નવસારીના ટાઉન પોલીસ મથકે બુધવારે બપોરના સુમારે અચાનક ડીપીમાં આગ લાગી હતી, જોકે આ આગ લાગી ત્યારે પોલીસે નવસારી ફાયર બ્રિગેડ તથા જીઇબી નવસારીને જાણ કરી હતી. આ ઘટના હાલમાં પડી રહેલી ગરમીના કારણે વીજ વપરાશના ઓવરલોડ થતાં આગ લાગી હોવાનું જણાવ્યું હતું.

નવસારી ટાઉન પોલીસ મથકે દાદરની બાજુમાં આવેલી ડીજીવીસીએલની ડીપીમાં બુધવારે 3.30 વાગ્યાના સુમારે અચાનક આગ લાગી હતી. આગ લાગતા જેની જાણ પોલીસ સ્ટેશનના પીએસઓ પ્રદીપ પટેલ અને ત્યાંથી પસાર થતા કાર્યકર પિયુષ ઢીમ્મરને થઈ હતી. તેમણે ફાયર બ્રિગેડને આગ લાગ્યાની જાણ કરી હતી. નવસારી પોલીસે પણ ફાયર બ્રિગેડ અને ડીજીવીસીએલને જાણ કરી હતી. ફાયરબ્રિગેડ અને વીજ કંપનીના કર્મીઓ ઘટનાસ્થળે તુરંત ધસી આવ્યા હતા. ફાયરબ્રિગેડ નવસારીના અધિકારી કિશોર માંગેલા બે ફાયર ફાઇટરો તથા લાશ્કરોએ આવીને તુરંત આગને બુઝાવી દીધી હતી.

જો ફાયર ફાઇટર મોડા આવતે તો બ્લાસ્ટ થવાની સંભાવના હતી. બાદમાં જીઇબીના કર્મચારીઓએ આગ ક્યાં કારણથી લાગી તેની તપાસ હાથ ધરી હતી. જીઈબીના કર્મીઓએ આગનું ખરૂ કારણ હાલ ઉનાળાની ગરમીમાં વીજ ઉપકરણોનો વધુ ઉપયોગ થવાથી પાવરમાં ઓવરલોડ થઈ વાયરમાં સ્પાર્ક થતા આગ લાગી હોવાનું જણાવ્યુ હતું.

બે દિવસથી ઝબકારો થતો હતો
બે દિવસથી પોલીસ મથકે લાઇટમાં ઝબકારો થતો હતો. આજે બપોરના સુમારે પોલીસ મથકની બહાર ડીપીમાં આગ લાગતાં તેની જાણ થતાં અમે તુરંત જીઈબી અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ તુરંત આવી જતાં આગને કાબૂમાં લઈ લીધી હતી. -પ્રદીપ પટેલ, ફર્સ્ટ પર્સન, નવસારી ટાઉન પોલીસ

નવસારીમાં શોર્ટ સર્કિટથી 1 માસમાં 4થી વધુ આગના બનાવો
નવસારીમાં છેલ્લા 1 માસમાં 4 જેટલી આગ લાગવાની ઘટના બની છે. જેમાં નવસારીના ગ્રીડ પાસે બપોરના સુમારે લાગેલી આગમાં ત્રણ નાની દુકાનો સ્વાહા થઈ હતી. નવસારીના નવી વસાહત ખાતે આવેલ દેવીપૂજક પરિવારના ઘરના વીજ મીટરમાં શોર્ટ સર્કિટ આગ લાગતા 4થી 5 લાખ નો સરસામાન બળી જવા પામ્યો હતો. નવસારીના તરોટા બજાર ખાતે ફ્રિઝ ટીવી રીપેરની દુકાનની બહાર લાગેલ વીજ મીટરમાં શોર્ટ શર્કિટ થતાં આગ રીપેરિંગ માટે આવેલા હજારો રૂપિયાના ફ્રિઝ ટીવી બળી ગયા હતા.

પ્રથમ ફાયરબ્રિગેડ અને જીઇબીને જાણ કરવી
ઉનાળામાં વીજ વાયરોમાં શોર્ટસર્કિટ થવાની ઘટના વધુ બનવા પામે છે ત્યારે સાવચેતીના પગલારૂપે પ્રથમ જીઇબીનો સપ્લાય બંધ કરી દેવો જોઇએ. નવસારી ફાયર બ્રિગેડ અથવા જીઇબીને જાણ કરવી જોઇએ. વીજ બિલ પર નોંધાયેલા નંબર પર ફોન કરવો. અમોને જાણ થયેથી અમો એ વિસ્તારનું પાવર સ્ટેશન બંધ કરી દેવાની સૂચના આપીએ છીએ. આગ લાગે ત્યારે જાતે બુઝાવવાનો પ્રયત્ન ન કરવો. -એસ.એસ.સિરસાઠ, કા.ઇ.,નવસારી ડીજીવીસીએલ

ટાઉન પોલીસ મથક બહાર ડીપીમાં આગ

Share Your Views In Comments Below