3 March 2019

નવસારીમાં સ્વાધ્યાય પરિવારના વનવાસી સમૃતિ કાર્યક્રમમાં 2 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા


નવસારીમાં ઈંટાળવા સ્થિત પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે પ્રેરિત સ્વાધ્યાય પરિવાર દ્વારા વનવાસી સમૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં બે લાખથી વધુ દક્ષિણ ગુજરાતના સ્વાધ્યાય પરિવારના સભ્યો જોડાયા હતા. જેમાં 1300થી વધુ ગામોના વનવાસીઓ ત્રિકાળ સંધ્યામાં ભેગા થયા હતા. જેમાં પોતાના ઘરેથી ટીફીન, ટાઈમ અને ટિકિટ (સ્વખર્ચે) લઈને આવ્યા હતા. જેમાં પોલીસકર્મીઓની ઉપસ્થિતિ વગર સ્વાધ્યાય પરિવારના યુવકોએ ટ્રાફિક સંચાલન કરીને અનોખી શિસ્ત જાળવી હતી. આદિવાસીઓએ પોતાના કુળદેવતા, સંસ્કૃતિના ટેબલો, આદિવાસી નૃત્ય પણ રજૂ કર્યા હતા.

ઈંટાળવા સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે શનિવારે 2 લાખથી વધુ 6 જિલ્લાના વનવાસીઓ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂ. દીદીએ સ્વાધ્યાય પરિવારને આશિષ આપતા જણાવ્યું કે સ્વર્ગ કરતા વહાલી મારી જન્મભૂમિ છે. દાદાની ઈચ્છા હતી કે વનવાસીઓની જીવનશૈલી ધાર્મિકતાથી સુધરે તે માટે તેઓ આદિવાસીઓ વચ્ચે ગયા. ગુજરાત સરકાર કહે છે કે 50 ટકા આદિવાસી છે તો રાઈઝીંગ ગુજરાત, વાઈબ્રન્ટ ગુજરાત, ડેવલોપિંગ ગુજરાત કેમ જોરશોરથી પ્રચાર કરે છે! આજે વનવાસીઓમાં જાગૃતતા વધી છે. વનવાસીઓ ત્રિકાળ સંધ્યા કરાવશે તો તે મહત્વનું ગણાશે. દાદાએ લોહી કે સમાજ થકી નહીં પણ ભગવાને બાંધેલા સંબંધ થકી સ્વાધ્યાય પરિવારે અલગ સમાજ બનાવ્યો છે.


પારસી દસ્તુરજી, નવસારી સ્વામિનારાયણ મંદિરના સાધુજનો ઉપસ્થિત રહ્યા
દુર્યોધન, કંસ, રાવણ રાજા તરીકે સારા હતા ભક્તિભાવ કરતા હતા પરંતુ અહંકાર હોય તેઓનું પતન થયું હતું. ત્રિકાળ સંધ્યા થકી ભગવાનને યાદ કરીએ છીએ જેણે આપણને જન્મતા જ શ્વાસ લેતા શીખવાડ્યા તે મનુષ્ય જ્ઞાતિનું પહેલુ આશ્રય છે. વનવાસીઓના રસ્તા થકી ભગવાન સુધી પહોંચવાનું કાર્ય આપણે કરવાનું છે. ઉદવાડાના પારસી દસ્તુરજી, નવસારી સ્વામિનારાયણ મંદિરના સાધુજનો ઉપસ્થિત રહ્યા હતા.