નવસારીમાં રેલવે સ્ટેશન પાસે આવેલા વીરભદ્ર એપાર્ટમેન્ટમાં એક ઓફિસમાં આઈપીએલની મેચ ઉપર રન ફેરનો જુગાર રમાડતા ત્રણ ઇસમો ને સુરત આર.આર. સેલ પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસે આ ઘટનામાં રૂ. 60530નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઘટનાની વધુ તપાસ પોસઇ ડી.એચ.વાઘેલા કરી રહ્યાછે.

સુરત આર.આર.સેલના પોકો યુવરાજસિંહ, આલાભાઈ તથા ધવલ દેવદાનને બાતમી મળી હતી કે નવસારીના રેલવે સ્ટેશન પાસે આવેલા વીરભદ્ર એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલી દુકાન ન.11 માં ઓનલાઈન જુગાર રમાડવામાં આવે છે. આ બાતમીને આધારે શનિવારે મોડી રાત્રે આરઆરસેલ સ્ટાફે રેડ કરી હતી. રેડ દરમિયાન ત્રણ ઇસમો આઈપીએલની મેચ જોઈને મોબાઇલમા મેસેજ કરતાં હોય તેમના મોબાઈલ ચેક કરતા તેઓ કેટલાક ઇસમોને રન ફેરફારની માહિતી આપતા હોવાનું જણાયું હતું.

પોલીસે ઘટનાસ્થળેથી બિપિન ખૂંટ (રહે જલાલપોર), મૌલિક વેકરીયા (વનગંગા સોસાયટી, જલાલપોર) અને રોહિત નાકરાની (રહે.જલાલપોર)ને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યા હતા. તેમની અંગઝડતીમા રોકડા રૂ. 20530 અને એલસીડી ટીવી રૂ. 10 હજાર અને 3 મોબાઈલ મળી કુલ રૂ. 60530નો મુદ્દામલ ઝડપી પાડ્યો હતો. ઉપરાંત મદદ કરનારા રાજેશ ઉર્ફે રાજેશ હાંડો બરવાડીયા, પ્રફુલ ઉર્ફે પિન્ટુ અને જુગાર માટેની ઓનલાઈન કંપનીના સંચાલકોને ફરાર જાહેર કરીને તેમની વિરુદ્ધ જુગારધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પોસઈ ડી.એચ વાઘેલાએ હાથ ધરી છે.

બોક્સ : શનિવારે દિલ્હી અને કલકતાની મેચ દરમિયાન આરોપી ઝડપાયા
ગત શનિવારે રાત્રીના સમયે જ્યારે દિલ્હી કેપિટ્લ્સ અને કોલકતા નાઈટ રાઇડર્સની મેચ ચાલી રહી હતી ત્યારે પોલીસે રેડ કરી હતી. બિપિન ખૂંટના મોબાઈલમાં જોતાં સટ્ટો રમાડતી વેબસાઇટ જોવા મળી હતી અને તેમાં મેચ દરમિયાન રન ફેરફારના અંકો વધઘટ થતાં જોવા મળ્યા હતા અને તેમના મોબાઈલમાં 20 હજાર જેટલું બેલેન્સ હતું. તેને આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

આ રીતે ઓનલાઈન જુગાર રમાડાતો
ઝડડપાયેલા આરોપી પોતાના ઓળખીતાઓને ઓનલાઈન જુગાર રમાડવા માટે સભ્ય બનાવતા હતા. ડિપોઝીટ તરીકે અમુક પૈસા લઈને તેમના નામે આઈડી બનાવીને પાસવર્ડ આપતા હતા. તેના આધારે વેબસાઇટ www.fun.365exch.com ખોલીને તેમાં આઈપીએલ મેચો દરમિયાન રનના ફેરફાર ઉપર જુગાર રમાડતા હતા.જો કે આ જુગારમાં કેટલી ડિપોઝીટ લઈ જુગાર રમાડાતો હતો તેની માહિતી પોલીસ મેળવી શકી નથી.

IPLની શરૂઆતથી ઓનલાઈન સટ્ટો ચાલુ કર્યો હતો
ઈન્ડિયાકા ત્યૌહાર તરીકે જાણીતા આઈપીએલની શરૂઆતથી જ આ ઓનલાઈન સટ્ટો ચાલુ કર્યો હોવાની પણ માહિતી મળી છે. જોકે આ ઓનલાઈન જુગારમાં કેટલા સભ્યો જોડાયા છે તેની માહિતી મળી નથી. આ પ્રકરણમાં વધુ લોકો જુગાર રમતા હોવાનું તપાસમાં ખૂલવાનું પોલીસ માની રહી છે.

મુખ્ય સૂત્રધાર રાજકોટના
ઓનલાઈન જુગાર રમવાની લિન્ક રાજેશ ઉર્ફે રાજેશ હાંડો બરવાડીયા, પ્રફુલ ઉર્ફે પિન્ટુ (રહે. રાજકોટે) આપી હતી. પોલીસે તેમની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.

નવસારીમાં આઈપીએલ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતાં 3 ઝડપાયા

Share Your Views In Comments Below