વલસાડ દાહોડ વચ્ચે દોડતી ઈન્ટરસિટી ટ્રેનમાં નવસારી પંથકના મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરે છે. છેલ્લા 10 દિવસથી આ ટ્રેનની રેક (ડબ્બા) બદલવામાં આવ્યા છે. ટ્રેનમાં નવા એલ.એચ.બી. ડબ્બા આમ તો ટીપટોપ છે પરંતુ ડબ્બામાં ત્રણની જગ્યાએ બે જ ગેટ છે અને ડબ્બામાં મુસાફરોને સમાવવાની ક્ષમતા પણ 30થી 35 ટકા ઓછી થઈ ગઈ છે. લેડીઝ અને ફર્સ્ટકલાસ કોચ પણ 3થી ઘટાડી એક-એક કરાયાનું જાણવા મળે છે. જેને લઈને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુશ્કેલીને લઈને મુસાફરો જૂની જ ટ્રેન પુન: કાર્યરત કરવાની માગ કરી રહ્યા છે. જોકે 10 દિવસ થયા છતાં માગ ન સ્વીકારાતા મુસાફરોની ધીરજ આજે બુધવારે ખૂટી ગઈ હતી.

બુધવારે સવારે 7.58 વાગ્યાના અરસામાં જેવી ઈન્ટરસિટી નવસારી સ્ટેશને ઉભી રહી હતી તેવી જ મહિલા મુસાફરોએ એન્જીન આગળ બેસી જઈ ટ્રેન રોકી દીધી હતી. આક્રોશિત મુસાફરોએ આ નવીન ટ્રેન ચાલે જ નહીં, જૂની જ આપો તેવી પ્રબળ માગ કરી હતી. સ્થાનિક રેલવેના અધિકારીઓ, પોલીસકર્મીઓ વગેરેએ નારાજ મુસાફરોને સમજાવવા અનેક પ્રયત્નો કર્યા છતાં એકના બે થયા ન હતા અને લેખિત ખાતરીની જ માગ કરી હતી. લગભગ સવા ચાર કલાક સુધી ટ્રેન નવસારીથી આગળ જવા દેવાઈ ન હતી.

આખરે જૂની જ રેક પુન: ટ્રેનમાં લગાવવાની ખાતરી મળતા બપોરે 12.13 કલાકે ટ્રેન જવા દેવાઈ હતી. જોકે આ રેલ રોકો આંદોલનથી પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો અને 18 જેટલી ટ્રેનો મોડી પડી હતી. ઈન્ટરસિટીની સાથે સુરત તરફ જતી મેમુ શટલ અને સુરતથી નવસારી આવેલી ઉદયપુર-બાંદ્રા ટ્રેન પણ મુસાફરોએ રોકી હતી.

બીલીમોરાની યુવતીની તબિયત લથડી
નવસારી સ્ટેશન પર થયેલા રેલરોકો આંદોલન દરમિયાન અનેક યુવતીઓ 42 ડિગ્રી જેટલા તાપમાન વચ્ચે ગરમીમાં ટ્રેનના એન્જીનની આગળ ઉભી હતી, જેમાંની એક યુવતીની ભારે ગરમીને કારણે ડીહાઈડ્રેશનથી ચક્કર આવીગયા હતા અને તબિયત લથડી ગઈ હતી. જેને 10.38 કલાકે 108 બોલાવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. યુવતી બીલીમોરાની રહીશ અને તેનું નામ રવિના ધનસુખ પટેલ (ઉ.વ. 20) હોવાનું જાણવા મળ્યું છે.

આ છે નવી ટ્રેનમાં બદલાવ અને મહિલાઓની તકલીફ
ડબ્બા દીઠ 300 મુસાફરોની જગ્યાએ 200 જ સમાય છે. ત્રણની જગ્યાએ બે જ ગેટ છે, ચઢવા-ઉતરવામાં મુશ્કેલી. લેડીઝ અને ફર્સ્ટ કલાસના કોચ ઘટાડી દેવાયા. ડબ્બામાં ભારે ગીર્દીથી ગુંગણામણની સ્થિતિ. શૌચાલયનો ઉપયોગ પણ મુસાફરો ઉભા રહેવામાં કરતા હતા. અગાઉ ડબ્બામાં અપર (ઉપર) સિટીંગ હતું તે નવી ટ્રેનમાં ન હતું, જેથી ક્ષમતા ઓછી થઈ.

સ્ત્રીઓ પણ લટકીને જાય છે
નવી ટ્રેન મુકાઈ ત્યારથી અમારી મુશ્કેલી વધી છે. ડબ્બા ઘટાડાયા અને નવા ડબ્બામાં ઓછા લોકો સમાય છે તેથી લેડીઝે પણ દરવાજે લટકીને જવું પડે છે. જૂની ટ્રેન પુન: ન લવાતા રેલ રોકી છે. - મહિલા, મુસાફર

સમસ્યાનો કાયમી હલ જોઈએ
મહિલા પેસેન્જરો આ મોટી સ્સ્યાઓનો સામનો કરી રહી છે. આખરે સહનશીલતાની હદ થઈ જતા નાછૂટકે આંદોલન કરવું પડ્યું છે. આ સમસ્યાઓનો કાયમી હલ આવવો જોઈએ. મહિલા, મુસાફર

ડીઆરએમ નવસારી દોડી આવ્યા
સમગ્ર પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. જેથી પશ્ચિમ એક્સપ્રેસમાં પશ્ચિમ રેલવેના ડીઆરએમ એસ.કે. શ્રીવાસ્તવ પોતે જ નવસારી સ્ટેશને તાબડતોબ દોડી આવ્યા હતા અને મહિલાઓ સહિતના મુસાફરોની સમસ્યાની જાણકારી મેળવી હતી.

નવા ડબ્બાની સમસ્યા ઉકેલાશે
રેલવેમાં ‘સુરક્ષા’ હવે મુખ્ય પ્રાયોરીટીમાં છે અને તે અનુસંધાને રેલવે અપડેટ થઈ રહી છે. ઈન્ટરસિટી ટ્રેનમાં પણ નવી ટેકનોલોજી લાવી સુરક્ષઆ સંદર્ભે એલ.એચ.બી. કોચ લગાવાયા છે. જોકે નવા ડબ્બાને લઈને મુસાફરોને જ સમસ્યા આવી છે તેનો ઉકેલ લાવવામાં આવશે. - ઉદયકુમાર સિંહ, પ્રબંધક, નવસારી સ્ટેશન

GMની સૂચના બાદ ખાતરી અપાઈ
આ સ્થિતિને લઈને રેલવેના ઉચ્ચાધિકારીઓની મિટિંગો થઈ હતી. આ મિટિંગોમાં રેલવેના જીએમ અનિલ ગુપ્તાએ આપેલી સૂચના મુજબ સ્થાનિક તંત્રએ લેખિતમાં આ પ્રશ્ન જલદીથી જલદી (શક્યત: 7 દિવસની અંદર) ઉકેલવાની ખાતરી આપી હતી. જેને લઈને આંદોલન સમેટાયું હતું. આ પ્રશ્ને સાંસદ સી.આર. પાટીલ તથા નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ પણ સતત સંપર્કમાં રહ્યા હતા. - જયદીપ દેસાઈ, સભ્ય, રેલવે સલાહકાર સમિતિ

નવા કોચથી ત્રાસી મહિલાઓએ ઇન્ટરસિટી ટ્રેનને નવસારી સ્ટેશને 4.15 કલાક રોકી રાખી

Share Your Views In Comments Below