નવસારીના ગત 4થી માર્ચે દરગાહ રોડ ખાતે રહેતા કોંગ્રેસ મંત્રી ફારૂક પઠાણ ઉપર તેના ઘર પાસે સુરતના બે યુવાનમાંથી એક યુવાને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. એ પછી બાઈક પર ભાગવા સાજીદ લોખંડવાલાને લોકોએ ઝડપી પાડ્યો હતો. જ્યારે અલફાસ શેખ ભાગી છૂટ્યો હતો. 20 દિવસ બાદ પોલીસે તેને સુરતથી ઝડપી પાડ્યો હતો. અલફાસની પોલીસે પૂછપરછ કરતા તેણે સુરતના મકસુદ ઉર્ફે પપ્પુ એહમદ શેખ (406-અલ રહેમાન એપાર્ટમેન્ટ, સિંધીવાડ, સગરામપુરા, સુરત) દ્વારા નવસારીના ફારૂક પઠાણને મારવા માટે સોપારી આપ્યાની કબૂલાત કરી હતી.

જેને લઈ પોલીસ મકસુદ ઉર્ફે પપ્પુને પણ ગતરોજ મોડી સાંજે ઉંચકી લાવી હતી અને તેની પૂછપરછ કરતા તેણે નવસારી ખાતે રહેતા તેના મિત્ર બિલાલ ગુરુમીયા શેખ (રહે. રોયલ એપાર્ટમેન્ટ, જમશેદ બાગ સામે, ચારપુલ) દ્વારા રૂ. 3 લાખની સોપારી ફારૂક પઠાણને મારવા માટે આપી હોવાની કબૂલાત કરતા આખરે પોલીસે બિલાલને પણ ઉંચક્યો હતો. પોલીસે આ ઘટનામાં સોપારી આપનાર બિલાલ શેખ સહિત સોપારી લેનાર મકસુદ ઉર્ફે પપ્પુ સૈયદ તથા હુમલો કરનાર અલફાસ શેખ અને સાજીદ લોખંડવાલાની અટક કરી તપાસ આગળ વધારી છે. દિવ્ય ભાસ્કરમાં આ હુમલા પાછળ સોપારી અપાઈ હોવાની તેમજ જમીન તથા અંગત અદાવતમાં હુમલો કરાયાની વાત રજૂ કરી હતી. જે હકીકત પોલીસ તપાસમાં બહાર આવી હતી. પોલીસે હુમલાખોર આરોપી અલફાસના 2 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં વધુ સઘળી હકીકતો બહાર આવે તેવી સંભાવના છે. હાલ તો આ કેસમાં કોઇ વિદેશનું કનેકશન હોવાની વાત પણ બહાર આવી રહી છે પોલીસ પણ તે દિશામાં પોતાની તપાસ કરી રહી છે.

નાણાંકીય પ્રલોભનો પણ અપાયા હતા
દરગાહ રોડ સ્થિત જમીનમાં રહેતા આદિવાસી પરિવારોને ત્યાં 8 વર્ષનો હતો ત્યારથી તેમના આંગણે રમી તેમના ઘરના ખાઈને મોટો થયો છું. અહીંની જગ્યા ખાલી કરવા માટે મને નાણાંકીય પ્રલોભનો અપાયા પણ મેં ના પાડી એટલે મારા પર હિંસક હુમલો થયો. આદિવાસી પરિવારોની દુઆને લઈને મારી જાન બચી ગઈ હતી.ફારૂક પઠાણ, હુમલાનો ભોગ બનનાર- જિલ્લા કોંગ્રેસ મંત્રી

અમેરિકામાં બેઠેલા સૂત્રધાર સુધી તપાસ થશે કે કેમ!
હાલ શહેરમાં એવી પણ ચર્ચા છે કે જે જમીનનો હાલ વિવાદ છે તેનો કબજો માલિકને મળ્યો નથી. તેને લઈ આ વિવાદ વર્ષોથી વકરતો રહ્યો છે. હવે જ્યારે ફારૂક ઉપર સોંપી આપી હુમલો કરાયો છે ત્યારે વિદેશમાં રહેનાર તે શખ્સે જ આ હુમલો તો નથી કરાવ્યોને ω તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ તે હાલ અમેરિકા રહે છે.

અલફાસે મકસુદના ઈશારે હુમલો કર્યો હતો
ફારૂક પર હુમલો કરનારા સુરતના અલફાસની પૂછતાછ દરમિયાન તેણે મકસુદ ઉર્ફે પપ્પુના કહેવાથી હુમલો કર્યો હતો. મકસુદને રૂ. 3 લાખની સોપારી નવસારીના બિલાલ શેખે આપી હોવાની માહિતી છે. રિમાન્ડ દરમિયાન વધુ વિગતો ખુલશે. જી.આર.રબારી, પીઆઈ, નવસારી ટાઉન

બિલાલ અને પપ્પુની મુલાકાત જેલમા થઈ હતી
નવસારીમાં રહેતો બિલાલ અને સુરતના પપ્પુ વચ્ચે સબજેલમાં મુલાકાત થઈ હતી. લગભગ 2005ની આસપાસ બિલાલ બોગસ પાસપોર્ટ કેસમાં જેલમાં હતો અને પપ્પુ દારૂ કેસમાં જેલમાં હતો. એ દરમિયાન બંને વચ્ચે મુલાકાત થતા તેઓ મિત્ર બન્યા હતા. તે પછી તેઓ વચ્ચે પારિવારિક સંબંધો કેળવાતા એકબીજાના ઘરે આવજા કરતા હતા. બિલાલે અંગત અદાવતની ભડાશ કાઢવા ફારૂકની વાત કરી હતી અને તે વખતે ફારૂકને મારવા માટેની ચર્ચા થઈ હતી. જોકે તેની હત્યાનો કોઈ ઈરાદો ન હતો પરંતુ તેને સબક શીખવવા 3 લાખની સોપારી બિલાલે આપી તેના મિત્ર પપ્પુને આપી હતી અને તેણે તેના પંટરોથી ફારૂક ઉપર હુમલો કરાવ્યો હતો.

જમીન વિવાદની પણ તપાસ શરૂ કરાઈ છે
હાલ પોલીસની તપાસ અંગત અદાવતને કારણે ફારૂક પઠાણ ઉપર હુમલો થયો હોવાનું અનુમાન લગાવી રહી છે પરંતુ ફારૂકે જેની સાથે નહાવા નિચોવાનો સંબંધ પણ નથી તે જમીનના કબજાને લઈને પણ વિવાદ છે. જેથી પોલીસે જમીન વિવાદ અંગે પણ તપાસ કરી રહી છે અને તે દિશામાં પણ આંતરિક તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાની માહિતી સાંપડી છે. ફારૂકની બિલાલ સાથે વર્ષોથી અંગત અદાવત ચાલતી આવે છે ત્યારે જમીન મામલે મિડિયેટર રહેનાર બિલાલને ફરીથી ફારૂક નડતરરૂપ બન્યો હતો. જેને લઈ આ સોપારી અપાઈ હોવાનું પણ પોલીસ અનુમાન લગાવી એ દિશામાં તપાસ કરી રહી છે.

ભાસ્કરની આશંકા આખરે સાચી ઠરી
નવસારીમાં 5માર્ચે કોંગ્રેસના મંત્રી પઠાણ ઉપર સુરતના બે યુવાનો પૈકી એક એ ચપ્પુના ઘા ઝીંકી દઈ જીવલેણ હુમલો કર્યો હતો. સદનસીબે તે બચી ગયો હતો. આ ઘટનામાં દિવ્ય ભાસ્કરે પહેલા જ દિવસે ફારૂકની અંગત અદાવતની સાથે કરોડોની જમીન મુદ્દે પ્રકાશ પાડ્યો હતો. જેમાં સોપારી અપાઈ હોવાની વાતને પણ વણી લેવાઈ હતી. આજે પોલીસ તપાસમાં આરોપીઓની પૂછતાછ કરતા તે હકીકત સ્વરૂપે પ્રકાશમાં આવી હતી.

નવસારીના બિલાલે સુરતના પપ્પુને ફારૂક પઠાણ ઉપર હુમલો કરવા 3 લાખની સોપારી આપી હતી

Share Your Views In Comments Below