નવસારીના રાયચંદ રોડ ખાતે રહેતા યુવાનને ઘર માટે લોન જોઈતી હોય તે માટે તેમણે તેમના સમાજના યુવાનનો સંપર્ક કર્યો હતો. તે બાદ તેણે ટેક્સ કન્સલ્ટન્ટ અને કોર્પોરેશન બેંકના મેનેજરની મદદ લઈ લોનના દસ્તાવેજો પર સહી કરાવી હતી.

બાદમાં બેંકની નોટિસ આવતાં આ યુવાનને ખબર પડી કે તેના નામે 15 લાખની લોન લઈને છેતરપિંડી કરાઇ હતી. વધુ તપાસમાં અન્ય 11 ઇસમોના દસ્તાવેજો ઉપર લોન લઈને કુલ રૂ. 2.27 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ ટાઉન પોલીસ મથકમાં નોંધાતા પોસઇ પી. પી. વસાવાએ વધુ તપાસ હાથ ધરી છે.

નવસારીના રાયચંદ રોડ ખાતે દિવ્યેશ ટંડેલ તેની માતા સાથે રહે છે. વર્ષ 2012માં તેમણે ફ્લેટ લેવાનો હોય રૂ. 3 લાખની જરૂર પડી હતી અને તેને તેના મિત્ર દ્વારા નવસારીના મીથીલાનગરીમાં રહેતા હેમંત ટંડેલ સાથે ઓળખાણ કરાવી હતી. હેમંતે તેની ઓળખાણ ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતાં અને લોનની કાર્યવાહી કરી આપતા વિજય ભોજાણી અને મનીષ ભોજાણી (કાદમ્બરી એપાર્ટમેંટ, સ્ટેશન રોડ, નવસારી) પાસે ગયા હતા અને તેમણે કોર્પોરેશન બેંકમાં ફરજ બજાવતા વાસુદેવ ધૂપકરનો સંપર્ક કર્યો હતો.

દિવ્યેશ ટંડેલની માતાના નામે બેંક મેનેજર ધૂપકરે લોન પાસ કરાવી આપી હતી અને લોનના હપતા પણ નિયમિત ભરતો હતો. ત્રણ મહિના બાદ દિવ્યેશને તમારી હોમ લોનના સહી કરવાની બાકી રહી ગયેલી છે તેમને બેંકમાં બોલાવીને અમુક દસ્તાવેજો પર સહી કરાવી હતી. વર્ષ 2015માં દિવ્યેશ ટંડેલ પર કોર્પોરેશન બેંક તરફથી નોટિસ આવી હતી કે તમારા નામે 15 લાખની લોન બોલે છે. દિવ્યેશે બેંકને જણાવ્યું કે તેઓએ માત્ર 4 લાખની લોન લીધી છે તે બાબતે જાણવા મળ્યું કે બેંક મેનેજર ધૂપકરે પોતાના નામે 15 લાખની લોન લીધી છે તે ભરી દેશે તેવી બાંયધરી આપી હતી, બેંક મેનેજરે લોનના હપ્તા ન ભરતા તેની ખબર હેમંત ટંડેલને થતાં તેમનો હાઇ કોર્ટમાં કેસ પર સ્ટે લાવવાની કામગીરી વકીલ મારફતે કરાવી હતી. દિવ્યેશ ટંડેલે તપાસ કરતાં હેમંત, વિજય ભોજાણી અને મનીષ ભોજાણી તથા બેંક મેનેજરે અન્ય 11 ઇસમોના દસ્તાવેજોને આધારે લોન લઈને રૂ. 2.27 કરોડની છેતરપિંડી કરાવી હોવાની ફરિયાદ આજરોજ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

બેંક મેનેજર વાસુદેવને ફરજમુક્ત કરાયા
રૂ. 2.27 કરોડની છેતરપિંડી કેસમાં ચાર આરોપી પૈકી હેમંત ટંડેલની પોલીસે આજરોજ અટક કરી છે. આ ઘટનામાં બેન્ક મેનેજર વાસુદેવ ધૂપકરને બેન્ક દ્વારા ફરજમુક્ત કરેલ છે. તેમને અને ટેક્સ કન્સલ્ટન્ટ ભોજાણી બંધુઓની અટક કરવાની બાકી છે. છેતરપિંડી કોર્પોરેશન બેન્કમાં જ થઈ છે અને હોમલોન લેનાર લોકોના દસ્તાવેજો અંગત હેતુ માટે આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં દૂરપયોગ કર્યો છે. -પી. પી. વસાવા, પોસઈ, ટાઉન પોલીસ

નવસારીમાં બેંક મેનેજરની મીલીભગતથી રૂ. 2.27 કરોડની હોમલોનની છેતરપિંડી

Share Your Views In Comments Below