નવસારીના સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે મસમોટો ભૂવો પડતા ચકચાર મચી ગઈ હતી. મધ્યરાત્રિએ માંડ 3-4 ફૂટ ઉંડો અને ચારેક ફૂટ પહોળા ભૂવામાં ટ્રક ખૂંપી ગયા બાદ આજે મંગળવારે દિવસે તો ભૂવો માટીના સતત ધોવાણ અને પોલાણથી 18-20 ફૂટ ઉંડો-પહોળો થઈ ગયો હતો.

નવસારીમાં રેલવે ફાટકની પશ્ચિમે બિલકુલ સામે જ ચાર રસ્તા પડે ત્યાં ગત મધ્યરાત્રિએ રોડ ઉપરથી પસાર થતી એક ટ્રક માર્ગમાં ખુંપી ગઈ હતી. આ સમયે ટ્રકને બહાર કઢાઈ ત્યારે માર્ગમાં પડેલો ભૂવો માંડ 3-4 ફૂટ ઉંડો પહોળો જ હતો. જોકે ટ્રકને બહાર કાઢ્યા બાદ તો નાના ભૂવામાં માટીના ભારે ધોવાણને લઈને મોટો જ થતો ગયો હતો, જે સવારે 12-13 ફૂટ ઉંડો અને 10 ફૂટ પહોળો થયો હતો. સવાર બાદ પણ માર્ગ નીચેની માટી ખિસકતી જ રહી અને બપોર બાદ તો ભૂવો 18-20 ફૂટ ઉંડો અને પહોળો મસમોટો થઈ ગયો હતો. જ્યાં ભૂવો પડ્યો ત્યાં નીચેથી ડ્રેનેજનું પાણી વહી રહ્યું હતું અને પાણીની લાઈન પણ પસાર થતી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે જ્યાં ભૂવો પડ્યો એ રોડ શહેરના પશ્ચિમ વિસ્તારનો મુખ્ય માર્ગ છે અને રોજિંદા હજારો વાહનો પસાર થાય છે અને તે ગતરાત્રિથી અવરોધાયો હતો. ભૂવો જ્યાં પડ્યો ત્યાં જમીનની નીચેથી ડ્રેનેજ લાઈન જાય છે ત્યારે આ લાઈનમાં થયેલી કામગીરીની પોલ પણ આ ભૂવાએ ખોલી દીધી હતી. પાલિકા તંત્રએ જ્યાં ભૂવો પડ્યો તે જગ્યાને કોર્ડન કરી દીધી હતી અને દિવસે કામ કરવું શક્ય ન હોય મંગળવારે રાત્રે કામગીરી કરવાનો નિર્ણય લીધો હતો.

ભૂવાથી જાનહાનિની શક્યતા
સ્ટેશન વિસ્તારમાં જે ભૂવો પડ્યો એ રાત્રિના સમયે પડ્યો હતો અને ટ્રક માત્ર ખૂંપી ગઈ હતી. જો રિક્ષા યા નાના વાહન પસાર થતા દિવસે જો અચાનક ભૂવો પડે તો ? જો દિવસે અચાનક ભૂવો પડે તો જાનહાનિ થવાની પણ શક્યતા છે. શું પાલિકા જાનહાનિ ટાળવા કાયમી હલ લાવશે ?

લિકેજ પાણીથી માટીનું ધોવાણ થતા ભૂવો પડે છે
પાલિકા નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં માર્ગની નીચેથી ડ્રેનેજની લાઈન જાય છે. આ ડ્રેનેજની લાઈનમાંથી પસાર થતા પાણીનું ભારે પ્રેશર હોય છે અને લાઈનમાં કચરો યા અન્ય વિઘ્ન આવવાથી પાણી અવરોધાઈ જોઈન્ટમાંથી સતત લિકેજ થતું રહે છે. આ લિકેજ પાણી અંદરની માટીનું ધોવાણ કરતુ જ રહે છે. માટીના ધોવાણથી આંતરિક 'પોલાણ' સર્જાય અને ભૂવો પડે છે. 

એક જ વિસ્તારમાં 3 વખત મસમોટા ભૂવા
જ્યાં ભૂવો પડ્યો એ રેલવે ફાટકની સામેની જગ્યાએ અગાઉ આવા જ બે મસમોટા ભૂવા પડ્યા હતા. અવારનવાર એક જ જગ્યાએ ભૂવા પડતા હોવા છતાં પાલિકા કાયમી સમસ્યાનો ઉકેલ લાવી શકી નથી. બીજુ કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગૌરીશંકર મહોલ્લા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ભૂવો પડ્યો હતો.

બંને પાલિકા જવાબદારીમાંથી છટકવાની પેરવીમાં
નવસારી તેમજ વિજલપોર પાલિકાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ જગ્યાએ નીચે ડ્રેનેજ લાઇન પસાર થાય છે જેમા લીકેજ છે. જો કે નવસારી પાલિકાના મતે આ લાઈન વિજલપોર પાલિકાની છે તો વિજલપોર પાલિકાના જવાબદારો કહે છે કે વિજલપોરની ડ્રેનેજ લાઈન તો ઘણી ઉંડી અને દૂર છે આ લાઈન નવસારી પાલિકાની છે.

સવાર સુધીમાં પરિસ્થિતિ થાળે પાડી દેવાશે
આ લાઈનમાં વિજલપોરનું વધુ પાણી જાય છે અને થોડુ નવસારીનું પણ જાય છે. ડ્રેનેજ લાઈન તૂટી ગઈ છે. રાત્રે કામગીરી કરી સવાર સુધીમાં મામલો થાળે પડે તેવા પ્રયાસ કરાયા છે. -રાજેશ ગાંધી, ઈજનેર, ડ્રેનેજ વિભાગ, નવસારી પાલિકા

સ્ટેશન પાસે મસમોટો ભૂવો પડ્યો, આંતરિક ‘પોલાણે’ બે પાલિકાની ‘પોલ’ ખોલી

Share Your Views In Comments Below