નવસારી શહેરમાં ટ્રાફિક પોલીસને ટ્રાફિક સમસ્યા હલ કરવા કરતાં નાણાં ઉઘરાવવામાં રસ વધુ રસ જણાય છે. સુરત અને વલસાડના પાસિંગવાળી ગાડીને પકડીને મોટી રકમની માંગણી કરે છે. તે ન અપાય તો આર.ટી.ઓ. મેમો અથવા જેલમાં મૂકી દેવાની ધમકી અપાય છે અને વાહનચાલક વિરોધ કરે તો તેને ૩૩૦ કલમ હેઠળ જેલનાં સળિયા પાછળ ધકેલી દેવાય છે.

નવસારીના પોલીસવડા ડો. ગિરીશ પંડયા શહેરમાં ટ્રાફિક સમસ્યાને કંટ્રોલમાં રહે તે માટે અમૂક ટ્રાફિક પોઇન્ટ પર ૧ જમાદાર, ૨ કોન્સ્ટેબલ, ૪ ટ્રાફિક બ્રિગેડ ફરજ પર મૂક્યા છે, છતાં પણ ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે.

ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ સ્ટાફ ઊભા રહે છે અને સુરત અને વલસાડ પાસિંગનાં વાહનો પકડીને તેની પાસે કાગળો માંગીને કોઇને કોઇ રીતે વાંક કાઢીને મોટી રકમનો મેમો ફાડી દેવાની વાત કરે છે. અને જો મેમો નહીં ભરવો હોય તો અમને આટલી રકમ આપો તેવી માંગણી કરતા હોવાની રાવ ઊભી થઇ છે અને વાહનચાલક કાયદાની વાત કરે ત્યારે તેના ઉપર સરકારી કામમાં અવરોધ ઊભો કર્યાનો ગુનો દાખલ કરવાની ધમકી આપે છે. તો પણ ન ફાવે ટ્રાફિક પી.એસ.આઇ.ને ખોટી વાત કહી તેઓને ઉશ્કેરીને કેસ પણ કરાવી દે છે. ડી.એસ.પી. ડો. ગિરીશ પંડયાનો ટ્રાફિક સમસ્યા હલ કરવાનો હેતુ પોલીસ કર્મચારીઓએ કમાવવાનો માર્ગ બનાવી દીધો છે. વાહનચાલકાએે ક્યાં તો ન કરેલી ભૂલના નાંણા ચૂકવવા પડે છે. અથવા જેલમાં જવા તૈયાર રહેવું પડે છે. પોલીસ પ્રજાનો મિત્ર છે એવું કહેનારા ડી.એસ.પી. યોગ્ય ચેકિંગ કરે તો ચોક્કસ સરકારી તિજોરીમાં થતી આવક કરતા પોલીસને ગજવે જતી રકમ કદાચ વધી જાયતો નવાઇ નહીં.

નવ પોઈન્ટ વચ્ચે ઓછું અંતર: ક્યાંક તો લૂંટાવું જ પડે
નવસારી શહેર નાનું છે પણ ટ્રાફિક પોઇન્ટ વધુ છે. નવસારી શહેરમાં પ્રવેશ કરતા જ સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે એક પોઇન્ટ ત્યાર બાદ ૧૦૦ મીટર ન થાય ત્યાં લાઇબ્રેરી સર્કલ પાસે બીજો પોઇન્ટ ત્યાર બાદ લૂન્સીકુઇ સર્કલ પાસે ત્રીજો પોઇન્ટ, એસ.પી. ઓફિસ પાસે પાંચમો પોઇન્ટ, નગરપાલિકા પાસે છઠ્ઠો પોઇન્ટ, ટાવર પાસે સાતમો પોઇન્ટ, ગોલવાડ પાસે આઠમો પોઇન્ટ, વિરાવળ પાસે નવમો પોઇન્ટ આમ દરેક પોઇન્ટ વચ્ચે ૧૦૦ મીટરથી પણ ઓછું અંતર છે. તેના કારણે વાહનચાલક કોઇપણ એક પોઇન્ટ પર રોજ લૂંટાતો આવ્યો છે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ૧૦ જમાદાર, ૨૦ પોલીસ જવાન, ૪૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો રોકાઇ છે. તેની સામે ટ્રાફિક સમસ્યા તો યથાવત છે ને ફાયદો પ્રજાને નથી પોલીસકર્મીઓને જ છે. આટલો સ્ટાફ જો રાત્રી પેટ્રોલિંગમાં વપરાઇ તો ચોરી થવાની ઘટના પર અંકુશ આવે તેમ છે.

નવસારીમાં ટ્રાફિક પોલીસને સમસ્યા હલ કરવામાં નહીં પણ નાણાંમાં જ રસ

Share Your Views In Comments Below