નવસારી શહેરમાં આવેલા આવાબાગની સામેની ખુલ્લી જગ્યામાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હતું. આ ગંદકીના સામ્રાજ્યથી બીમારી ફેલાવાની દહેશતને પગલે સ્થાનિક પારસીઓએ તેમના આવા યઝદ દિને સ્વચ્છતા અભિયાન હાથ ધરી આ ગંદકી દૂર કરી હતી. આ અભિયાનમાં 50થી વધુ યુવાનો અને વડીલો જોડાયા હતા. સાંજે પૂર્ણા નદીએ જળદેવીની પુજા અર્ચના કરી હતી.

નવસારી શહેરમાં સરબતિયા તળાવ પાસે આવાબાગ વિસ્તાર આવેલો છે. જેમાં 500થી વધુ પારસી પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારની સામે ખાણીપીણીના લારીવાળા એઠવાડ અને કચરો નાંખી જતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલુ હતું. આવાબાગ વિસ્તારની સામે ફેલાયેલા ગંદકીના સામ્રાજ્યથી દુર્ગંધ તેમજ મચ્છરોનો ત્રાસ વધતા સ્થાનિક પારસી પરિવારોમાં બીમારી ફેલાવાની દહેશત ફેલાઈ હતી. જેને પગલે નવસારી પાલિકાના સ્વચ્છતાના પૂર્વ એમ્બેસ્ડર વિસ્પી કાસદે તેમને સફાઈ અભિયાન હાથ ધરવા પ્રેરણા આપી હતી. જેને પગલે વિસ્પી કાસદ, કેરસી દેબુ, યઝદી પાત્રાવાલા, દોલતબેન ભુરા તથા સોસાયટીના યુવાનોએ આવાબાગની સામેનો વિસ્તારમાં જ્યાં ગંદકી ફેલાયેલી હતી તેને સફાઈ કરી પારસીઓના પવિત્ર આવા યઝદના પરબ દિને સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરી હતી.ઇરાનથી આવેલા સંજાણ બંદરે ઉતરેલા અને દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓની વસતિ નવસારી શહેરમાં વધુ છે. તેઓની અગિયારી આવી છે. જેમાં અગ્નિની પુજા સતત થતી હોય છે. આજે પારસીઓનો આવા યઝદ પરબ (પાણીના દેવ) પવિત્ર દિવસ હોય પારસીઓ તેમના ઘરે અથવા જાહેર સ્થળોએ નદી-કૂવાની પુજા કરતા હોય છે. કૂવાની પુજા કરી તેને હાર પહેરાવીને દીવો પ્રગટાવીને દાળની પુરી (પૂરણપોળી) બનાવીને તેનો પ્રસાદ મુકે છે. સાંજે પૂર્ણા નદીના કિનારે પારસી સમાજ એકત્ર થઈ જળદેવીની પુજા અર્ચના કરી હતી.

પારસીઓ સ્વચ્છતાના આગ્રહી છે
સ્વચ્છતા અંગે આજે નવસારીનો ક્રમ ઘણો પાછળ ગયો છે લોકો સ્વચ્છતા બાબતે અગ્રેસર રહેતો સફાઈ અભિયાનને સફળતા મળે. પારસીઓના વિસ્તાર આવાગામની સામે ખાણીપીણીના લારીવાળા એઠવાડ-કચરો નાંખે છે. આ લારીવાળાને સમજાવીશું નહીં સમજે તો પાલિકાને તેઓ અન્યત્ર સ્થળે રોજગારી માટે સ્થળાંતર કરે તે માટે અપીલ કરીશું. પારસી સ્વચ્છતાના આગ્રહી છે તો તેમનો વિસ્તાર અસ્વચ્છ કેમ રહે! -યઝદી પાત્રાવાલા, સ્થાનિક, આવાબાગ, નવસારી

સફાઈ ઝુંબેશ હાથ ધરી તે ઉદાહરણ છે
નવસારીના પોશ વિસ્તાર લુન્સીકૂઈ ખાતે ખાણીપીણીની લારીવાળા દ્વારા ગંદો કચરો નાંખે છે. અહીં 500 પરિવાર રહે છે. તેઓ કચરો નાંખતા નથી. અન્ય વિસ્તારના લોકો ગંદકી કરે છે. આજે અમે પારસી સમાજ ભેગો થઈને સફાઈ ઝૂંબેશ હાથ ધરી તે ઉદાહરણ છે. -કેરસી દેબુ, પારસી અગ્રણી

ફોટો ક્રેડિટ: રાજેષ રાણા

નવસારીમાં પારસીઓ દ્વારા આવા યઝદ દિને સ્વચ્છતા અભિયાન સાથે જળદેવીની વંદના કરાઈ

Share Your Views In Comments Below