નવસારીમાં પુલવામા ખાતે ગત 14 ફેબ્રુઆરીએ આતંકી હુમલામાં શહીદ વીર સૈનિકોના પરિવારોને મદદની સરવાણી સમગ્ર દેશમાંથી વહી રહી છે ત્યારે નવસારીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પણ બે શહીદના પરિવારોને આર્થિક સહાય આપવાનો કાર્યક્રમ અગ્રવાલ સમાજની વાડી સ્ટેશન રોડ ખાતે યોજાયો હતો. નવસારીમાં પત્રકાર એસોસિએશન દ્વારા અગાઉ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા બે સૈનિકોના પરિવારોને મદદ કરી હતી.

આજ રોજ બીજા બે શહીદના પરિવારોને આર્થિક રીતે મદદ કરવાનો કાર્યક્રમ નવસારીની વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાયો હતો. જેમાં શહીદ શ્યોરામ ગુર્જર (રાજસ્થાન) અને સંજયસિંહ રાજપૂત (મહારાષ્ટ્ર )ના પરિવારોને બોલાવીને તેમને નવસારીના નગરજનો પણ શહીદોની સાથે છે તેમ કહીને બંને પરિવારોને અનુક્રમે રૂ. 4.50-4.50 લાખના ચેક અપાયા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય પિયુષ દેસાઈ, ઓમપ્રકાશ અગ્રવાલ, અશોક ધોરાજીયા, ભરત સુખડીયા, રમેશ હીરાની તથા નવસારી ફોટોગ્રાફર્સ એસો., જૈન સોશ્યલ સંસ્થાનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રૂ. 1.51 લાખ ભારત કે વીર ફંડમાં અપાશે. નવસારીની વિવિધ સંસ્થાઓ દ્વારા મદદ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહીદોના પરિવારોએ નવસારીના લોકોની સંવેદના અને ઉદારતાનો આભાર માન્યો હતો. નવસારીમાં અગ્રવાલ સમાજની વાડીમાં જેમણે આર્થિક યોગદાન આપ્યું હતું, તે સંસ્થાઓનું પણ અભિવાદન કરાયું હતું.

નવસારી જિલ્લાની કઈ કઈ સંસ્થાઓ દ્વારા સહાયનો ધોધ વહેવડાવાયો
વિરવાડી હનુમાનજી મંદિર ટ્રસ્ટ, કછોલી પ્રગતિ મંડળ, શ્રી સમસ્ત મતિયા પાટીદાર સમાજ, પવનરાજ યુવા સંગઠન ભરૂચ, અગ્રવાલ સમાજ અને જૈન સોશ્યલ ગ્રુપ, વિડીઓગ્રાફી ફોટોગ્રાફ એસો. દ્વારા સહાય કરાઈ હતી.

શહીદોની તસવીર જોઈને નવસારીના પરિવારોની આંખો પણ વરસી પડી
પુલવામા હુમલામાં શહીદોના પરિવારો આવ્યા હતા જેમાં શહીદ સંજયસિંહના પરિવારમાં તેની માતા જીજાબાઈ, બહેન સરીતાબેન, ભાઈ રાજેશ રાજપૂત, શહીદની વિધવા સંગીતાબેન અને 11 વર્ષીય પુત્ર શુભમ (મહારાષ્ટ્ર) આવ્યા હતા. જ્યારે શહીદ શ્યોરામ ગુર્જરના નાના ભાઈ અને આર્મીમેન રૂપચંદ (રાજસ્થાન) આવ્યો હતો. તેમની તસ્વીર સ્ટેજ પર જોતા પરિવારોની પોતાના સ્વજનની યાદ તાજી થઇ અને ચોધાર આંસુ રડી પડ્યા હતા.

પુલવામા શહીદોના બે પરિવારને નવસારીની 9 લાખની સહાય

Share Your Views In Comments Below