નવસારી જિલ્લામાં ચાલુ વરસે 705 હેકટરમાં શાકભાજીનો પાક લેવામાં આવ્યો છે. ચોમાસાની સિઝનમાં પડેલા ઓછા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક ઓછી થઇ હતી. જેથી સિંચાઈ આધારિત ખેતીમાં પાણીનું રોટેશન ખેંચાઈ જવાથી ઘણા ખેડૂતો શાકભાજીનું વાવેતર કરી શક્યા ન હતા. જોકે નવસારી જિલ્લામાં શાકભાજીની આવક મહારાષ્ટ્ર, વડોદરા, સુરતથી આવી રહી છે, જેના કારણે શાકભાજીનાં ભાવોમાં વટઘટ જોવા મળી રહી છે. નવસારી એપીએમસી માર્કેટ ખાતે શાકભાજીનાં ભાવોમાં ફેરફાર દરરોજ થાય છે પરંતુ ભાવ ઘટાડાનો લાભ છૂટક શાકભાજી વેચતા નાના વેપારીઓને ન મળતા સરવાળે ભાવવધારો સામાન્ય વર્ગને જ સહન કરવો પડી રહ્યો છે.

નવસારી નગરપાલિકા શાકમાર્કેટમાં પણ શાકભાજીનાં ભાવોમાં છેલ્લા 10 દિવસમાં વધારો થયાનું હોલસેલ વેપારીઓ જણાવી રહ્યા છે પરંતુ જે દિવસે ભાવમાં ઘટાડો થાય તેનો લાભ આમજનતાને મળતો ન હોવાની રાવ પણ કરી છે.

નવસારીમાં લીલા શાકભાજી ક્યાંથી આવે છે
મહારાષ્ટ્રના નંદુરબાર, નાસિક, વણી વિસ્તારમાંથી ટામેટા, આદું, બટાકા, કેપ્સીકમ, નવસારી જિલ્લામાંથી રિંગણા, પર‌વળ, વાલોડ, વડોદરા, પાદરા, આણંદ, નડિયાદથી પણ અન્ય શાકભાજી આવે છે. નવસારી દુધિયા તળાવ શાકમાર્કેટમાં સુરતના બજારોમાંથી શાકભાજી આવે છે

હવે કઠોળ પર વધુ આધાર
રીંગણ, તુવેર, ટીંડોળા, વટાણા ,ટામેટા, ભીંડા જેવા લીલા શાકભાજી પહેલા રૂ. 20માં 500 ગ્રામ મળતા હતા, જે હવે માત્ર 250 ગ્રામ મળે છે. જેથી કઠોળ પર વધુ આધાર રાખવો પડે છે. -વિણા પટેલ, ગૃહિણી, નવસારી શહેર

શાકભાજીનું ઉત્પાદન થયું નથી
સિંચાઈના પાણી ઓછા આવવાના કારણે ખેરગામ ચીખલીમાં ગીલોડી, મરચીનું ઉત્પાદન થયું છે. આ વખતે ખાસ શાકભાજીનું ઉત્પાદન થયું નથી. -ઠાકોર પટેલ, ખેડૂત અગ્રણી, ખેરગામ તાલુકા

પાણીના અભાવે વાવેતર ઘટતાં છેલ્લા દસ દિવસમાં શાકભાજીના ભાવ ડબલ થઇ ગયા

Share Your Views In Comments Below