નવસારીનાં દશેરા ટેકરી વિસ્તારમાં ગત સાંજે 4.30 કલાકનાં સુમારે એક આઠ વર્ષીય બાળકીનું અપહરણ થયું હોવાની વાત વાયુવેગે ફેલાઈ હતી. જેમાં શ્રમજીવી પરિવાર પરપ્રાંતીય હોય તેમની ઓળખાણ ઓછી હોવા છતાં તેમણે સ્થાનિક અગ્રણીઓની મદદ લઇને પોલીસ મથકનો સંપર્ક થયો અને માત્ર બે કલાકની પોલીસની મહેનત રંગ લાવી અને અપહરણ કરનાર યુવાનને બીલીમોરા ખાતે તેના નિવાસસ્થાનેથી પોલીસે ઝડપી પાડી આ બાળકીનો કબજો મેળવ્યો હતો. નવસારીનાં દશેરા ટેકરી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ઝુપડું બાંધી શ્રમજીવી પરિવાર તેના ચાર સંતાનો સાથે રહે છે. તેઓ મજુરી કામે ગતરોજ રાબેતા મુજબ ગયા હતા. તે દરમિયાન નજીકમાં આવેલા એક પાર્ટી પ્લોટમાં કામ કરતા 28 વર્ષીય ઇસમે આ પરિવારની 8 વર્ષીય બાળાને બિસ્કીટ અપાવવાના બહાને બાઈક પર લઇ ગયો હતો, જે પરત આવ્યો ન હતો.

સાંજના છ વાગ્યે બાળકીનાં માતાપિતા મજુરી કામેથી પરત આવ્યા ત્યારે તેમની દીકરીને ન જોતા તેની આજુબાજુનાં વિસ્તારોમાં શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવી ન હતી. તેઓએ આસપાસ શોધખોળ કરતા રહીશોએ સ્થાનિક અગ્રણીઓ પાસે જવાનું કહ્યું તેમને આ બાળકી ગુમ થયાનો સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો અને ત્યારબાદ તેમને નવસારી શહેર પોલીસ મથકે ફરિયાદ કરવા લઇ ગયા હતા. તે દરમિયાન રાત્રિના 9 વાગ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી અને જિલ્લા પોલીસવડાને વિગતે જણાવ્યું અને પોલીસે તે વિસ્તારનાં સીસીટીવી ફૂટેજ જોવાનું શરુ કર્યું હતું.

સીસીટીવી ફૂટેજ જોતા એક સ્થળે બાઈક પર પાછળ છોકરી ને એક યુવાન બેસાડીને લઇ જતા હોવાનું બાળકીનાં પિતાએ તેમની દીકરી હોવાનું જણાવ્યું અને આ યુવક પણ નજીકમાં આવેલ પાર્ટી પ્લોટમાં મજુર તરીકે કામ કરતો હોવાનું અને છેલ્લા ઘણા વખતથી ત્યાં જ રહેતો હોવાનું જણાવ્યું હતું. પાર્ટી પ્લોટના માલિકે આ યુવાનનું નામ છના તલાવીયા (ઉ.આ. 28, રહે. બીલીમોરા) હોવાનું જણાવ્યું હતું. નવસારી પોલીસે બીલીમોરા પોલીસનો સપર્ક કરી યુવાનનું વર્ણન તથા સરનામું મોકલતા પોલીસ તુરંત યુવાનનાં ઘરે પહોંચી હતી. પોલીસે અપહરણ કરનાર છના તલાવિયાની અટક કરી બાળકીનો કબજો મેળવ્યો હતો. આમ પોલીસે માત્ર બે કલાકના સમયગાળામાં અપહૃત બાળકીને હેમખેમ તેના માતાપિતાને સોંપી હતી.

રાત્રિના સમયે પોલીસ એક્શનમાં આવી ન હોત
નવસારીમાં 8 વર્ષીય બાળકીનું અપહરણ થયાને બે કલાક માં પોલીસે તેનો કબજો મેળવવામાં સફળતા મેળવી હતી. જો રાત્રિના સમયે પોલીસ એક્શનમાં ન આવતે તો બાળકી કોઈ મોટી દુર્ઘટનાનો શિકાર થઇ હોત એવી ચર્ચા પણ શહેરભરમાં થઇ હતી. અપહરણ કરનાર યુવાન 28 વર્ષીય અને અપરીણિત હોય તેનો સ્વભાવ સારો ન હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું.

નવસારી પોલીસની કામગીરી સારી
નવસારી પોલીસ ગત રોજ બાળકીના અપહરણ ની ઘટના નોંધાઈ અને માત્ર બે કલાકના ગાળામાં શોધી આપીને અપહરણકર્તાને પકડી લાવ્યા એ સારી વાત છે. આજે પોલીસના માથે સારી કામગીરીના લેબલ નથી લાગતા ત્યારે આ ઘટનાની સફળતા બદલ પોલીસ વિભાગની કામગીરીના વખાણ કરીએ તેટલા ઓછા છે, કારણ કે પોતાનું વ્હાલું સંતાન ખોવાઈ જાય ત્યારે વળી ની વેદના શું હોય છે સૌને ખબર છે અને માત્ર બે કલાકમાં પોલીસે બાળકી ને તેના માતા પિતા ને સોંપી એ દૃશ્ય ભૂલી શકાય તેમ નથી.

સીસીટીવી ચેક કરતાં સફળતા મળી 
પોલીસ મથકે રાત્રિના સમયે ફરિયાદ નોંધાઇ હતી અને પોલીસની બે ટીમો બનાવીને અપહરણ થયેલા વિસ્તાર તથા અન્ય જગ્યાએ શોધખોળ હાથ ધરાવી હતી. અપહરણ થયું તે વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કર્યા અને અમોને મોટી સફળતા મળી અને તુરંત જ બીલીમોરા પોલીસને ખબર કરી અને અપહરણ કરનારના ઘરેથી હેમખેમ બાળકીનો મેળવ્યો હતો. -ડો.ગિરીશ પંડ્યા. પોલીસવડા, નવસારી જિલ્લા

બાળકીનું અપહરણ કરનાર ગણતરીના કલાકોમાં ઝડપાયો

Share Your Views In Comments Below