નવસારી શહેરના પશ્ચિમ રેલવે ફાટકની સામેના માર્ગમાં સોમવારની મધ્યરાત્રિએ એક ટ્રક ખૂંપી ગઈ હતી અને બાદમાં ત્યાં જ મસમોટો ભૂવો પડ્યો હતો. આ 18-20 ફૂટ ઉંડા ભૂવાનું કામ છેલ્લા 4-5 દિવસથી ચાલી રહ્યું છે. આ દરમિયાન આજે શનિવારે મળસ્કે 3 વાગ્યાના સમયે ભૂવાની કામગીરી કરતી વેળા નજીકથી પસાર થતી શહેરના પશ્ચિમ વિભાગની પાણીની મેઈન લાઈન તૂટી ગઈ હતી. પાણીની મેઈન લાઈન તૂટી જતા પશ્ચિમ વિભાગના મહત્તમ વિસ્તારમાં પૂરો પડાતો પાણીનો પુરવઠો શનિવારે ખોટકાઈ ગયો હતો.

આમ પણ નવસારી પાલિકા બે ટાઈમની જગ્યાએ એક જ ટાઈમ પાણી આપી રહ્યુ છે ત્યારે એક ટાઈમ પણ પાણી શનિવારે સાંજ સુધી આપી શકાયું ન હતું અને ભરઉનાળે લોકોને મુશ્કેલી પડી હતી. પશ્ચિમ વિભાગમાં રહેતા અંદાજે 10થી 11 હજાર લોકોને (3 હજારથી વધુ ઘરોને) શનિવારે પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પાણીની મુશ્કેલી છે જ, તેમાં વધારો થયો
જલાલપોરના કેટલાક વિસ્તારમાં આમ પણ પાણીની સમસ્યા છે. એક ટાઈમ પાણી પણ પૂરતું ન મળતું હોવાની ફરિયાદ છે અને એ સંદર્ભે નવસારી પાલિકામાં મોરચા પણ આવી રહ્યા છે. આ સ્થિતિ છે ત્યાં વધારામાં સ્ટેશન વિસ્તારમાં પાણીની લાઈન તૂટતા શનિવારે પાણીની સમસ્યામાં વધારો થયો હતો.

ભૂવાને 112 કલાક, પાલિકાનો 'દમ' કાઢ્યો
નવસારીની રેલવે ફાટકની સામે પશ્ચિમ બાજુએ સોમવારે મધ્યરાત્રિએ માર્ગમાં પડેલા ભૂવાને શનિવારે સાંજે 112 કલાક પૂરા થયા છે છતાં ભૂવાની સમસ્યા પૂર્ણત: હાલ થઈ નથી. સમગ્ર ડ્રેનેજ વિભાગ, માઈનોર વિભાગ, પાણી વિભાગને કામે લગાડાયો છે છતાં ભૂવો 18થી 20 ફૂટ ઉંડો અને પહોળો હોઈ પાલિકાનો 'દમ' કાઢ્યો છે. ભૂવામાંથી ડ્રેનેજ, પાણી, બીએસએનએલ, ગેસ વગેરેની અનેક લાઈન જતી હોય આ સેવાને પણ અસર ન થાય તે માટે તકેદારી રાખી કામ કરવું પડતું હોય છે. જોકે મુખ્યત: ડ્રેનેજની જે લાઈન તૂટી હતી તે સમસ્યા આજે હલ થઈ હતી. આમ છતાં સમગ્ર ભૂવાને પૂરવામાં હજુ સમય લાગશે એમ જાણકારો જણાવી રહ્યા છે.

ઘણા લોકોએ પાણી વેચાતું લેવું પડ્યું
આજે નગરપાલિકાનું પાણી ન મળતા થોડી મુશ્કેલી પડી હતી. જોકે જે સંજોગોમાં પાણીની લાઈન તૂટી તે જાણતા પાલિકાને દોષ પણ ન દઈ શકાય ! અમારા વિસ્તારમાં લોકોએ પાણીની વ્યવસ્થા બીજી રીતે કરી હતી. કેટલાકે વેચાતુ પણ લીધુ હતું.

પાણીની લાઈનનું રિપેરિંગ કામ ચાલુ છે
પાણીની તૂટેલી પાઈપલાઈનને ઠીક કરવા નગરપાલિકા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. કામગીરી પૂર્ણ થતા જ પાણી પુરવઠો પુન: કાર્યરત કરવામાં આવશે. -હિંમતભાઈ પટેલ, પશ્ચિમ વિભાગના કાઉન્સિલર, નવસારી પાલિકા

આ વિસ્તારોમાં પાણીની મુશ્કેલી
  • મફતલાલ મિલ નજીકના રહેણાંક વિસ્તાર 
  • રાયચંદ રોડ બંદર રોડ નજીકનો વિસ્તાર 
  • જલાલપોર રોડને લાગુ વિસ્તારો 
  • થાણા તળાવ નજીકનો કેટલોક વિસ્તાર

સ્ટેશન વિસ્તારમાં પાણીની લાઈન તૂટી, 10 હજારથી વધુ લોકો ભર ઉનાળે મુશ્કેલીમાં મુકાયા

Share Your Views In Comments Below