નવસારીમાં લુન્સીકૂઈ સ્થિત ખાણીપીણીની લારીઓ મુકવાની પાલિકાએ વેન્ડર્સ માર્કેટ યોજના હેઠળ મનાઈ ફરમાવી ત્યાંથી જયશંકર પાર્ટીપ્લોટ નજીકની પાલિકાની ખુલ્લી જગ્યાએ સ્થળાંતર કરવાનું કહેતા લારીવા‌ળા વેપારીઓએ વિરોધ કરી પાલિકા કચેરીએ મોરચા લઈ ગયા હતા. સાથોસાથ જ્યાં સ્થળાંતર કરવાનું કહેવાયું એ જગ્યાના સ્થાનિક રહીશોએ ત્યાં ‘ખાઉધર ગલી’ બનાવવાની પાલિકાની નીતિનો વિરોધ કર્યો હતો.

નવસારીમાં લુન્સીકૂઈ વિસ્તારમાં 80 ખાણીપીણીની લારીઓ વરસોથી ઉભી રહે છે. ગઈકાલે ગુરૂવારે મોડી સાંજે પાલિકાએ બે પાલિકાકર્મીને ઉક્ત સ્થળે મોકલી શુક્રવારથી લુન્સીકૂઈ નજીકના સ્થળે લારીઓ ન મુકે તેની જગ્યાએ તમામ લારીવાળાને પારસી હોસ્પિટલ સામેના રોડ ઉપર જયશંકર પાર્ટી પ્લોટની નજીકના પાલિકાના શોપિંગ સેન્ટરની પાછળની ખુલ્લી જગ્યાએ શુક્રવારથી સ્થળાંતર કરવાની વાત જણાવી દીધી હતી.

આજે શુક્રવારે પાલિકાની ખાણીપીણીની લારીઓને સ્થળાંતર કરવાની વાતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પાલિકા કચેરી શરૂ થતા જ લારીવાળાઓ પાલિકાએ પહોંચી ગયા હતા ત્યાં કોઈ જવાબદાર અધિકારી-પદાધિકારી ન મળતા વિપક્ષી કાઉન્સિલરો ધવલ દેસાઈ, પિયુષ ઢીમ્મર વગેરે સમક્ષ લુન્સીકૂઈથી લારી ન ખસેડાઈ એવી રજૂઆત કરી હતી. સીઓએ સાંજે મુલાકાત આપવાની વાત કરી પરંતુ ચૂંટણીના કામે હોવાનું કારણ આપી સાંજે પણ તેમની મુલાકાત લારીવાળાને મળી ન હતી અને મામલો સોમવાર ઉપર ગયો હતો. શુક્રવારે લારી લુન્સીકૂઈ સ્થળે ઉભી રહી ન હતી.

બીજી તરફ જ્યાં લુન્સીકૂઈ સ્થિત લારી સ્થળાંતર કરાનાર છે એ સ્થળ નજીક રહેનારાઓએ પોતાના વિસ્તાર 'ખાઉધર ગલી' બનાવવાની નીતિનો વિરોધ કર્યો હતો. ખાઉધર ગલી બનવાથી ન્યુસન્સ પેદા થવાની સાથે મહિલાઓની સુરક્ષા, ટ્રાફિકની સમસ્યા સર્જાવાની વાત કરી હતી.

આમ પણ બે પાર્ટી પ્લોટથી સમસ્યાઓ સર્જાઈ જ રહી છે
ખાઉધર ગલી અમારા રહેણાંકની બાજુમાં લાવવાનો અમે વિરોધ કરીએ છીએ. ખાણીપીણીની લારી અહીં આવવાથી અમારે ત્યાં ન્યુસન્સ, ટ્રાફિકની સમસ્યા, મહિલાના સુરક્ષાના પ્રશ્નો વગેરે ઉભા થશે. આમ પણ અમારી નજીક બે પાર્ટી પ્લોટથી સમસ્યાઓ સર્જાઈ જ રહી છે. -પ્રવિણ દેસાઈ, જેટ રેસિડેન્સી, નવસારી

નવી જગ્યાએ ધંધો થાય એમ નથી
પાલિકાએ નવી જગ્યાએ જે પારસી હોસ્પિટલ સામેના રોડ ઉપર આપી છે તે ખુબ જ અંદર છે અને ત્યાં ધંધો થાય એમ જ નથી. બીજુ કે જે જગ્યા ફાળવી છે ત્યાંના લોકોએ પણ અમારો વિરોધ શરૂ કર્યો છે. -દિવાકર શેટ્ટી, અસરગ્રસ્ત લારીચાલક, લુન્સીકૂઈ વિસ્તાર

નવી જગ્યાએ મોટી ગટર છે
30 વર્ષથી લુન્સીકૂઈ નજીક ધંધો કરીએ છીએ ત્યાંથી હટાવવાની વાત પસંદ નથી. બીજુ કે જ્યાં સ્થળાંતરની વાત કરી છે તે બિલકુલ યોગ્ય નથી, બાજુમાં મોટી ગટર પસાર થાય છે અને લોકોનો પણ વિરોધ છે. -રાકેશ તિવારી, અસરગ્રસ્ત લારીચાલક, લુન્સીકૂઈ વિસ્તાર

સામાન્ય માણસને લુન્સીકૂઈ સુવિધાયુક્ત
લુન્સીકૂઈ શહેરનો મુખ્ય વિસ્તાર હોય સામાન્ય માણસને ખાવાનું મળી રહે છે. જયશંકર પાર્ટીપ્લોટ નજીકની ફાળવેલી જગ્યા ખુબ જ દુર પડે જેથી સામાન્ય માણસને તકલીફ પડે એમ છે. -વિજય પટેલ (એડવોકેટ), રહીશ, નવસારી

લુન્સીકૂઈની લારીઓના સ્થળાંતર કરાવવાના મુદ્દે ઘમસાણ

Share Your Views In Comments Below