નવસારીના રાયચંદ રોડ ખાતે રહેતા યુવકને હોમ લોન લેવા માટે બેંકમાં દસ્તાવેજો રજૂ કરી તેનો દૂરોપયોગ કરીને રૂ. 2.27 કરોડની છેતરપિંડી કરનારા ચાર ઇસમો પૈકી એક હેમંત ટંડેલની ગતરોજ પોલીસે અટક કરી હતી જેમાં રવિવારે તેને કોર્ટમાં રજૂ કરતાં તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે કન્સલ્ટન્ટ વિજય ભોજાણી, મનોજ ભોજાણી તથા બેંક મેનેજર વાસુદેવ ધૂપકર પોલીસ પકડથી દૂર છે.

નવસારીના દિવ્યેશ ટંડેલ (રહે. રાયચંદ રોડ, નવસારી)એ વર્ષ 2012માં હોમ લોન લેવા માટે મીથીલાનગરી રહેતા હેમંત ટંડેલનો સંપર્ક કરાવ્યો હતો. હેમંત ટંડેલે જ્યાંથી લોન લીધી હતી તે ટેક્સ કન્સલ્ટન્ટ એવા વિજય ભોજાણી અને મનોજ ભોજાણીનો સંપર્ક કરાવ્યો હતો અને દસ્તાવેજો આપ્યા હતા.

કોર્પોરેશન બેંકના મેંનેજર વાસુદેવ ધૂપકરની મદદ લઈને રૂ. 4 લાખની લોન પાસ કરાવી હતી. દિવ્યેશે આ લોન મંજૂર થતા તેના હપ્તા ભરી દીધા હતા પરંતુ વર્ષ 2015માં બેંક દ્વારા તેણે 15 લાખની લોન લીધી હતી તેના હપ્તા ભર્યા નથી તેવી નોટીસ આવતા તે અવાક થયો હતો. વધુ તપાસ કરતાં આ લોન બેંકના મેનેજરે લીધી હોવાનું હેમંત ટંડેલે જણાવી તે ભરી દેશે તેવું કહ્યું હતું. બાદમાં મેનેજરે આ બાબતે હાથ ઉંચા કરી દીધા હતા અને બેંકે હાઇકોર્ટમાં કેસ કર્યો હતો. આ બાબતે દિવ્યેશે કોર્ટમાં અને પોલીસ વિભાગને લેખિતમાં જાણ કરી હતી.

આ ઉપરાંત ટંડેલ સમાજના અન્ય 11 ઇસમોના નામે પણ લોન લીધી હોવાનું ખૂલ્યું હતું. ગતરોજ દિવ્યેશ ટંડેલ દ્વારા હેમંત ટંડેલ, કન્સલ્ટન્ટ વિજય ભોજાણી, મનોજ ભોજાણી તથા બેંક મેનેજર વાસુદેવ ધૂપકર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે હેમંત ટંડેલની ગતરોજ અટક કરી હતી. રવિવારે વધુ પૂછપરછ માટે કોર્ટમાં રિમાન્ડની માંગ કરતાં કોર્ટે 3 દિવસના 2 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અગાઉ છેતરપિંડી કેસમાં બેંક મેનેજર સસ્પેન્ડ થયો હતો
કોર્પોરેશન બેંકના મેનેજર વાસુદેવ ધૂપકર ઉપર અગાઉ છેતરપિંડીની ફરિયાદ થતા બેંકની વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવતા તે કસૂરવાર ઠરતા તેને બેંકે સસ્પેન્ડ કર્યો હોવાની માહિતી મળી છે. તેને વર્ષ 2016માં હેમંત ટંડેલ વગેરેએ પોલીસમાં અરજી કરતા તપાસ થતા આખરે મેનેજરને સસ્પેન્ડ કરાયો હતો.

નવસારી જિલ્લાના જે ઇસમોના નામે લોન લીધી હતી તે ભોગ બનનારનાં નામો
નવસારી જિલ્લાના સતિશ ટંડેલ (10 લાખ ),ગોવિંદ ટંડેલ (13 લાખ), શારદા ટંડેલ (10 લાખ), હેમાંશુ ટંડેલ (15 લાખ), રતિલાલ ટંડેલ (10 લાખ), ભરત ટંડેલ (15 લાખ), મીરલ ટંડેલ (10 લાખ), નિરલ ટંડેલ (10 લાખ), ભરત ટંડેલ (10 લાખ), અમિત ટંડેલ (10 લાખ), નરેશ ટંડેલ (15 લાખ), ભરત ટંડેલ (10 લાખ), દિવ્યપ્રકાશ ટંડેલ (10 લાખ), અમિત ટંડેલ (10 લાખ)ની ટર્મ લોન લેવામાં આવી હોવાની માહિતી સાંપડી છે.

ટેક્સ કન્સલ્ટન્ટ કહે છે મને ફસાવાયો છે
મને ટેક્સ કન્સલ્ટન્ટ અને બેંક મેનેજરે કોરા ચેક અને જુદા જુદા દસ્તાવેજો ઉપર સહી કરાવી હતી અને મારા નામ પર લોન લીધી તે મને ઘણા સમય બાદ ખબર પડી હતી. હું તો મારા સમાજના લોકોને મદદ કરાવવા માટે લઈ ગયો હતો પરંતુ તેઓએ આ દસ્તાવેજોની મદદથી છેતરપિંડી કરી મને ફસાવવામા આવ્યો છે. -હેમંત ટંડેલ, આરોપી

હપતા ભરાઈ જાય ત્યારે બેંક નો ડ્યુ સર્ટિફિકેટ આપે છે
જ્યારે ગ્રાહક બેંકમાં લોન લે છે ત્યારે લોનના હપતા ભરાઈ જાય ત્યારે બેંક દ્વારા નો ડ્યુ સર્ટિફિકેટ આપવામાં આવે છે. ગ્રાહકે પણ આ નોડ્યુ સર્ટિફિકેટ લેવાનો આગ્રહ રાખવો જોઇએ. ગ્રાહકે બેંકમાં જમા કરાવેલા અસલ દસ્તાવેજો પરત લઈ લેવાની જવાબદારી તેમની હોય છે. જો ગ્રાહક આ દસ્તાવેજો ન લે અને બેંક દ્વારા આ દસ્તાવેજોનો દૂરોપયોગ થાય તો તેની જવાબદારી ગ્રાહકની બને છે અને તેના કારણે છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે કે દસ્તાવેજનો દૂરોપયોગ થવાની સંભાવના રહે છે. -એક્સપર્ટ રિવ્યુ સતીશ શર્મા, એડવોકેટ, નવસારી

બેંકમાં હોમલોનના નામે છેતરપિંડી કેસમાં 3 આરોપી પોલીસ પકડથી દૂર, એકના 3 દિવસનાં રિમાન્ડ મંજૂર

Share Your Views In Comments Below