નવસારીમાં દર્દીઓ માટે જીવાદોરી સમાન અને ૨૪ કલાક અને ૩૬૫ દિવસ રક્ત પુરૂ પાડતી બ્લડ બેંક રેડક્રોસમાં ઓક્ટોબરમાં દિલ્હી અને ગાંધીનગરના ડ્રગ અને ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા ઈન્સપેક્શન કરાયું હતું. જેમાં સોફ્ટવેરમાં ખામી જણાતાં રેડક્રોસમાંથી દર્દીઓને હાલમાં રક્ત નહિ આપવું એવો આદેશ આપવામાં આવતા રેડક્રોસમાં દોડધામ મચી જવા સાથે રક્ત માટે ઝઝૂમતા દર્દીઓના સગાવ્હાલાઓએ સુરતï, વલસાડ, બીલીમોરા વિગેરે સ્થળોએ લાંબા થવું પડી રહયું છે.

નવસારીના રેડક્રોસના ઓફિસ બેરર્સ એક તરફ ખૂબ નિષ્ïઠાવાન હોવાનું પુર વજુદ હોવા છતાં એવી કઈ ઘટના બની કે જેના કારણે રેડક્રોસના ઈતિહાસમાં પહેલીવાર દર્દીઓને રક્ત નહિ આપવું એવી સૂચના આપવામાં આવી, એવું તે શું થયુ કે નવસારીની કોઈપણ હોસ્પિટલમાં દર્દીને નવસારીમાંથી હવે લોહી જ નહિ મળે. આધારભૂત સાધનો દ્વારા જાણવા મળે છે કે, ગયા ઓકટોબરમાં રેડક્રોસ સંસ્થા ખાતે દિલ્હી અને ગાંધીનગરના ડ્રગ એન્ડ ફ્રુડ વિભાગ દ્વારા ઈન્સપેકશન કરવામાં આવ્યું હતું.

સરકારી રીત પ્રમાણે ‘‘બાપુ કી ચલતી ધીમી ગાડી’’ એમ માર્ચમાં તેનો રિપોર્ટ અને ટેક્નિકલ કારણસર દર્દીને લોહી નહિ આપવું એવો આદેશ થતા હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી મુજબ આ કારણોસર રેડક્રોસના ઓફિસ બેરર્સ તારીખ ૫મી એપ્રિલે ગાંધીનગર દોડી ગયા હતાં. ત્યાંથી પણ ડ્રગ કમિશ્નર દ્વારા ફરીથી પેશન્ટને બ્લડ નહિ આપવું એમ ફરમાન કરવામાં આવ્યું હતું. માહિતી મુજબ ફરીથી ઈન્સપેકશન આવે પછી જ દર્દીઓને લોહી આપવાની છૂટ અપાશે. કલેકટર પણ રેડક્રોસના ચેરમેન છે. તેમજ ડો. અતુલ દેસાઈ પ્રમુખ છે અને સેવાને વરેલા ઓફિસ બેરિયર્સ છે છતા આમ કેમï? એવુ તે શું થયું કે આટલી ગંભીર બાબત ઉઠી છે.

ટૂંક સમયમાં સેવા નિયમિત થઈ જશે : કેરસી દેબુ
રેડક્રોસમાં બનેલી આ ઘટનાïને પગલે રેડક્રોસના સેક્રેટરી કેરસી દેબુïએ જણાવ્યું હતું કે, ગયા ઓકટોબરમાં ઈન્સપેકશન થયું હતું અને ત્યારે સોફ્ટવેરની ટેકનિકલ ક્ષતિ બહાર આવી હતી, જે અમારા તરફથી તે ભૂલ તાત્કાલિક સુધારવામાં આવી હતી, છતાં તેનો રિપોર્ટ માર્ચમાં આવતાં એપ્રિલમાં આવો આદેશ મળ્યોï હતો કે પેશન્ટને લોહી આપવું નહિ, આથી અમે પણ આઘાતની સ્થિતિમાં હોવા સાથે ફરીથી રેડક્રોસ પેશન્ટને બ્લડ પહોîચતું કરે તે માટે ધનિષ્ïઠ પ્રયત્નો કરી રહયા છે. ટૂંક સમયમાં અમારી સેવાઓ નિયમિત થઈ જશે.

રેડક્રોસને રક્ત નહિ આપવાનો આદેશ છતાં મેગા કેમ્પ કેમ યોજાયો
બે-એક દિવસ આગળ જ એક ખાનગી ટ્રસ્ટે એક મેગા રક્તદાન કેમ્પ રેડક્રોસના સહયોગથી યોજ્યો હતો. પરંતુ મુખ્ય વાત એ છે કે, હાલમાં રેડક્રોસને રક્ત જ નહિ આપવાનો આદેશ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરાયો હોવા છતાં આ કેમ્પ કેમ યોજાયો એ સમજાતું નથી. હવે સમજુ અને જવાબદાર ઓફિસ બેરિયર્સ રેડક્રોસ સામે પગલા લેશે ખરા ? માહિતી મુજબ ફરીથી ઈન્સપેકશન આવે પછી જ દર્દીઓને લોહી મળશે.

નવસારી રેડક્રોસની ‘રક્તસેવા’ સ્થગિત

Share Your Views In Comments Below