નવસારી નજીક બારડોલી રોડ ઉપર કબીલપોર જીઆઈડીસીમાં આવેલી શ્યામ એન્જીનીયરીંગ વર્કશોપને નિશાન બનાવી તસ્કરો રોક્ડા રૂ.૮.૭પ લાખ અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ રૂ.૯ લાખની મત્તાનો હાથફેરો કરી જતાં ચકચાર મચી છે. કંપનીનાં ત્રણ કર્મચારીઓ સામે માલિકે ફરિયાદમાં શંકા વ્યક્ત કરી છે.

કબીલપોર ખાતે સાંઈ ગાર્ડન સોસાયટી, પદ્માવતી પૌવા મીલ સામે રહેતા જગદીશભાઈ રામનાથ ચૌધરી (ઉ.વ.૪૧)ની જીઆઈડીસીમાં શ્યામ એન્જીનીયરીંગ વર્કશોપ નામની પૌઆના મશીનો બનાવવાની કંપની છે. ગુરૂવારે રાત્રી દરમિયાન આ વર્કશોપને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો કમ્પાઉન્ડમાં આવેલા બાથરૂમનો દરવાજો અને કંપનીનાં રસોડાનો દરવાજો તોડી વર્કશોપની ઓફીસમાં પ્રવેશી ગયા હતા.

અને કબાટનું લોક તોડી લોકરમાં મુકેલા રોક્ડા રૂ.૮.૭પ લાખની મત્તાની ચોરી કરી હતી. સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના રેકોર્ડીંગ થયેલું હોય તસ્કરો કેમેરાનું ડીવીઆર કિંમત રૂ.રપ હજાર મળી કુલ રૂ.૯ લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. શુક્રવારે સવારે ઓફિસમાં સરસામાન વેરવિખેર અને કબાટ ખુલ્લા જોઈને વર્કશોપનાં માલિક જગદીશભાઈનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

રોક્ડા રૂ.૮.૭પ લાખની મત્તા અને રૂા.રપ હજારની કિંમતનું સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી થયેલાનું જણાયુ હતું. બનાવ અંગે જગદીશભાઈએ નવસારી રૂરલ પોલીસમાં ફરિયાદ આપી કંપનીમાં નોકરી કરતાં નરેશભાઈ નેપાળી, દિપક ચૌધરી અને કંપનીનાં ક્રેઈન ઓપરેટર કુંજ બિહારી સામે સામે શંકા વ્યક્ત કરી છે. રૂરલ પીએસઆઈ ટી.આર.ચૌધરી અને ટીમ ઘટના સ્થળ ધસી જઈ એફએસએલ, ડોગ સ્ક્વોડ અને ફીંગર પ્રીન્ટ એક્ષપોર્ટની મદદ લઈને તસ્કરોનું પગેરૂ શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

કબીલપોર GIDCના વર્કશોપમાંથી તસ્કરો 9 લાખની મત્તા ચોરી ફરાર

Share Your Views In Comments Below