નવસારી તાલુકાના વેજલપોર ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં પોલીસે બાતમીને પગલે રાત્રિના સમયે રેડ કરી દારૂની મહેફિલ માણતા 15 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 15 પૈકી 14 સુરતી અને 1 નવસારીના મરોલી ગામે રહેતા ઈસમની અટક કરી હતી. ઘટનાસ્થળેથી ખાલી દારૂની બાટલીઓ અને 15 જેટલા ફોર વ્હીલ મળી કુલ રૂ. 93.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઘટનાની વધુ તપાસ પીઆઈ એલ.કે.પઠાણ કરી રહ્યા છે.

નવસારી ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે વેજલપોર ગામમાં દોઢેક કિમી અંદર ચંદનવન ફાર્મ હાઉસ આવેલું છે. તેમાં કેટલાક ઇસમો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેને લઈને ડીવાયએસપી સાગર સાંગલા,પીઆઇ એલ.કે પઠાણ, પોસઇ કે.કે.સુરતી તથા સ્ટાફે જઇને રેડ કરી હતી. પોલીસને જોઈને મહેફિલમાં ભંગ પડેલો હોવાનું જણાતા મહેફિલ માણનારાઓમાં નાસભાગ થઈ ગઈ હતી. પોલીસે ભાગી જાય તે પહેલા 15 જણાની અટક કરવામાં સફળતા મેળવી હતી.

પોલીસને ચંદનવન ફાર્મ હાઉસમાં દારૂની 24 ખાલી બાટલીઓ, 2 ભરેલી દારૂની બાટલી કિંમત રૂ. 4200 મળી આવી હતી. પોલીસે દારૂ સહિત 15 જેટલા ફોર વ્હીલ વાહનો અને 18 મોબાઈલ મળી કુલ રૂ. 93.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઘટનાની વધુ તપાસ પીઆઇ એલ.કે પઠાણ કરી રહ્યા છે

રંગીન મિજાજ માટે જાણીતા સુરતીઓ કેટલાક સમયથી નવસારીમાં આવેલા ફાર્મ હાઉસમાં જુગાર અને શરાબની મહેફિલ કરવા આવી રહ્યા છે. ગત 21મી માર્ચે આરક સિસોદરા ગામના કાળુ બલરના માલિકીના પતરાના શેડહાઉસમાંથી જુગાર રમતા 12 ઇસમોને પોલીસને ઝડપી પાડ્યા હતા. જ્યારે 7 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે આ ઘટનામાં વાહનો અને મોબાઈલ મળી કુલ 9.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા
કુંવર વિક્રમસિંઘ (વેસુગામ, સુરત), મિતેશ સુરતી (વાસુપૂજ્ય રેસિડેન્સી, સુરત, અવિનાશ શર્મા (વેસું ગામ, સુરત), પ્રફુલ પટેલ (સરથાણા જકાતનાકા, સુરત), નિતિન અરોરા (સિટીલાઈટ, સુરત), પ્રમોદ શર્મા (પરવત પાટીયા સુરત), ચિંતન નહાર (નવસારી), પૂરવ શાહ (વેસુ, સુરત), કલ્પેશ તાલિયા (અડાજણ, સુરત), પ્રેમલ બચકાનીવાળા (ઉમરા, સુરત), શ્યામ ચિનાઈવાળા (સલાબતપુરા, સુરત), કેતન પટેલ (અલકાપુરી, સુરત), રામનાથપ્રસાદ પાસવાન (ભટાર, સુરત), કૃષ્ણા ગોરજીવાળા (વેડરોડ, સુરત), અને અનિલ ગોરજીવાળા (વેડરોડ, સુરત)નો સમાવેશ થાય છે.

ફાર્મ હાઉસ સુરતમાં રહેતા ઈસમનું
પોલીસે આ ઘટનામાં 15 ફોર વ્હીલ, 18 મોબાઈલ, 24 દારૂની ખાલી બોટલો અને 4200નો દારૂ કબજે લીધો હતો. આ ફાર્મ હાઉસ સુરતના કોઈ ઈસમનું હોવાનું જાણવા મળ્યું છે પરંતુ નામ જાણી શકાયું નથી. -એલ. કે. પઠાણ, પીઆઇ, નવસારી ગ્રામ્ય પોલીસ

વેજલપોરના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા સુરતના 14 સહિત 15 ઝડપાયા

Share Your Views In Comments Below