બે દિવસ નવસારીના લુન્સીકૂઈ વિસ્તારની ખાણીપીણીની લારીઓ સ્થળાંતર કરાવવાના નામે બંધ કરાવ્યા બાદ આજે રવિવારે ત્રીજા દિવસે રાબેતા મુજબ ધમધમતી જોવા મળી હતી. નવસારી પાલિકાએ લુન્સીકૂઈ વિસ્તારમાં વરસોથી ઉભી રહેતી ખાણીપીણીની લારીઓને જયશંકર પાર્ટીપ્લોટ નજીકની પાલિકાની ખુલ્લી જગ્યાએ સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે શુક્રવાર અને શનિવારે પણ લુન્સીકૂઈ વિસ્તારમાં ખાઉધરાગલી બંધ રહી હતી.

બીજી તરફ લારીવાળાઓની અનિચ્છા તથા જ્યાં સ્થળાંતરનો આદેશ કરાયો ત્યાં સ્થાનિકોના વિરોધને પગલે નવી જગ્યાએ લુન્સીકૂઈ સ્થિત લારીઓનું સ્થળાંતર પણ થયું નહોતું. સતત બે દિવસ જૂની યા નવી જગ્યાએ લારીઓ ઉભી રહી ન હતી. લુન્સીકૂઈ વિસ્તાર સૂમસામ રહ્યો હતો. જોકે, બે દિવસ બાદ આજે રવિવારે લુન્સીકૂઈ વિસ્તારનો સિનારિયો બદલાયો હતો અને ખાણીપીણીની લારીઓ સાંજે પુન: ધમધમતી થઈ ગયેલી જોવા મળી હતી.

ગુરૂવારે પાલિકાએ વોર્ડમાં કરેલા ઠરાવ અંતર્ગત લુન્સીકૂઈ સ્થિત લારીઓના સ્થળાંતર કરવાનો આદેશ કરી દીધો હતો અને બે દિવસ લારીઓ લુન્સીકૂઈ વિસ્તારમાં ઉભી પણ રહી ન હતી. બાદમાં પુન: લારીઓ ત્યાં જ ઉભા રહેવા દેવા સંમતિ આપવા દેવા પાછળ કારણ શું? લારીઓના સ્થળાંતરથી લારીવાળા અને ત્યાં કામ કરતા નારાજ થયા છે, નવી જગ્યાએ ત્યાંના રહીશો પણ નારાજ થાય એમ છે. કેટલાક લુન્સીકૂઈ વિસ્તારમાં જ લારીનુ સમર્થન પણ કરે છે. આ સ્થિતિમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે તેમાં લારીના વિવાદથી નુકસાની ટાળવા તો નથી ને?

નવી જગ્યાએ લાઈટ મૂકવાની બાકી છે
લારીવાળાને સ્થળાંતર કરવાની વાતની ખબર છે. પુન: લુન્સીકૂઈ વિસ્તારમાં જ મુકવા દેવાઈ એ ખબર નથી. નવી જગ્યાએ લાઈટ તથા કેટલીક સુવિધા આપવા અંગે વાત જરૂર થઈ હતી. રાજુ ગુપ્તા, સિટી ઈજનેર, નવસારી પાલિકા

નજીકના દિવસોમાં અન્ય સ્થળે લારીઓ ખસેડાશે
લારીચાલકોએ પાલિકામાં સત્તાધીશો સમક્ષ લુન્સીકૂઈ વિસ્તારમાં લારી મૂકવા દેવાની કરેલી માગ સંદર્ભે પાલિકાના સત્તાધીશોએ આજે રવિવારે લારીચાલકોને હાલ પૂરતી લારીઓ મૂકવા દેવાની સંમતિ આપી હતી. જોકે, નજીકના દિવસોમાં લારીચાલકોને અન્ય સ્થળે ખસેડવામાં આવશે જ, એમ પણ જણાવી દીધું હતું.

લુન્સીકૂઈમાં લારીઓ રવિવારે ફરી ધમધમી પાલિકાએ કહ્યું : નિર્ણય ‌આવે ત્યાં સુધી ચાલવા દો

Share Your Views In Comments Below