પકડીને સુરત જતા હતા. તેઓ પહેલા બસ કે ટ્રેન દ્વારા આવતા અને ત્યારબાદ કારમાં ચોરી કરવા આવતા હતા.

ડિસમિસ અને તાર વડે લાખોની ચોરી કરનારા 2 ઝડપાયા, નવસારીની 3 ચોરીનો ભેદ ઉકેલાયો

Share Your Views In Comments Below