વિજલપોર પાલિકામાં વેરા વસૂલાતમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી ભારે લાલિયાવાડી ચાલી રહ્યાની જાણકારી મળી છે. ચોંકાવનારી વાત તો એ છે કે કેટલાક મિલકતધારકોની તો 7-8 વર્ષની પણ બાકી છે.

અંદાજે 90 હજારથી વધુ વસતિ ધરાવતા વિજલપોર શહેરમાં 25 હજાર જેટલી મિલકતો આવેલી છે. આ મિલકતોમાં રહેણાંક-વ્યાપારી, ઔદ્યોગિક તમામ પ્રકારની મિલકતોનો સમાવેશ થાય છે. આ મિલકતધારકો પાસે અહીંની પાલિકા વેરો લે છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષથી પાલિકાની વેરા વસૂલાત નબળી રહી છે. જેમાં ગત 2017-18માં માત્ર 52 ટકા જ વસૂલાત થઈ હતી.

ચાલુ સાલ પણ માર્ચના શરૂઆતના દિવસો સુધી તો માત્ર 50 ટકા જ વસૂલાત થઈ હતી. જોકે, વસૂલાતની ટકાવારી વધારવા પાલિકાના સીઓ ચાંડપ્પાએ કડક વસૂલાતના નિર્દેશ આપ્યા હતા. જે અંતર્ગત 16 જેટલાં નળ કનેક્શન કાપી નંખાયા છે. વેરાની વસૂલાત માટે પાલિકાની ટીમ બાકીદારોના ઘરે ફરી રહી છે. કેટલાય બાકીદારોએ નળ કનેક્શન કપાવાના ડરથી ‘વેરો’ હવે ભરી દીધો છે. શહેરમાં વેરાના જે બાકીદારો છે તેમાં 8-9 વર્ષના બાકીદાર પણ છે. જોકે, તેની સંખ્યા ખુબ જ ઓછી છે. 4-5 વર્ષના બાકીદારો તો 70થી વધુ હોવાની જાણકારી મળી છે. જે વેરાની બાકીઓ બોલે છે તેમાં મહત્તમ બાકી શહેરના પૂર્વ વિભાગમાંની જ હોવાની જાણકારી બોલે છે. વિજલપોર પાલિકામાં વેરા વસૂલાતમાં રાજકીય હસ્તક્ષેપના પણ આક્ષેપો થતા રહ્યા છે.

ઘણા બાકીદારો તો રહેતા જ નથી
વિજલપોર શહેરમાં લગભગ 40 ટકાથી વધુ મૂળત: પરપ્રાંતીય છે. આ લોકોમાં કેટલાય નિવાસસ્થાન બદલતા રહે છે. પાલિકાનાં સૂત્રો કહે છે કે કેટલાય મિલકતધારકોની બાકી ચોપડે બોલે છે પરંતુ ત્યાં વસૂલાત માટે જતા કોઈ રહેતું ન હોવાનું પણ જણાઈ આવે છે, જેથી આંકડો ‘બાકી-બાકી’ જ બોલતો જાય છે.

પાલિકાએ 90 ટકા વસૂલાત પણ કરી હતી
વિજલપોર પાલિકાનો કાયમ જ વેરા વસૂલાતનો રેકર્ડ સારો નથી એવું પણ નથી. આજથી 6 વર્ષ અગાઉ સીઓ વિજય પરીખના સમયમાં આજ પાલિકાએ 90 ટકાથી વધુની વસૂલાત કરી માત્ર જિલ્લા જ નહીં રાજ્યભરની ‘બ’ વર્ગની પાલિકામાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું અને તેના સરકારે વખાણ પણ કર્યા હતા.

ચાલુ સાલની વસૂલાત 74 ટકા થઈ
વિજલપોર પાલિકાનું ચાલુ વર્ષનું વેરા માંગણુ 2.68 કરોડ છે. જેમાંથી 1.98 કરોડ રૂપિયાની વસૂલાત આવી ગઈ છે. જેથી ચાલુ વર્ષની વસૂલાત 74 ટકા થઈ કહેવાય પરંતુ અગાઉની 1.85 કરોડની બાકીમાંથી 65 લાખ જ આવ્યા છે, જેથી સમગ્રત: 4.53 કરોડની કુલ બાકીમાંથી 2.63 કરોડ જ આવતા કુલ વસૂલાત 58 ટકા જ થઈ કહેવાય!

વિજલપોર નગરપાલિકામાં વેરા વસૂલાતમાં ભારે લાલિયાવાડી, અહીં 7-8 વર્ષથી વેરો ન ભરનારા પણ છે

Share Your Views In Comments Below