નવસારી રેલવે સ્ટેશનને ‘એ’ ગ્રેડનો દરજ્જો મળ્યા બાદ ઘણાં સુધારાવધારા થયા છે. તેમાં ફૂટ ઓવરબ્રિજ, દિવ્યાંગો, વૃદ્ધો માટે લીફટની સુવિધા પણ કરવામાં આવી છે.

લોકો તેમ છતાં તેનો ઓછો ઉપયોગ કરે છે. ગતરોજ સાંજે નવસારીથી અપડાઉન કરતી બે મહિલાઓ ટ્રેનમાંથી ઉતરીને ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરવાને બદલે ટ્રેક ઓળંગવા જતા જીવ ગુમાવ્યો હતો અને પરિવારનો માળો વિખેરાયો હતો. નવસારી રેલવે સ્ટેશને બીજા દિવસે સ્થિતિ યથાવત જોવા મળી હતી. સ્થળ નિરીક્ષણ કરતા મંગળવારે સાંજે 4.30 વાગ્યાના સુમારે આવતી મેમુ ટ્રેન ભીલાડથી નવસારી આવી હતી.

તે વેળાએ રોંગ સાઈડેથી ચઢનારા અને ઉતરનારા મુસાફરો બિન્દાસ્ત રીતે રેલવે ટ્રેક ઓળંગતા જોવા મળ્યા હતા. ટ્રેનના ગાર્ડે વારંવાર હોર્ન વગાડવા છતાં પણ લોકો બિન્દાસ્ત રીતે ટ્રેક પસાર કરતા હતા. યુવાનો મોબાઈલ પર વાત કરીને ટ્રેનની વ્હિસલને પણ અવગણના કરતા જોવા મળ્યા હતા.

લાઈન ક્રોસ કરતા 5થી વધુ લોકો દરરોજ ઝડપાય છે
નવસારી રેલવે સ્ટેશને જ્યારે ટ્રેન આવે છે ત્યારે રોંગ સાઈડથી ઉતરનારા, ચઢનારા અને લાઈન ક્રોસ કરનારા 5થી વધુ મુસાફરોને દરરોજ પોલીસ પકડે છે તેમને રેલવે કોર્ટમાં રજૂ કરવામાં આવે અને દંડનીય કાર્યવાહી કરે છે છતાં મુસાફરો ઉપર તેની અસર જોવા મળતી નથી.

સોમવારે શતાબ્દી એક્સપ્રેસ 6ને ભરખી ગઈ
નવસારી રેલવે ખાતેથી પ્રાપ્ત વિગત મુજબ સોમવારે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન મુંબઈથી પસાર થતી વેળાએ એક, સાંજે નવસારીમાં બે મહિલાઓને, બાદમાં સચીન ખાતે એક મહિલાને તથા વડોદરા રેલવે વિસ્તારમાં પણ બે ઈસમને અડફેટે લીધા હતા. સોમવારે શતાબ્દી ટ્રેન 6ને ભરખી જઈ સૌના ઘરમાં શોક ફેલાવી ગયાની ચર્ચા થઈ હતી.

સોમવારે શતાબ્દી ટ્રેન નીચે કુલ 6નાં મોત
સોમવારની દુર્ઘટના બાદ નવસારી રેલવે અધિકારીઓનો સંપર્ક કરાતાં સનસનીખેજ જાણવા મળી હતી. પ્રાપ્ત વિગત મુજબ સોમવારે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન મુંબઈથી પસાર થતી વેળાએ એક, સાંજે નવસારીમાં બે મહિલાઓને, બાદમાં સચીન ખાતે એક મહિલાને તથા વડોદરા રેલવે વિસ્તારમાં પણ બે ઈસમને અડફેટે લીધા હતા. સોમવારે શતાબ્દી ટ્રેન 6ને ભરખી જઈ સૌના ઘરમાં શોક ફેલાવી ગયાની ચર્ચા થઈ હતી.

જૂનો ફૂટ ઓવરબ્રિજ તૂટ્યા બાદ અકસ્માત વધ્યા
નવસારી રેલવે પ્લેટફોર્મ નં. 2 ઉપર જૂની ટિકિટબારી અને રિઝર્વેશન કેન્દ્ર હતું. તે જગ્યાએ રેલવે કોરિડોરની નવી બે રેલવે ટ્રેકો આવવાના કારણે આ ફૂટ ઓવરબ્રિજ બંધ થઈ ગયો હતો. તેના ઉપર લોકો પહેલા પસાર થતા પણ તે બંધ થઈ જવાથી લોકો જવા માટે શોર્ટકટ અપનાવી રેલવે ટ્રેક ઓળંગે છે અને તેથી અકસ્માતોની સંખ્યા વધી છે.

રોંગ સાઈડથી ટ્રેક ઉતરે છે તે હકીકત
મોટાભાગે લોકો નવસારી રેલવે સ્ટેશનેથી ઉતર્યા બાદ સરળતા ખાતર ફૂટબ્રિજ ઉપરથી જવાને બદલે રોંગ સાઈડ પરથી ઉતરીને રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા છે તે હકીકત છે. પોલસે આ બાબતે નજર રાખવી અને કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી આકસ્મિક ઘટના ટાળી શકાય. - કમલેશ ભાનુશાળી, પાસ હોલ્ડર, નવસારી

લોકો જાગૃત થાય તો જ અકસ્માત ઘટે
ઉધના ખાતે બે પ્લેટફોર્મના રેલવે ટ્રેકની વચ્ચે ગ્રીલ મુકી છે તેવી રીતે મુકવાથી લોકો પસાર ન થઈ શકે અને અકસ્માતથી બચી શકાય. રેલવે વિભાગ દ્વારા રેડિયામાં વારંવાર એનાઉન્સ કરે કે ટ્રેન આવી રહી છે છતાં લોકો સાંભળતા નથી લોકો જ જાગૃત થાય તો અકસ્માત ઘટે. - વિજ્ઞેષ બિસોઈ, વિદ્યાર્થી, ઉધના

અકસ્માત રોકવા શું શું કરી શકાય?

  • ટ્રેનમાંથી ઉતર્યા બાદ મુસાફરોએ માત્ર લિફ્ટ અથવા પ્લેટફોર્મ પરના ફૂટબ્રિજનો જ ઉપયોગ કરવો જોઈએ. 
  • પ્લેટફોર્મ નં. 1 પૂર્ણ થાય તથા પ્લેટફોર્મ નં. 2 પૂર્ણ થાય તે જગ્યાએ લોખંડની જાળી કે આડશ ઉભી કરવી જેથી લોકો ત્યાંથી પસાર ન થાય. 
  • રેલવે ટ્રેક ક્રોસ કરનારા મુસાફરો સામે પ્લેટફોર્મ ઉપર જ કડક કાર્યવાહી થવી જોઈએ. જેથી બીજા મુસાફરો આવી ભૂલ કરતા રોકાય. 
  • વૃદ્ધો-દિવ્યાંગોએ લિફટ વાપરવી જોઈએ, જે હાલ પૂર્ણ રીતે થતો નથી. 
  • રેલવે પોલીસે પણ પ્લેટફોર્મ ઉપર આ મામલે સતર્કતા દાખવી રેલવે ટ્રેક ક્રોસંગના ગુના અટકાવવા સક્રિય અને સતત પ્રયાસ કરવા જોઈએ. 

નવસારીમાં 8 માસમાં ટ્રેનની અડફેટે 26નાં મોત છતાં જોખમી રીતે અવિરત ટ્રેક ક્રોસિંગ

Share Your Views In Comments Below