બીલીમોરા વિસ્તારમાં ગત 25 માર્ચે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પલ્સર બાઇક ઉપર બે ઇસમો પૂરઝડપે જતાં હોય પોલીસને તેમની ઉપર શંકા જતાં તેમનો પીછો કર્યો હતો. ડિવાઈડર આવી જતાં તેમની બાઇક સ્લીપ થઈ ગઈ હતી. બાઈક સ્લીપ થતા બંને જમીન પર પડતાં તેમને હાથ અને પગમાં ઇજા પહોંચી હતી. પોલીસે બંનેની શંકાને આધારે બાઇક ઝડપી ચલાવતા હોય તે અંગે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસ તપાસમાં તેઓએ બીલીમોરા ખાતે બે અને ચીખલીમાં 1 નકલી પોલીસ બનીને વૃદ્ધોને આગળ ચોરી થાય છે તેમ કહીને સોનાના દાગીના રૂમાલ અને થેલીમાં મુકાવીને સિફતપૂર્વક સેરવી લેતા હોવાનો ગુનો કર્યો હોવાનું જણાવ્યુ હતું. આરોપીઓએ તેમનું નામ ખમ્મર અનવર અલી જાફરી અને હંસતુલલા નાદર જાફરી (રહે. ગઇબી નગર, પીરની પાડા, ભીવંડી, જિ.ઠાણે, મહારાષ્ટ્ર) જણાવ્યું હતું તેઓ ઈરાની ગેંગના સભ્યો હોવાનું પણ જણાવ્યુ હતું. તેમણે નકલી પોલીસનો સ્વાંગ રચીને નવસારી, વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રમાં અનેક ગુના આચર્યાનું પોલીસને જણાવ્યુ હતું. આ ઉપરાંત એકલદોકલ જતી મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચવાના બનાવોને અંજામ આપ્યો હોવાનું પોલીસને જણાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બાઇકની નંબર પ્લેટ પણ ખોટી
બીલીમોરા પોલીસે 25મીએ ઈરાની ગેંગના બે આરોપીની અટક કરી તે બાઇકના નંબર ખોટા હતા. જેમાં સાચી નંબર પ્લેટ MH-04-JI-6498 હતી તેની ઉપર બદલીને MH-04-HB-2938 લગાવી હતી. પોલીસે તપાસ કરતાં નંબર પ્લેટ ખોટી હોવાનું અને બાઇક મહારાષ્ટ્રના નવાદા પોલીસ મથકમાં ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હોવાની હોવાની માહિતી પોલીસને મળી હતી. આ અંગે નવસારી પોલીસે વધુ એક ગુનો દાખલ કરશે.

નવસારી જિલ્લામાં બનેલી છેતરપિંડીની ઘટના
કિસ્સો 1- 13મી મે 2018 એ મગનભાઇ ટંડેલ (રહે બીલીમોરા)ને છેતરી ગૌહરબાગ પાસેથી કિંમત રૂ. 35000ની સોનાની ચેઈન તફડાવી હતી.
કિસ્સો 2- 29મી ડિસેમ્બર 2019એ દિનુભાઈ પટેલ (રહે વાઘરેચ, જવાહર રોડ)પાસેથી રૂ. 25 હજારની સોનાની ચેઈન તફડાવી હતી.
કિસ્સો 3- 17મી જાન્યુઆરી 2019એ જયસિંહ પરમાર (રહે. ચાંપલધરા, ચીખલી)ને ઇટાલિયા હાઈસ્કૂલ પાસેથી સોનાની ચેઈન અને વીટી મળી કુલ રૂ. 25 હજારની મત્તા તફડાવી ગયા હતા. આ ત્રણેય ગુનામાં આ બંને આરોપી સામેલ હતા.

આવી છે આ લોકોની મોડસ ઓપરેન્ડી
ઈરાની ગેંગ દ્વારા રસ્તા પર જતાં વૃદ્ધો તેમનો સોફ્ટ ટાર્ગેટ હોય છે અને તેમની પાસે જઇને પોલીસ તરીકે ઓળખ આપીને વિશ્વાસમાં લઈને આગળ ચોરી કે લૂંટની ઘટના બની છે તેમ કહીને દાગીના તમારા રૂમાલ અથવા થેલીમાં મૂકી દો તેમ વાતચીત કરીને માત્ર 3થી 4 મિનિટમાં હાથચાલાકી કરીને ગુનાને અંજામ આપે છે અને બનાવના સ્થળેથી ભાગી જાય છે.

ગુનાહિત ઇતિહાસ
ઈરાની ગેંગના આરોપી ઓને બે વર્ષ પહેલા વડોદરા પોલીસે ઝડપી લીધા હતા. ત્યારબાદ પોલીસની પકડમાં આવ્યા ન હતા. ઈરાની ગેંગના આરોપી મહારાષ્ટ્રમાં આવેલા ભિવંડી ખાતે રહે છે. ઈરાની ગેંગના લોકોના હાથચાલાકીના ગુણો વંશપરંપરાગત હોય છે. ચોરી થકી જ પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે અને ભણતરનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. સાદું જીવન જીવતા હોયછે.

આરોપીના મહારાષ્ટ્રમાં પણ 100થી વધુ ગુના
બીલીમોરા પોલીસે પકડેલા ઈરાની ગેંગના બે આરોપીઓએ નવસારી જિલ્લાના ગણદેવી ખાતે 2 અને ચીખલી ખાતે 1 ગુનામાં ગુનો આચર્યો હોય તેવા સ્થળોએ આસપાસના ફૂટેજ ચેક કર્યા હતા. રીઢા આરોપી સહકાર આપતા નથી. ઉપરાંત વલસાડમાં 10 જેટલા ગુનામાં સંડોવણી છે. મહારાષ્ટ્રમાં પણ 100થી વધુ ગુના કર્યા છે. - ડો. ગિરીશ પંડ્યા, ડીએસપી, નવસારી જિલ્લા

પોલીસના સ્વાંગમાં લોકોને લૂંટતી ઈરાની ગેંગના બે ઝડપાયા, નવસારી અને વલસાડના 15 ગુના ઉકેલાયા

Share Your Views In Comments Below