નવસારીના રેલવે પ્લેટફોર્મ નં. 1 ખાતે વલસાડથી સયાજી ટ્રેનમાં ઉતર્યા બાદ રેલવે ટ્રેક ઝડપથી ક્રોસ કરી રેલવે પ્લેટફોર્મ નં. 2 તરફ જઈ રહેલી બે મહિલાઓને સુરત તરફથી આવી રહેલી શતાબ્દી ટ્રેને અડફેટે બંને મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. આ ઘટનાને પગલે પ્લેટફોર્મ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક બનેલી ઘટનાથી પ્લેટફોર્મ પરથી પસાર થયેલા મુસાફરો ઘટનાને જોઈ હેબતાઈ ગયા હતા. મૃત્યુ પામનાર એક મહિલા નવસારીની અને બીજી મરોલીની હતી. આ બંને મહિલાઓ વલસાડ બીએસએનએલ ઓફિસમાં ફરજ બજાવતી હતી. ટ્રેનની ટક્કરથી નુતનબેન દેસાઈનું ધડ અને માથુ અલગ થઈ ગયા હતા અને માથુ 10 ફૂટ દૂર જઈને પડ્યું હતું.

વિજલપોરની વલ્લભનગર સોસાયટીમાં રહેતી નૂતનબેન જયેશ દેસાઇ (55) તથા તેની મરોલી રહેતી અને સાથે જ નોકરી કરતી બહેનપણી ઉષા હરીશચંદ્ર મોદી (ઉ.વ. 57) અને કાલીયાવાડી દેસાઈવાડમાં રહેતી નયના ભરત મોદી છેલ્લા આઠ વર્ષથી બીએસએનએલ વલસાડ ખાતે નોકરી કરે છે. રોજબરોજ તેઓ નવસારીથી ટ્રેન મારફત વલસાડ સુધી મુસાફરી કરે છે. આજે સોમવારને 8મી એપ્રિલે પણ નોકરીએ ગયા હતા. વલસાડથી તેઓ સયાજી ટ્રેનમાં રોજની માફક નવસારી પહોંચ્યા હતા અને ઘરે જવા આગળ વધ્યા હતા. એ દરમિયાન નુતન અને ઉષાબેન પ્લેટફોર્મ નં. 1 ઉપર આગળ જઈને પ્લેટફોર્મ પૂર્ણ થતાં ત્યાંથી સામેના પ્લેટફોર્મ નં. 2 તરફ જવા રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ સુરતથી મુંબઈ તરફ જતી શતાબ્દી એક્સપ્રેસ આવી ચડતા તે બંને ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ટ્રેનની ટક્કરથી બંનેના શરીરના ટૂકડેટુકડા થઈ ગયા હતા. આ ઘટનાને પગલે પ્લેટફોર્મ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ રેલવે પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને લોક ટોળુને દૂર કરવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. આ ઘટનાની જાણ થતાં વલસાડ ખાતે નોકરી કરનાર ગ્રુપના કેટલાક સદસ્યો ધસી આવતા બંને મહિલાઓની ઓળખ થઈ હતી.

વલસાડ બીએસએનએલમાં નોકરી કરતા નૂતનબેનના પતિ જયેશભાઈ થોડો સમય પહેલા જ સિવિલ હોસ્પિટલમાં એકસ રે ટેકનિશિયનપદેથી નિવૃત્ત થયા હતા. બે સંતાનો છે. જેમાં પુત્રી દેવાંશી કૃષિ યુનિવર્સિટીમાં હોર્ટીકલ્ચરનો અભ્યાસ કરે છે અને પુત્ર પ્રિયાંક નડિયાદ ચાંગા યુનિ.માં આઈટીનો અભ્યાસ કરે છે.

હું ટ્રેનમાંથી ઉતરી બાઇક લેવા ગઇ ને તેમનાથી છૂટી પડી
અમે ટ્રેનમાં ઉતર્યા બાદ મારી બાઇક લેવા હું પ્લેટફોર્મ નં. 1 તરફ ગઈ હતી. નુતન અને ઉષાબેન ઘરે જવા બંને સાથે જતાં હતા ત્યારે અચાનક પ્લેટફોર્મ પરથી લોકોનો અવાજ આવતા હું ત્યાં ગઈ અને અને જોયું તો બે મહિલા કપાઈ ગઈ હતી.નજીક જઈને જોયું તો મારી બહેનપણી હતી અને હું અવાક થઈ ગઈ હતી. -નયનાબેન મોદી, મૃતકોની બહેનપણી અને પ્રથમ લાશની ઓળખ કરનાર, કાલીયાવાડી

મૃત્યુ પછી પણ બંનેના હાથ પકડાયેલા રહ્યાં 
દરરોજની જેમ નવસારીથી 8 જણા વલસાડનોકરી કરતાં હોય તેઓ સાથે જ જતાં હતા. આજે પણ સાથે જ હતા તેમના અમુક સભ્યો પાછળના ડબ્બામાં હતા અને નુતનબેન જયેશ દેસાઇ, ઉષા હરીશચંદ્ર મોદી અને નયના ભરત મોદી આગળના ત્રીજા ડબ્બામાં હતા. ટ્રેનમાંથી ઉતારીને નયનાબેન બાઇક લાવ્યા હોય તેઓ બાઇક સ્ટેન્ડમાં ગયા હતા. નુતનબેન અને ઉષાબેન બંને હાથ પકડીને રેલવે ટ્રેક ક્રોસ કરતાં હતા અને અચાનક સામેથી શતાબ્દી ટ્રેન આવી જતાં તેઓ અડફેટે આવી જવાથી બંનેના મોત થયા હતા. બંનેની લાશ મળી હતી ત્યારે બંને બહેનપણીના હાથ એકબીજા સાથે જોડાયેલા હોવાની માહિતી પણ મળી છે .

પતિ રાહ જોતા રહ્યાને પત્નીને કાળ ભરખી ગયો
મરોલીમાં પટેલનગર સોસાયટીમાં રહેતા ઉષાબેન હરીશભાઈ મોદી વલસાડ નોકરી કરતા હતા. અગાઉ તેઓ મરોલી ખાતે જ નોકરી કરતા હતા પરંતુ પાંચ વર્ષ અગાઉ બદલી વલસાડ થતા તેઓ અપડાઉન કરતા હતા. સવારે વલસાડ લોકલ ટ્રેનમાં મરોલીથી જતા હતા અને સાંજે નવસારી સ્ટેશન ઉતરતા હતા. તેથી રોજબરોજ તેમના પતિ હરીશભાઈ મોદી તેમને લેવા જતા હતા. આજે પણ રાબેતા મુજબ તેઓ પત્નીને નવસારી સ્ટેશને લેવા પહોંચ્યા હતા. જોકે પત્ની પતિ સુધી પહોંચે એ પહેલા કાળ તેને ભરખી ગયો હતો.

રેલવે સ્ટેશન પર ટ્રેક ક્રોસ કરતી બે મહિલાના શતાબ્દીની અડફેટે મોત

Share Your Views In Comments Below